બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Municipal Corporation Department of Health and Food Dessert samples

ગુણવત્તા / સ્વાદરસિકો જરા સંભાળીને, તમે ઝેર તો નથી ખાતાને.! જલેબી ફાફડાના ફૂડ સેમ્પલના રિપોર્ટને હજુય 12 દિવસ લાગશે

Vishnu

Last Updated: 10:10 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દશેરાના તહેવાર પહેલા બજારમાં હાલ જલેબી ફાફડા અને મીઠાઈની ખરીદીનો મહાલો જામ્યો છે. આથી વેપારીઓ પણ ગમે તેમ કરીને ગ્રાહકોને માલ પૂરો પાડવા કમર કસી રહ્યા છે.

  • જલેબી ફાફડા માટે જામી કતાર
  • મીઠાઈની દુકાનોમાં સર્જાઈ ભીડ,
  • સેમ્પલ લીધા પણ રિપોર્ટ 12 દિવસે આવશે

તહેવારો નજીક આવતા ખાદ્યસામગ્રીની ગુણવત્તા સામે શંકાઓ પણ ઊભી થઈ રહી છે. આથી રાજ્યની અનેક મહાનગર પાલિકાઓનો આરોગ્ય અને ફૂડ વિભાગ સફાળો જાગ્યો છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, લોકોના પેટમાં ઝેર જાય તે પછી ફૂડ અને સેફ્ટી વિભાગના રિપોર્ટ આવે છે.

ક્યાં તમે ઝેર તો નથી ખાતાને?
હવે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે. મીઠાઈ અને ફરસાણ વગર બધાને તહેવારો અધૂરા લાગે છે. જો કે સ્વાદ રસિકો તો તહેવાર અગાઉથી જ મીઠાઈની દુકાનો પર લાઈનમાં ઊભા રહી જાય છે..આવતી કાલે દશેરા છે ત્યારે અમદવાદમાં અત્યારથી જ ફાફડા જલેબીની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. અમદાવાદમાં ફાફડા-જલેબી માટે અત્યારથી જ લાઈન લાગી છે. ગત વર્ષ કરતા ફાફડા જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે છતાં સ્વાદ રસિયાઓની ભીડમાં ઘટાડો જોવા મળ્યો નથી. તો આ તરફ રાજકોટમાં દશેરા પહેલા ડેરીમાં મીઠાઈ ખરીદવા લોકોની ભીડ જામી છે. દશેરાના તહેવાર પહેલા બજારમાં હાલ જલેબી ફાફડા અને મીઠાઈની ખરીદીનો મહાલો જામ્યો છે. આથી વેપારીઓ પણ ગમે તેમ કરીને ગ્રાહકોને માલ પૂરો પાડવા કમર કસી રહ્યા છે. ત્યારે ખાદ્યસામગ્રીની ગુણવત્તા સામે શંકાઓ પણ ઊભી થઈ રહી છે. 

ફૂડ સેમ્પલિંગની  શરૂ થઈ કવાયત
આથી અમદાવાદ મહાનગર પાલિકાનો આરોગ્ય અને ફૂડ વિભાગ સફાળો જાગ્યો છે. ફૂડ વિભાગ ખાણી પીણી એકમોમાંથી સેમ્પલ લઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ઓસ્વાલ ફાફડા જલેબી સહીતના એકમો પર થી ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા મીઠાઈ ઉત્પાદકોમાં ફફડાડ વ્યાપી ગયો છે. તો આ તરફ રાજકોટના મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટના ગાયત્રીનગર  વિસ્તારમાં આવેલી અનેક ફરસાણની દુકાનોમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ફૂડ શાખાના અધિકારીઓ કેમિકલ દ્વારા ટેસ્ટ કરતા માલુમ પાડ્યું હતું ,કે મીઠાઈમાં સ્ટાર્ચ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. 

મોડા રિપોર્ટનો કશો અર્થ રહેતો નથી
આમ તહેવાર ટાણે મહાનગર પાલિકાનો ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ થયો છે. ફરસાણ અને મીઠાઈની દુકાનો માંથી સેમ્પલો લેવામાં આવે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે લેબમાં તો પ્રાઈમરી રિપોર્ટ તુંરંત મળે છે પરંતુ તેનો ટેક્નિકલ રિપોર્ટ તો 12 દિવસ બાદ જ મળે છે. આમ રિપોર્ટ આવે તે પહેલા આ ફરસાણ અને મીઠાઈ લોકોના પેટમાં પહોંચી ગયાં હોય છે. અને જનઆરોગ્યને જે નુકસાન થવાનું હોય તે થઈ જાય છે.. જેથી આ પ્રકારે સેમ્પલ ચેંકિંગનો આમનાગરિકો ને કોઈ જ ફાયદો નથી.

ઓન ધ સ્પોટ રિપોર્ટ મળે તે જરૂરી
આમ, તહેવાર આવે અને તંત્ર જાગે છે. અમદાવાદ અને રાજકોટ જેવી મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીના એકમોનું ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ તેના રિપોર્ટ આવે તે પહેલાં નકલી મીઠાઈ અને ફરસાણ આરોગાઈ ગયા હોય છે. ત્યારે ટેકનોલોજીના આ જમાનામાં લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે, લોકોના પેટમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી જાય તે પહેલાં જ રિપોર્ટ મળે તેવી વ્યસ્થા ઊભી થાય તો જ રિપોર્ટનો અર્થ સરે તેમ  છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ