બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad Hookah Bar raid State Monitoring Cell sarkhej poilce

હાઈપ્રોફાઇલ હુક્કાબાર / અમદાવાદમાં સેક્રેડ 9 કાફેમાં DG વિજિલન્સના દરોડા : 68 યુવક-યુવતી હુક્કો પીતા પકડાયા, સંચાલક સહિત 4 વિરૂદ્ધ ફરિયાદ

Hiren

Last Updated: 04:07 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ફરી એક વખત હુક્કાબાર ઝડપાયું. ડિજી વિજિલન્સની ટીમે સેક્રેડ 9 કાફેમાં રેડ કરીને યુવક-યુવતી સહિત 68 લોકોને ઝડપ્યા છે. ડિજી વિજિલન્સએ કાફેના સંચાલક સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

  • અમદાવાદમાં હુક્કાબાર પર પોલીસના દરોડા
  • ૬૮ યુવક-યુવતીઓ હુક્કો પીતા ઝડપાયાં
  • હર્બલની આડમાં નિકોટિનવાળા હુક્કા પીરસવામાં આવતા હતાઃ સૂત્ર

અમદાવાદ શહેરના એસજી હાઇવે, બોપલ, સિંધુભવન રોડ સહિતના પોશ વિસ્તારો છેલ્લા ઘણા સમયથી પાર્ટી હબ બનીને ઊભરી આવ્યા છે. સાંજે છ વાગે એટલે પોશ વિસ્તારની રોનક બદલાઇ જાય છે અને પાર્ટીઓ શરૂ થઇ જાય છે. મોડી રાતે યોજાતી આ પાર્ટીમાં શરાબ, શબાબ, ડ્રગ્સ તેમજ હુક્કાનું આયોજન પણ થાય છે. યુવાઓનાં આયોજન પર પાણી ફેરવી દેવા માટે પોલીસ પણ એલર્ટ મોડમાં હોય છે, જે અનુસંધાને ગઇકાલે સ્ટેટ મોનિટરિંગ સેલ અને સરખેજ પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંબલી રોડ પર ધમધમતા એક હુક્કાબાર પર પર દરોડા પાડ્યા હતા.

હર્બલ હુક્કાબારની આડમાં નિકોટિનવાળા હુક્કા પીરસવામાં આવતા હતાઃ સૂત્ર
પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે આ હુક્કાબારમાં હર્બલ ફ્લેવરનો ઉપયોગ થાય છે અને ત્યાં ૬૮ યુવક અને યુવતીઓ હુક્કા પીતાં હતાં. હર્બલ હુક્કાબારની આડમાં નિકોટિનવાળા હુક્કા પીરસવામાં આવતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કાફેમાંથી જુદા જુદા ફ્લેવરના હુક્કા મળી આવ્યા છે. પોલીસે 13 હર્બલ ફ્લેવર અને 29 જેટલા હુક્કાઓ જપ્ત કર્યા છે.

60 યુવક અને 8 યુવતીઓ હુક્કો પીતા ઝડપાઈ
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે આંબલી રોડ પર આવેલા ‘સેક્રેડ 9’  નામના કાફેમાં હુક્કાબાર ચાલી રહ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તેમજ સરખેજ પોલીસની ટીમ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રેડ કરી હતી. મોડી રાતે પડેલા દરોડામાં હુક્કા પીતાં ૬૦ યુવકો અને આઠ યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમનાં નિવેદન લઇને તેમને છોડી મૂકવામાં આવ્યાં છે. 

તો ડિજી વિજિલન્સની ટીમે હુકકબારની સામગ્રી અને આરોપી સરખેજ પોલીસને સોંપ્યા છે. આ હર્બલ ફ્લેવરના હુક્કામાં કેફી પ્રદાર્થ છે કે નહીં તે જાણવા 42 હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ FSL માં મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 

હુક્કાબારના માલિક અને મેનેજર સામે નોંધાશે ગુનો
હુક્કાબાર પર પ્રતિબંધ છે પરંતુ હર્બલ ફ્લેવરનો ઉપયોગ કરવાની પરમિશન હાઇકોર્ટે પણ આપી છે. પોલીસે દરોડા દરમિયાન ૨૯ હુક્કા જપ્ત કર્યા છે જ્યારે હર્બલ ફ્લેવર પણ જપ્ત કરી છે. હાલ પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને હુક્કાની ફ્લેવરને એફએસએલમાં મોકલી આપી છે. હુક્કાની ફ્લેવરમાં જો નિકોટિન નીકળશે તો હુક્કાબારના માલિક અને મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. 

સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યું છે કે હુક્કાબાર કેવલ પટેલ નામના યુવકનો છે અને તેણે મેનેજરને ચલાવવા માટે આપ્યો હતો. હુક્કાબારમાં જ્યારે દરોડા પાડ્યા ત્યારે ખબર પડી કે તેઓ હર્બલ ફ્લેવરનો ઉપયોગ કરી રહ્યા છે. 

છેલ્લા 3થી 4 માસથી ચાલતું હતું આ હુક્કાબાર
પકડાયેલા હુક્કાબારના સંચાલકોમાંથી મુખ્ય કેવલ પટેલ અને આશિષ પટેલ છે. કેવલ પટેલે કાફે હુક્કાબાર માટે ભાડે આપ્યું હતું. છેલ્લા 3થી 4 માસથી આ હુક્કાબાર ચાલતું હતું. એટલું જ નહીં કેવલ પટેલની સેક્રેડ 9 નામથી કન્ટ્રક્શન સ્કીમ પર બોપલમાં બની રહી છે. એસપી રિંગ રોડ પર ચાલતા હુકકાબારથી સરખેજ પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. ત્યારે ડિજી વિજિલન્સ હુકકબારને લઈને જાણવાજોગ નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લીલ હેવન કાફેમાં ચાલતી રેવ પાર્ટી પર પીસીબીના દરોડા
ત્યારે પીસીબીની ટીમે લીલ હેવન કાફેમાં ચાલતી રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. થલતેજ બાગબાન ચાર રસ્તા પાસેના લીલ હેવન કાફેમાં ચાલતી રેવ પાર્ટીની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જો કે ત્યાં બર્થ ડે પાર્ટી ચાલતી હતી. જેમાં ૩૫-૪૦ યુવક-યુવતી હાજર હતાં. તમામને ચેક કર્યાં, પરંતુ કોઈએ દારૂ કે અન્ય નશો કર્યો નહોતો, જ્યારે કાફેમાંથી અને કાફે માલિકની ગાડીમાંથી દારૂની ત્રણ બોટલ મળી આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયામાં હુક્કાબારનું બિનધાસ્ત માર્કેટિંગ 
શહેરના કેટલાક એવા વિસ્તારો છે જ્યા પોલીસની રહેમનજર હેઠળ હુક્કાબાર ધમધમી રહ્યા છે. ‘સેક્રેડ 9’ હુક્કાબાર પણ મોડી રાત સુધી ધમધમતો હતો. હુક્કાના એક શોખીને નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે આ હુક્કાબારમાં હર્બલ સિવાયની નિકોટિનવાળી ફ્લેવરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ફ્લેવરને સંતાડીને રાખવામાં આવે છે જ્યારે જરૂર પડે અને કસ્ટમરોની માગણી પ્રમાણે તેનો ઉપયોગ થતો હતો. ‘સેક્રેડ 9’નું ફેસબુક પર એક એકાઉન્ટ પણ બનેલું છે. જેમાં હુક્કાના ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવામાં આવ્યા છે. ફેસબુક ઉપર હુક્કાબારના માર્કેટિંગથી સાબિત થાય છે કે છેલ્લા ઘણા સમયથી હુક્કાબાર ચાલી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ