બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmedabad, Vadodara and Rajkot will get new mayors in 10 days

કોણ બનશે મેયર? / અમદાવાદ, વડોદરા અને રાજકોટને 10 જ દિવસમાં મળશે નવા મેયર: ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા

Malay

Last Updated: 04:15 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BJP Started Sens Process: અમદાવાદ, વડોદરા અને રાજકોટના નવા મેયરની 11 સપ્ટેમ્બરે થઇ શકે છે જાહેરાત, અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા મેયરની કરાશે નિમણૂક.

  • મનપાના હોદ્દેદારોની વરણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ 
  • પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ હાથ ધરી સેન્સ પ્રક્રિયા
  • મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કેટલાક નામની ચર્ચા 
  • લોકસભાને લઈને જાતિગત સમીકરણના આધારે થશે વરણી! 

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જેના કારણે પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન માટે એક પછી એક કોર્પોરેટરને બોલાવીને તેમના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. 11મી સપ્ટેમ્બરે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળનારી સામાન્ય સભામાં મેયરના નામ જાહેર થશે.

11 સપ્ટેમ્બરે મેયરનું નામ કરાશે જાહેર
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થવા જઈ રહી છે, ત્યારે 11મી સપ્ટેમ્બરે અમદાવાદને નવા મેયર મળશે. 11 સપ્ટેમ્બરે સવારે કોર્પોરેશન ખાતે મળનારી સામાન્ય સભામાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. જે બાદ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓના નામ જાહેર કરાશે. 

ઓસ્વાલ ભવન ખાતે ચાલી રહી છે સેન્સ પ્રક્રિયા 
અમદાવાદના શાહીબાગના ઓસ્વાલ ભવન ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો કે. સી. પટેલ, રાણા દેસાઈ અને ભીખીબેન પરમાર દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. 11મી સપ્ટેમ્બરે નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યારે આ કયું નામ હશે તેને લઈને અટકળો ચાલી રહી છે. જૈન, પટેલ અને ક્ષત્રિય સમાજમાંથી ભાજપના કેટલાક મહિલા કોર્પોરેટરના નામ રેસમાં આગળ છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ મેયરની રેસમાં અત્યારે પ્રતિભા જૈન, શીતલ ડાગા અને ગીતાબેન પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.  નિરીક્ષકો દ્વારા કોર્પોરેટરો અને ધારાસભ્યોની સેન્સ લેવામાં આવશે.  જે પણ નામનું સૂચન કરવામાં આવશે તે તમામ નામોને નિરીક્ષકો દ્વારા પ્રદેશને મોકલવામાં આવશે. 11મી સપ્ટેમ્બરના રોજ સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળનારી સામાન્ય સભામાં નામ જાહેર થશે.

વડોદરા મેયર તરીકે આ નામો ચર્ચામાં
વડોદરાના સંયાજીગંજ વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ દિપક સાથી, ધારાસભ્ય રાકેશ શાહ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કોર્પોરેટરો, પ્રભારીઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આપને જણઆવી દઈએ કે, વડોદરાના મેયરની રેસમાં નંદાબેન જોશી, સ્નેહલબેન પટેલ, સંગીતાબેન ચોક્સી અને હેમીશાબેન ઠક્કરના નામ ચર્ચાઈ રહ્યા છે. 

રાજકોટમાં ગઈકાલે હાથ ધરાઈ હતી સેન્સ પ્રક્રિયા
રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જેથી ગતરોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના નેતાઓ જયંતિભાઈ કવાડિયા, આદ્યશક્તિબેન મજમુદાર અને બ્રિજરાજસિંહ દ્વારા કાઉન્સિલરો અને પદાધિકારીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. રાજકોટના નવા મેયર માટે ડો. દર્શનાબેન પંડ્યા, જ્યોત્સ્નાબેન ટીલાળા, વર્ષાબેન રાણપરા અને પ્રીતિબેન દોશીનું નામ ચર્ચામાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ