બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Municipal Corporation's food department in action ahead of Diwali festival

ઓહ બાપ રે! / અમદાવાદીઓ, ચેતજો! સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્ય જશે: જલારામ પરોઠા હાઉસથી લઈને શ્રીજી ડેરી સુધી, તપાસમાં જુઓ કોના કોના ઘી-પનીરના સેમ્પલ ફેલ

Malay

Last Updated: 08:02 AM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: દિવાળીના તહેવાર પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ એક્શનમાં, મનપાએ લીધેલા ઘી-પનીરના 4 સેમ્પલ લેબોરેટરીમાં ફેલ થયા

  • અમદાવાદીઓ સાવધાન 
  • ઘી અને પનીર ખરીદતા પહેલા ચેતજો 
  • લોકોના આરોગ્ય સાથે થાય છે ચેડા 
  • મનપાએ લીધેલા ઘી-પનીરના નમૂના ફેલ 
  • બજારમાં નકલી ઘી-પનીરની ભરમાર 

Ahmedabad News: તહેવારની સિઝન શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદીઓ ઘી અને પનીર ખરીદતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના સેમ્પલ પૈકી ઘીના 3 અને પનીરનું એક સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. એટલે કે ઘી-પનીરના નમૂના તપાસમાં ફેલ થયા છે. AMC દ્વારા લેવામાં આવેલા ઘી-પનીરના નમૂના મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા બાદ શહેરમાં અનેક જગ્યાએ સબસ્ટાન્ડર્ડ ચીજવસ્તુઓ વેચાતી હોવાનું પૂરવાર થઈ રહ્યું છે.  

After Rajkot, now in Vadodara came sub standard paneer samples

તહેવાર પહેલા ફૂડ વિભાગ એક્શનમાં
દિવાળીના તહેવારોમાં જાહેર આરોગ્યને હાનિ પહોંચાડે તેવા વાસી તથા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ રોકવા કમિશનરની તાકીદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. AMCના ફૂડ વિભાગ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મનપાના અધિકારીઓ ટીમ બનાવીને ઝોન વાઈઝ ચેકિંગ હાથ ધરી રહ્યા છે. 

ઘી-પનીરના સેમ્પલ ફેલ સાબિત થયા
મનપાની તપાસમાં શહેરના કેટલાક વેપારીઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યુ છે. કારણ કે મનપા દ્વારા લેવામાં આવેલા સેમ્પલોમાંથી કેટલાક સેમ્પલો ફેલ ગયા છે. મનપાએ લીધેલા ઘી-પનીરના સેમ્પલ ફેલ સાબિત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાલડી સીએનજી પંપ પાસે આવેલા જલારામ પરોઠા હાઉસમાંથી ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લીધા હતા. જે મ્યુનિ, પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. 

ઘી-પનીરના 4 સેમ્પલ લેબોરેટરીમાં ફેલ સાબિત થયા
તો જૂના માધુપુરામાં ટાકાટુકા ટ્રાન્સપોર્ટ પાસે આવેલા એચ.પી ફૂડ્સમાંથી લીધેલ ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. સાથે નિકોલ ગામમાં આવેલ સહજાનંદ ઘી પાર્લરમાંથી લેવામાં આવેલું ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. મેમનગર સુભાષ ચોક પાસે આવેલ શ્રીજી ડેરી પાર્લરનું ઘીનું સેમ્પલ ફેલ થયુ છે.   

એક જ તેલમાં વારંવાર બનતી હતી વાનગી : ઇસનપુરના બનારસી સમોસા હાઉસને આરોગ્ય  વિભાગે કર્યુ સીલ | dish that was made repeatedly in the same pan Isanpurs  Banarasi Samosa House sealed by

163 એકમને ફટકારી નોટિસ
અત્રે ઉલ્લેખનીય છે કે, મનપાના ફૂડ વિભાગે એક સપ્તાહમાં 411 એકમની તપાસ કરી હતી, જેમાંથી એક હજાર કિલો-લિટર જેટલી બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજોનો નાશ કરવામાં આવ્યો હતો અને 163 એકમને નોટિસ ફટકારી દોઢ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ