બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad LG Hospital old building Renovation

નવીનીકરણ / અમદાવાદીઓ માટે ખુશખબરઃ LGની જૂની બિલ્ડિંગ તોડીને ઊભી કરાશે 9 માળની હોસ્પિટલ, 225 કરોડ ફાળવાયા

Hiren

Last Updated: 07:26 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC દ્વારા નેશનલ મેડિકલ કમિશનના ધારાધોરણ મુજબ ૭૦૦ બેડની અદ્યતન સુવિધા ધરાવતી બિલ્ડિંગ બનાવવા રૂ. ૧૩૩.૨૭ કરોડ ખર્ચાશે. કમિશનરના વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રાફ્ટ બજેટમાં LG હોસ્પિટલના નવીનીકરણ માટે કુલ રૂ. ૨૨૫ કરોડ ફાળવાયા છે.

  • LGની જૂની બિલ્ડિંગ તોડીને નવ માળની નવી હોસ્પિટલ ઊભી કરાશે
  • વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રાફ્ટ બજેટમાં LG હોસ્પિટલના નવીનીકરણ માટે કુલ રૂ. ૨૨૫ કરોડ ફાળવાયા
  • ૭૦૦ બેડની અદ્યતન સુવિધા ધરાવતી બિલ્ડિંગ બનાવવા રૂ. ૧૩૩.૨૭ કરોડ ખર્ચાશે

મણિનગર, કાંકરિયા, ઈસનપુર સહિતના પૂર્વ અમદાવાદના લાખો લોકો માટે આનંદના સમાચાર છે. મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા એલજી હોસ્પિટલની જૂની બિલ્ડિંગને તોડીને તે જગ્યાએ નવ માળની ઊંચાઈ ધરાવતી બહુમાળી હોસ્પિટલની બિલ્ડિંગ બનાવવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે એટલે ત્રણેક વર્ષમાં લોકોને તેનો લાભ મળતો થઈ જશે.

હોસ્પિટલમાં રોજના ૩૦૦૦ ઓપીડી દર્દી અને ૮૫૦ ઇનડોર દર્દી લઈ રહ્યા છે સારવાર

અમદાવાદ મ્યુનિ. તંત્ર સંચાલિત શેઠ લ. ગો. જનરલ હોસ્પિટલ એટલે કે એલ. જી. હોસ્પિટલને વર્ષ ૧૯૫૪માં ૬૦ બેડ સાથે શરૂ કરાઈ હતી. હાલમાં આ હોસ્પિટલ એએમસી મેટ મેડિકલ કોલેજ સાથે ટીચિંગ હોસ્પિટલ તરીકે જોડાયેલી હોઈ તેમાં ૧૨૦૦ બેડની સુવિધાઓ મેડિકલની બેઝિક શાખાઓ માટે ઉપલબ્ધ છે, જેમાં મેડિસિન, સર્જરી, ગાયનેક, સ્કીન, ઈએનટી, આંખ વગેરેનો સમાવેશ થાય છે. આઇસીયુ વિભાગ, પેથોલોજી લેબ વિભાગ, સોનોગ્રાફી વિભાગ, એન્ડોસ્કોપી વિભાગ, રેડિયોલોજી વિભાગ, ડિજિટલ એક્સ-રે વિભાગ તેમજ કલર ડોપ્લરની સુવિધા ધરાવતી એલજી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ અને ડીલક્સ રૂમ જેવી આધુનિક સેવાઓ પણ દર્દીઓ માટે ઉપલબ્ધ છે. એએમસી મેટ મેડિકલ કોલેજની સાથે તેના કેમ્પસમાં એલજી હોસ્પિટલની નવી બિલ્ડિંગ દસેક વર્ષ પહેલાં શરૂ કરાઈ હતી. અત્યારની જૂની હોસ્પિટલ અને નવી હોસ્પિટલમાં મળીને રોજના ૩૦૦૦ ઓપીડી દર્દી અને ૮૫૦ ઇનડોર દર્દી સારવાર લઈ રહ્યા છે.

વિઝિટર પોલિસીનું પુનઃ અમલીકરણ શરૂ કરાયું

હવે મ્યુનિ. સત્તાવાળાઓએ હોસ્પિટલ કેમ્પસની જૂની ચાર માળની બિલ્ડિંગને તોડીને તેની જગ્યાએ નવ માળની ઊંચાઈ ધરાવતી બહુમાળી હોસ્પિટલ બિલ્ડિંગ ઊભી કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જેમાં ૭૦૦ બેડની સુવિધા દર્દી માટે ઉપલબ્ધ કરાશે તેમજ તેને નેશનલ મેડિકલ કમિશનના ધારા ધોરણ મુજબ બનાવાશે. અત્યારે જૂની બિલ્ડિંગમાં એડમિનિસ્ટ્રેટિવ વિંગ હેઠળ વિભિન્ન અધિકારીઓની ઓફિસ તેમજ સાઇકિયાટ્રિક વિભાગ છે. આ વિભાગોનું હયાત નવી બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરવાનું આયોજન હાથ ધરાયું છે. ત્યાર બાદ મેડિસિન વિભાગ, પીડિયાટ્રિક વિભાગ, ગાયનેક, ટીબી વિભાગ વગેરેની સુપર સ્પેશિયાલિસ્ટ સેવા શરૂ કરાશે. ઉપરાંત કાર્ડિયોલોજી, કાર્ડિયોથેરાસિક સર્જન, ન્યૂરો સર્જરી, ન્યૂરો મેડિસિન તેમજ અન્ય સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ તબક્કાવાર શરૂ કરાશે તેમજ દર્દીઓને તમામ પ્રકારની સારવાર અને સુવિધા ઝડપથી જુદી પાડી શકાય તે માટે વિઝિટર પોલિસીનું પુનઃ અમલીકરણ શરૂ કરાયું છે.

તંત્ર દ્વારા હાલની જૂની ચાર માળની હોસ્પિટલને તોડીને નવી નવ માળની અદ્યતન સુવિધાઓ ધરાવતી બહુમાળી બિલ્ડિંગ ઊભી કરવા માટે રૂ. ૧૩૩.૨૭ કરોડનું ટેન્ડર બહાર પડાયું છે. આ બહુમાળી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે ઓપીડી વિભાગ ધમધમશે, જ્યારે અન્ય માળમાં રેડિયોલોજી સહિતના વિભાગ અને ઓપરેશન થિયેટરની વ્યવસ્થા ઊભી કરાશે.

મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ તેમના આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના રૂ. ૮૧૧૧ કરોડના ડ્રાફ્ટ બજેટમાં એલજી હોસ્પિટલ કેમ્પસની જૂની બિલ્ડિંગના નવીનીકરણ માટે રૂ. ૨૨૫ કરોડની ફાળવણી કરી છે.

વીએસ માટે રૂ. ૧૬૦ કરોડ અને શારદાબહેન હોસ્પિટલ માટે રૂ. ૧૮૦ કરોડ ફાળવાયા

કમિશનર સહેરાએ ડ્રાફ્્ટ બજેટમાં વીએસ હોસ્પિટલ બિલ્ડિંગના નવીનીકરણ માટે રૂ. ૧૬૦ કરોડ અને શારદાબહેન હોસ્પિટલને નવા રંગરૂપ આપવા રૂ. ૧૮૦ કરોડની રકમ ફાળવી છે. આમ આ ત્રણેય મ્યુનિ. હોસ્પિટલોની કાયાપલટ કરવાની દિશામાં કમિશનરે આગેકૂચ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ