બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad SOG arrests fake Nayab Mamlatdar

ચોંકાવનારો ઘટસ્ફોટ / લો બોલો! ટોલટેક્સથી બચવા આરોપી બની ગયો નાયબ મામલતદાર, વલસાડ અને અમદાવાદમાં હતો વોન્ટેડ

Malay

Last Updated: 04:04 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અનેક ગુનામાં વોન્ટેડ આરોપી ટોલ ટેક્સ ન ભરવો પડે તે માટે બની ગયો નાયબ મામલતદાર, અટકાયત બાદ જ્યારે આરોપીની અંડજડતી કરી ત્યારે ફૂટ્યો ભાંડો.

  • અનેક ગુનામાં નાસતાફરતા આરોપીની ધરપકડ
  • ટોલ ટોક્સના પૈસા બચાવવા બન્યા નકલી નાયબ મામલતદાર
  • અંગજડતી કરતા ખીસ્સામાંથી મળી આવ્યા બે આઈકાર્ડ

Ahmedabad News: PMO, CMO, NIA, CBI, ક્રાઈમ બ્રાન્ચ, ED તેમજ વિવિધ સરકારી એજન્સીઓના બોગસ અધિકારી બનીને તોડપાણી કરતા ગઠિયાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વોન્ટેડ આરોપીને પકડ્યો ત્યારે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આરોપી પાસેથી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટના નાયબ મામલતદારનું આઈડી કાર્ડ મળી આવ્યું હતું. ટોલનાકા પર રૂપિયા ન ભરવા પડે તે માટે આરોપીએ નાયબ મામલતદારનું કાર્ડ બનાવી લીધું હતું. આરોપી વલસાડ તેમજ અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશનના અનેક ગુનામાં વોન્ટેડ હતો. SOGના હાથમાં બગાસું ખાતા પતાસું આવી ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે.

એસઓજીની ટીમને મળી હતી બાતમી
SOGની ટીમને બાતમી મળી હતી કે ઘોડાસર વિસ્તારમાં આવેલા એમ્પાયર હાઈટ્સમાં રહેતા અને મૂળ અરવલ્લી જિલ્લાના કિરીટ અમીન વિરુદ્ધ વલસાડના ધરમપુર પોલીસ સ્ટેશનમાં તેમજ અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાં સંખ્યાબંધ ગુના દાખલ થયા છે, તે ઓઢવ રિંગરોડ પર ઊભો છે. તમામ ગુનામાં કિરીટ વોન્ટેડ હોવાથી એસઓજીની ટીમ તેને પકડવા માટે ઓઢવ પહોંચી હતી, જ્યાં તેને કોર્ડન કરી લીધો હતો. કિરીટની અંગજડતી કરતા તેની પાસેથી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત રેવન્યુ  ડિપાર્ટમેન્ટના નાયબ મામલતદારનું આઈડીકાર્ડ મળી આવ્યું હતું. 

અનેક ગુનામાં વોન્ટેડ હતો કિરીટ
કિરીટ પોતે નાયબ મામલતદાર હોવાનો રોફ મારતો હતો અને જ્યારે ટોલટેક્સ આવે ત્યારે તે કાર્ડનો દુરુપયોગ કરતો હતો. કિરીટ મોડાસામાં આવેલી મામલતદાર કચેરીમાં જ્યારે ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો, ત્યારે તેણે નાયબ મામલતદારનું કાર્ડ બનાવ્યું હતું. SOG ટીમ દ્વારા કિરીટ અમીનની ધરપકડ કરી તેને વડી કચેરીએ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની આગવી પૂછપરછ પણ થઈ હતી. કિરીટ અમીન ઘણા ગુનાઓમાં વોન્ટેડ હતો. કિરીટ અમીન વિરુદ્ધ છેતરપિંડી સહિત ધાકધમકીના અનેક ગુના દાખલ છે. 

અંગજડતી કરતા ફૂટ્યો ભાંડો
SOGની ટીમને પણ ખ્યાલ હતો નહીં કે કિરીટ અમીન નાયબ મામલતદાર બનીને ફરી રહ્યો છે. જ્યારે જેની અંગજડતી કરી ત્યારે તેનો ભાંડો ફૂટ્યો હતો. કિરીટ અમીન પાસે એક નહીં, બે નાયબ મામલતદારના કાર્ડ મળી આવ્યા હતા. જેના આધારે તે કેટલાક ગેરકાયદેસર કામ કરતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કિરીટ અમીને નાયબ મામલતદાર બનીને લોકો પાસેથી પૈસા પડાવ્યા છે કે નહીં તે દિશામાં હાલ એસઓજીએ તપાસ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ