બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Police removed the killer bumps installed at the end of Chanakyapuri Bridge

નિષ્ફળ પ્રયોગ / અમદાવાદમાં કિલર બમ્પની જ હવા નીકળી ગઈ, પણ નિયમો તોડનારા ન જ સુધર્યાં! પોલીસે જુઓ શું કર્યું

Vishal Khamar

Last Updated: 12:42 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં થોડા સમય અગાઉ પોલીસ દ્વારા રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોની બેદરકારીને લઈ બ્રિજના છેડે કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. જે કિલર બમ્પ પાંચ મહિનામાં જ ગાયબ થઈ જતા ટ્રાફિક પોલીસને પ્રયોગ નિષ્ફળ સાબિત થયો હતો.

  • અમદાવાદમાં કિલર બમ્પ પણ રોંગ સાઇડ જતા લોકોને ન રોકી શક્યો
  • ચાણક્યપુરી બ્રિજના છેડે લગાવાયેલા કિલર બમ્પ હટાવી લેવાયા
  • રોંગ સાઇડ જતા વાહનોના ટાયર પંક્ચર કરનાર બમ્પ 5 મહિનામાં ગાયબ 

 અમદાવાદમાં ચાણક્યપુરી બ્રિજના છેડે થોડા સમય અગાઉ રોંગ સાઈડે જતા વાહન ચાલકોને રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ત્યારે અમદાવાદની પ્રજાને કિલર બમ્પ પણ રોંગ સાઈડ જતા લોકોને રોકી શક્યો ન હતો. જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજના છેડે લગાવાયેલા કિલર બમ્પ હટાવી લેવામાં આવ્યા હતા. ત્યારે રોંગ સાઈડ જતા વાહન ચાલકોના ટાયર પંક્ચર કરનાર બમ્પ 5 મહિનામાં જ ગાયબ થઈ ગયા હતા.

ફાઈલ ફોટો

ટ્રાફિક પોલીસે આખરે હાર માની કિલર બમ્પ હટાવી લીધા 
જ્યારે કિલર બમ્ય લગાવવામાં આવ્યા ત્યારે બમ્પ પરથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે ઓગસ્ટ 2023 માં લગાવાયેલા કિલર બમ્પ 5 મહિનામાં જ ગાયબ થઈ જવા પામ્યા હતા. બમ્પ લગાવાયા બાગ ધારદાર સળિયાઓનું સમારકામ પણ કરાયું હતું. પરંતું  છેલ્લે ટ્રાફિક પોલીસે આખરે હાર માની કિલ બમ્પ હટાલી લીધા હતા. સમગ્ર દુનિયામાં ટ્રાફિક નિયમન માટેનો સફલ પ્રયોગ અમદાવાદમાં નિષ્ફળ રહ્યો હતો. 

ફાઈલ ફોટો

રોંગ સાઈડ ડ્રાઈવિંગનું પરિણામ જોઈ લો!

  • 2022: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 62 બનાવ
  • 2021: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 63 બનાવ
  • 2020: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 63 બનાવ
  • 2019: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 62 બનાવ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ