બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad's youngest economist Solve a hard example of Std. 10 mathematics by playing a pinch.

ગજબ / અમદાવાદનો સૌથી નાનો અર્થશાસ્ત્રી : ચપટી વગાડતાં ધો.10 ના ગણિતના અઘરા દાખલા કરી દે છે સોલ્વ, દેશના ફ્લેગ જોઇને કહી દે છે નામ

ParthB

Last Updated: 03:02 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 6 વર્ષની ઉંમરમાં જ કોઈ પણ દેશના ફ્લેગ જોઇને તે દેશનું નામ જણાવી દે છે. એટલું જ નહીં, ધોરણ 10ના સિલેબસના દાખલા તો ચપટી વગાડતાં સોલ્વ કરી દે છે.

 

  • અમદાવાદમાં પણ અર્થશાસ્ત્રી રામાનુજ જેવો જૈનીલ
  • માત્ર 6 વર્ષની ઉંમરમાં ધોરણ-10ના દાખલા કરી રહ્યો છે સોલ્વ
  • કોઇપણ દેશનો ફ્લેગ જોઇ કહે છે દેશનું નામ 

આ છે અમદાવાદનો સૌથી નાનો અર્થશાસ્ત્રી જેનું નામ જૈનીલ છે. અને તેની ઉંમર માત્ર 6 વર્ષની છે.જૈનીલ ધોરણ 10ના ગણિતના અઘરા દાખલા તો ચપટી વગાડતાં સોલ્વ કરી દે છે.તો વળી કોઈ પણ દેશના ફ્લેગ જોઇને તે દેશનું નામ જણાવી દે છે.  જૈનીલની ગણિતની અને અન્ય વિષય શીખવાની રુચિ જોઈ કોઈ પણ પ્રભાવિત થાય છે. 

6 વર્ષના બાળકનો ગણિત શીખવાનો શોખ

કહેવાય છે કે, બાળકનું બાળપણ એક કોરી પાટી સમાન હોય છે. તેના પર ઘુંટો તેમ ઘુંટાય એક બાળક કે જે 6 વર્ષની ઉમંરમાં જે દાખલો ગણતા સામાન્ય લોકોને કેલક્યુલેટરની જરૂર પડે તેવા દાખલા અને ધોરણ 10 ગણિતના અઘરા દાખલા ફટાફટ ગણી નાખે છે. 41 દેશના ધ્વજ જોઈ તેનું નામ ફટાફટ બોલી દે છે.

ચપટી વગાડતા ધોરણ 10 સિલેબસના દાખલા સોલ્વ કરી દે છે

અમદાવાદના વાસ્ત્રાપુરના રહેતા પટેલ પરિવારનો દિકરો જૈનીલ કે જે માત્ર 6 વર્ષ છે, પણ તેની પ્રતિભા 16 વર્ષના છોકરાને પાછળ પાડે તેવી છે. કારણ કે નાનપણથી જ જૈનીલ તેના પિતા અને માતાને અને પ્રશ્ન પુછતો અને અને તેના માતા પિતા જૈનીલના તમામ પ્રશ્નોનો સહજતાથી જ જવાબ આપતા હતાં. તેના ભાગરૂપે માત્ર 6 વર્ષની ઉમંરે કડકડાટ દાખલા ગણે છે. દેશના ફ્લેગ જોઈ દેશના નામ બોલે છે. ૩ અંક વાળા ભાગાકાર, ગુણાકાર કે વત્તા કારના દાખલા આગળીના ટેરવે ગણી દે છે,અને તે પણ  કેલક્યુલેટરની મદદ વગર ગણી દે છે.

જૈનીલના પિતા AMC સરકારી શાળામાં છે શિક્ષક

જૈનીલના પિતાનુ કહેવુ છે કે બાળપણમાં જૈનીલ સમજણો થયો ત્યારથી તે કોઈપણ બાબત તેને ન સમજાય એ પ્રશ્નો પુછ પુછ કરતો. ગણિતમાં તેને વધારે રસ હતો અને ત્યારે થયુ કે મારો બાળક અન્ય બાળકો કરતા જુદો છે ત્યારથી જ નક્કિ કર્યુ હતુ કે જૈનીલને ગણીત શીખવીશ. પિતા AMCની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જૈનીલ  પોતે ડોક્ટર બનવા માગે છે. જૈનીલના પરિવારએ તેનુ નામ લિટલ રામાનુજન પાડ્યુ છે કે જે એક અર્થશાસ્ત્રી હતા તેથી તેને પરિવાર લિટલ રામાનુજન કહીને જ બોલાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ