મિત્રો સામાન્ય રીતે બહારથી આવતા ટૂરિસ્ટ કે પછી અમદાવાદમાં રહેતા અમદાવાદ રાત્રે જ નાસ્તો કરવાની ઈચ્છા થાય તો એક જ ખાણીપીણી માર્કેટ નું નામ જે લોકોના મોંઢા ઉપર સાંભળવા મળતું હોય છે આ માર્કેટ નું નામ છે માણેકચોક ખાણીપીણી માર્કેટ. કોરોના મહામારીમાં આ માણેકચોક ખાણીપીણી માર્કેટના વેપારીઓની કેવી છે હાલત આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં
ખાણીપીણીના બજારમાં મંદીનો માહોલ
70 થી 80 ટકા ધરાકીમાં ઘટાડો
વેપારીઓની હાલત પડતા પર પાટુ જેવી
અમદાવાદનું સુપ્રસિદ્ધ નાઈટ બજાર નું ખાણીપીણી માર્કેટ એટલે માણેકચોક ખાણીપીણી માર્કેટ. આ ખાણીપીણી માર્કેટને કોરોના નું ગ્રહણ લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો બીજા કોઈ માર્કેટ નહીં પરંતુ માણેકચોક ખાણીપીણી માર્કેટના જ છે રાતના સમયે માણેકચોક ખાણીપીણી માર્કેટમાં લોકોને ખાવા માટે વેટિંગ માં ઉભા રહેવું પડે છે.
ત્રણ પાળીમાં ચાલતુ માણેક ચોક
માણેક ચોકમાં વહેલી સવારે શાક માર્કેટ ભરાતું હતુ, ત્યાર બાદ સોની બજાર અને રાતે ખાણીપીણી બજાર પણ હાલ આ માર્કેટના હાલ બેહાલ છે.
70 ટકા ઘરાકી ઓછી થઈ
કોરોના મહામારી ની વચ્ચે માણેકચોક ખાણીપીણી માર્કેટ ખુલી તો ગયું પરંતુ સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં લેતાં વેપારીઓ માત્ર એક કે બે ટેબલ જ ગોઠવે છે વેપારીઓનું કહેવું છે કે પહેલા કરતા 70 ટકા ઘરાકી ઓછી થઈ રહી છે કોરોના મહામારી ની વચ્ચે લોકોમાં ડર એટલી હદે ફેલાઈ ગયો છે કે બહારનું ખાવાનું કાળી રહ્યા છે.
માણેકચોક માર્કેટ 11 વાગ્યે બંધ કરી
વેપારીઓનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા માર્કેટ ખોલવાની મંજૂરી આપી છે પરંતુ ટેબલ ખુરશી ગોઠવવાની ના પાડતા મોટા ભાગના લોકો નાસ્તો કર્યા વગર નીકળી જાય છે. જેને કારણે પણ વેપારીઓ ના વેપાર ખોરવાઈ ગયા છે. મોડી રાત સુધી ચાલુ રહેતું માણેકચોક માર્કેટ 11 વાગ્યે બંધ કરી દેતા મોડી રાતે ખાવાપીવાના શોખીન લોકો ની સંખ્યા ઓછી જોવા મળી રહી છે જેની અસર પણ અમારા વહેપાર માં જોવા મળી રહી છે.
કોરોનાના ગ્રહણે વેપારીઓની હાલ બેહાલ કારી નાખ્યા
લોકડાઉન બાદ માણેકચોક ખાણીપીણીના વેપારીઓએ ધંધા-રોજગાર શરૂ કર્યા પરંતુ કોરોનાનું ગ્રહણે વેપારીઓની હાલ બેહાલ કારી નાખ્યા છે માણસો ના પગાર પણ વેપારીઓ તેમના પર્સનલ સેવિંગ માંથી આપી રહ્યા છે. ત્યારે હવે આ વેપારીઓ કેવી રીતે આ પરિસ્થતિ માંથી જલ્દી બહાર આવે છે તે સમયે બતાવશે