બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad News: A serious allegation on the functioning of satellite and Vastrapur police

અમદાવાદ પોલીસ વિવાદમાં / 'સાહેબ પોલીસ દ્વારા વારંવાર અમારો ધંધો બંધ કરાવી દેવાય છે', ફૂડકોર્ટ માલિકનો સેટેલાઈટ-વસ્ત્રાપુર પોલીસ પર આરોપ

Malay

Last Updated: 02:38 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ન્યૂઝ: સેટેલાઈટ અને વસ્ત્રાપુર પોલીસની કામગીરી પર ગંભીર આરોપ, છેલ્લા 1 વર્ષથી પોલીસ કર્મીઓ હેરાન કરતા હોવાનો ફૂડકોર્ટના માલિકનો આક્ષેપ

 

  • અમદાવાદ શહેર પોલીસ વધુ એક વખત વિવાદમાં 
  • સેટેલાઈટ અને વસ્ત્રાપુર પોલીસ પર ગંભીર આરોપ 
  • ફૂડકોર્ટ માલિકના પોલીસ પર હેરાનગતિના આક્ષેપ 

Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. સેટેલાઈટ અને વસ્ત્રાપુર પોલીસની કામગીરી પર ગંભીર આરોપ લાગ્યા છે. ઈસ્કોન બ્રિજ પાસેના ફૂડકોર્ટ માલિકે પોલીસ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. ફૂડકોર્ટના માલિકે આક્ષેપ કરતા જણાવ્યું કે, સેટેલાઈટ પોલીસ સ્ટેશનની હદ હોવા છતાં છેલ્લા 1 વર્ષથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હેરાન પરેશાન કરી રહ્યા છે, કંટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો હોવાનું કહીને દરરોજ રાત્રે પોલીસ ધંધો બંધ કરાવે છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

ગણેશ ચોકમાં ફૂડ કોર્ટ ચલાવતા નિલેશ મિસ્ત્રીનો આક્ષેપ 
અમદાવાદના એસજી હાઈવે પર રાજપથ ક્લબની સામે ગણેશ ચોકમાં ફૂડ કોર્ટ આવેલો છે. જ્યાં રાત્રી દરમિયાન ખાણીપીણીની લારીઓ ઉભી રહે છે, આ AMCનો પ્લોટ છે. આ પ્લોટના દર વર્ષે 6 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે. ત્યારે પોલીસકર્મીઓ છેલ્લા ઘણા સમયથી રાત્રે 12-1 વાગ્યે આવે છે અને લાઈટો બંધ કરાવી દે છે. રાત્રે અહીં જમવા માટે આવેલા ગ્રાહકોને પણ પોલીસ દ્વારા ડંડાથી ભગાડી દેવામાં આવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં સેટેલાઈટ પોલીસ સ્ટેશનની હદ લાગે છે, છતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અહીં આવે છે અને ધંધો કરવા દેતા નથી તેવું ફુડ કોર્ટના માલિક નિલેષ મિસ્ત્રીએ આક્ષેપ કર્યા છે.

પોલીસ કર્મીઓ ગ્રાહકોને પણ હેરાન કરે છેઃ નિલેશ મિસ્ત્રી
નિલેષ મિસ્ત્રીએ જણાવ્યું છે કે, આ મામલે વિવિધ વિભાગો અને અધિકારીઓને 150થી વધુ અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, હજુ પણ દરરોજ પોલીસ આવે છે અને દુકાન બંધ કરાવે છે. દરરોજ પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિથી કંટાળીને મેં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં RTI કરી હતી. મેં RTI કરીને પોલીસ ઈન્સ્પેક્ટર પાસે ફૂડ કોર્ટ કેટલા વાગ્યા સુધી ચાલુ રાખી શકાય વગેરે જેવી વિગતો માંગી હતી. જેના જવાબમાં પોલીસ સ્ટેશનના PI દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફૂડ કોર્ટ કેટલા વાગ્યા સુધી ચાલું રાખવે તેને લઈને કોઈ પરિપત્ર નથી. રાત્રે કેટલા વાગ્યા સુધી ધંધો કરવો તે અંગે કોઈ પરિપત્ર નથી તેવો RTIમાં જવાબ આવ્યો છે. 

150થી વધુ અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી નહીઃ નિલેષ મિસ્ત્રી 
તેઓએ જણાવ્યું કે, સેટેલાઈટ પોલીસ સ્ટેશનની હદ હોવા છતાં વસ્ત્રાપુર પોલીસ આવે છે. છેલ્લા 1 વર્ષથી રાત્રીના સમયે 12 વાગ્યે, 1 વાગ્યે ગમે ત્યારે પોલીસ કર્મીઓ ગાડી લઈને આવે છે અને ડંડાવડે ગ્રાહકોને ભગાવે છે. તથા ધંધો બંધ કરાવે છે. પોલીસ દ્વારા ગ્રાહકો પર ડંડા ઉગાવવામાં આવે છે. પોલીસ જાણી જોઈને હેરાન પરેશાન કરી રહી છે. 

'હેરાનગતિ બંધ નહીં થાય તો હાઈકોર્ટમાં જઈશ'
નિલેષ મિસ્ત્રીએ કહ્યું કે, મેં અનેક અરજીઓ કરી છે, છતાં પોલીસની હેરાનગતિ બંધ થઈ નથી, મને આ સમસ્યામાંથી છુટકારો નહીં મળે તો હવે હું આ મામલે હાઈકોર્ટમાં અરજી કરીશ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ