બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Kankaria Carnival timings change

BIG NEWS / ઠંડી અને કોરોનાને લઈ કાંકરિયા કાર્નિવલના સમયમાં મોટો ફેરફાર, આટલા વાગ્યા સુધી જ ચાલશે કાર્યક્રમો

Dinesh

Last Updated: 05:51 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનો બહુ ચર્ચેતિ કાંકરિયા કાર્નિવલનો ગઈ કાલે પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના સમયમાં ફેરફાર કરાયો છે રંગારંગ કાર્યક્રમ સાંજે 6 વાગ્યે શરૂ થશે અને 9 વાગ્યા સુધી જ ચાલશે

  • અમદાવાદના કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર 
  • કાર્નિવલના રંગારંગ કાર્યક્રમ સાંજે 6 વાગ્યે થશે શરૂ
  • રાત્રે 9 વાગ્યા સુધી જ ચાલશે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમો

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ રંગે ચંગે ગઈકાલે શરૂ થઈ ચૂક્યો છે. કાકરિયા કાર્નિવલમાં લોકોની ભારે ભીડ જોવા મળી પણ રહી છે તેમને જણાવી દઈએ કે કાકરિયા કાર્નિવલના સમયમાં મોટો ફેરફાર કરાયો છે 

અમદાવાદના કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર 
ગઈકાલથી પ્રારંભ થયેલો કાંકરિયા કાર્નવલના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કાર્નિવલનો રંગારંગ કાર્યક્રમ સાંજે 6 વાગ્યે શરૂ થશે અને 9 વાગ્યા સુધી જ ચાલશે. AMCએ ઠંડી અને કોરોનાને લઇને મોટો નિર્ણય લીધો છે. પહેલા 7થી 10 વાગ્યા સુધી કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ ચાલતો હતો.

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સતર્ક
કાકરિયા આસપાસ ટ્રફિક ન થાય તે માટે ટ્રાફિક પોલીસે નો પાર્કિગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્નનના રૂટ જાહેર કર્યા છે. તેમજ કેટલાક માર્ગો પર સવારે 7થી રાતના એક વાગ્યા સુધ ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કેમેરાથી સમગ્ર કાર્યક્રમ પર નજર રખાશે
કાર્નિવલ દરમ્યાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મેડીકલ સહિતની ટીમ તેમજ મેડીકલવાન પણ ત્યાં રાખવામાં આવ્યાં છે. તેમજ સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાંકરિયામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યાં છે. તેમજ તેના માટે અલગ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

6 દિવસ સુધી યોજાશે અલગ-અલગ કાર્યક્રમો
અમદાવાદના આંગણે 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રાખવામા આવ્યા છે. જેમાં રાજભા ગઢવી, વિજય સુવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો ભજન સાહિત્યની રમઝટ બોલાવશે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બાળકો માટે બાળ નગરી ઉભી કરાઈ
વધુમાં આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા તીસરી આંખ થકી સતત મોનીટરીંગ અને નજર રાખવામાં આવી રહી છે. વધુમાં અલગ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. આ અવસરે 25 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ રહ્યાં છે જે તમામને નિઃશુલ્ક પ્રવેશ આપવામા આવી રહ્યાં છે. આ ઉપરાંત નાના બાળકો માટે બાળનગરી બનાવાઈ છે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ અને વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનના સભ્ય કામગીરી કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ