બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites alert for haphazard parking: AMC raids city's illegal hotspots

મેગા ડ્રાઇવ / આડેધડ પાર્કિંગ કરનારા અમદાવાદીઓ ઍલર્ટ: શહેરના ગેરકાયદે હોટસ્પોટ પર ત્રાટક્યું AMC

Priyakant

Last Updated: 04:00 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC News: અમદાવાદમાં ગેરકાયદે દબાણ પર તંત્રએ બોલાવ્યો સપાટો, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તંત્રએ આવા હોટસ્પોટ પરથી દબાણ દૂર કરીને લોકોને હાશકારો આપ્યો

  • અમદાવાદમાં જ્યાં-ત્યાં પાર્કિંગ કરનારા નાગરિકો સાવધાન!
  • ટ્રાફિક જામ અને ગેરકાયદે પાર્કિંગના ‘હોટસ્પોટ’ પર AMC ત્રાટક્યું
  • જોધપુર અને સરખેજ વોર્ડમાં દબાણ હટાવવા મેગા ડ્રાઇવ હાથ ધરાઈ

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો દિન-પ્રતિદિન વિકટ બનતા જાય છે. વસ્તીનાં પ્રમાણમાં અંગત વાહનોનો વપરાશ સતત વધતો જતો હોઈ વિશાળ રોડ પણ સાંકડા પડી રહ્યા છે. જોકે અનેક વાહનચાલકો રોડ પર આડેધડ પોતાનાં વાહન પાર્ક કરીને ઓફિસના કામે કે શોપિંગ માટે નીકળી જતા હોઈ રોડ વધુ સાંકડા થાય છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ટ્રાફિક જામની સમસ્યાનાં નિરાકરણ માટે ગેરકાયદે પાર્કિંગને લગતા હોટસ્પોટને ટાર્ગેટ કર્યા છે અને ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તંત્રએ આવા હોટસ્પોટ પરથી દબાણ દૂર કરીને લોકોને હાશકારો આપ્યો છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કેશવબાગથી માનસી સર્કલ, જજીસ બંગલોથી પકવાન ચાર રસ્તા અને ઇસ્કોન ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તા થઈ વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર ગઈ કાલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરવામાં આવેલા આ અભિયાન હેઠળ તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરીમાં સપાટો બોલાવ્યો હતો અને ગેરકાયદે પાર્ક કરેલાં વાહનને લોક માર્યાં હતાં. આમાં ગેરકાયદે પાર્ક થતી રિક્ષાઓને પણ દૂર કરાઈ હતી.

આ સાથે પ્રભાત ચોક ચાર રસ્તા, ડમરુ ચાર રસ્તા, જજીસ બંગલો ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પરથી દબાણો દૂર કરાતાં વાહન વ્યવહાર સરળ બન્યો હતો. હાઈકોર્ટ સમક્ષ તાજેતરમાં થયેલી પીઆઇએલ હેઠળ રોડ પરનાં લૂઝ દબાણ તેમજ વાહનને લોક કરીને એસ્ટેટ વિભાગની ટીમે રૂ. 35,500નો દંડ વસૂલ્યો હતો. 15 ગાડી, 44 બોર્ડ-બેનર તેમજ 99 પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને રોડ પરનાં 75 વાહનને તાળાં મરાયાં હતાં. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમે ટ્રાફિક પોલીસની સાથે રહીને જોધપુર વોર્ડ અને સરખેજ વોર્ડમાં દબાણ હટાવવા મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. 

આ સાથે ઈસ્કોન સર્કલથી કર્ણાવતી ક્લબ ચાર રસ્તા, પી સર્કલ ચાર રસ્તા થઈ ઉજાલા સર્કલ સુધીના એસજી હાઈવેના બંને તરફના સર્વિસ રોડ સહિતના રોડ પરથી તંત્રએ 11  લારી, 2 ટેમ્પો, 2 ગલ્લા, 3 છત્રી, 8 પ્લાસ્ટિક ટેબલ, 16 પ્લાસ્ટિક ખુરશી, 3 ગેસના બાટલા, 12 પ્લાસ્ટિક કેરેટ અને 247 પરચૂરણ માલસામાન મળીને કુલ 304 માલસામાન જપ્ત કરાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ