બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / Ahmedabad Dwarka Canvas Painting Pencil Drawing Ravi Shankar Rawal Art Gallery Painter Parasottam Vadher

અમદાવાદ / રંગ, રેખા અને વળાંકોના અદભૂત કારીગર, તેમના 50 ચિત્રોનો સંગ્રહ રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યો, નિવૃત્ત શિક્ષકના આ પેઈન્ટિંગ જોતાં રહી જશો

Vishal Khamar

Last Updated: 05:57 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાણવડ તાલુકાનાં ગુંદા ગામનાં વતની પરસોત્તમ લક્ષ્મણભાઈ વાઢેર જેઓને નાનપણથી કલા પ્રત્યે લગાવ હતો. ધીમે ધીમે તેઓનો શોખ કેનવાસ પેઈન્ટિંગ સુધી વિસ્તર્યો. તેમજ ૧૦૦ ઉપરાંત કેનવાસ પેઈન્ટિંગ, ૨૦૦ ઉપરાંત માનવ ચહેરા નાં ચિત્રો, ૩૦૦ ઉપરાંત પેન્સિલ ચિત્રો દોર્યા છે.

  • ભાણવડ તાલુકાનાં ગુંદા ગામનાં પરસોત્તમભાઈ લક્ષ્મણભાઈ વાઢેર
  • પરસોત્તમભાઈને નાનપણથી જ ચિત્રનો શોખ હતો
  • જુલાઈ-23 માં જ અમદાવાદ ખાતે ચિત્રોનું  પ્રદર્શન યોજાયું

કલા ક્ષેત્રે મારી જીવનયાત્રા
રંગ રેખા અને વળાંકો નો વૈભવ વારસામાં મળ્યો. નાનપણમાં ગુંદા ગામ ના ધરમશીભાઈ લુહાર (પણ કામ સુથારનું કરે) ની દુકાને જઈને કાયમ ઉભો રહેતો. ઘણી વાર જતા રહેવાનું પણ કહે પણ હું માનું નહીં. આમ કલાનો લગાવ નાનપણથી રહ્યો હતો. ધુળ, પાટી કે દિવાળી ની રંગોળી હોય, ચિત્ર ના શોખનો એકડો ઘુટાતો ગયો.

શાળાનાં તેમનાં સહાધ્યાયીઓ પણ તેઓની પાસે ચિત્રો દોરાવતા
શાળાના મજબૂત બાંધાના સહાધ્યાયીઓ તેમની ચિત્રપોથીઓ પણ દોરાવતા. પાટી પેન અને કાગળ થી આગળ વધી સ્કુલમાં દિવાલો પર ચિત્રો દોરતો રહ્યો,  જે શોખ આજે મોટા કેનવાસ પેઈન્ટિંગ સુધી વિસ્તર્યો.


શુ પંખીઓ તેમજ પ્રકૃતિ તરફનું ખેંચાણ તેઓનાં ચિત્રોનાં પ્રેરણાસ્ત્રોત બન્યા
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ 'ગુંદા' ગામ માં, હાયર સેકન્ડરી ખંભાળિયા, ગ્રેજ્યુએશન જામનગર તથા બી.એડ. દ્વારકા પૂર્ણ થયું. મેં ચિત્રકામ નો કોઈ વ્યવસાયિક કોર્ષ કરેલ નહોતો, માત્ર બોર્ડની ઈન્ટરમિડીએટની પરીક્ષા પાસ કરી હતી. અંતરની ઈચ્છા તથા પશુપંખીઓ અને પ્રકૃતિ તરફનું ખેંચાણ મારા ચિત્રો ના પ્રેરણાસ્ત્રોત બન્યા.
૧૯૮૮ માં જામનગર ની શ્રી વિભાજી સરકારી હાઈસ્કૂલમાં ભાષા શિક્ષક તરીકે જોડાયો. એક વર્ષ બાદ જિલ્લા પંચાયત જામનગરમાં મદદનીશ યોજના અધિકારી તરીકે બદલી થઈ. નોકરી પછી જે સમય મળે ત્યારે સતત ચિત્રો દોરતો રહ્યો.

પ્રૌઢ શિક્ષણમાં પ્રચાર પ્રસારનો કાર્યભાર સોંપવામાં આવ્યો
મારા ચિત્રોનો શોખ કલેકટર  સંજયપ્રસાદ, વિકાસ અધિકારી સંગીતાસિંહ, કલેકટર જયંતિ રવિ મેડમ જેવા આઈ.એ.એસ. અધિકારીઓના ધ્યાનમાં આવ્યો. તેમણે મારા ચિત્રોને વખાણ્યા અને પ્રૌઢ શિક્ષણમાં પ્રચાર પ્રસારનો કાર્યભાર મને સોંપ્યો. ત્રણેય કલા પારખુ  આઈ.એ.એસ.  અધિકારીઓએ મારી કલાને વિકસે તેવા નિર્ણયો લીધાં. સાથે બેસી પ્રૌઢ શિક્ષણ ના પ્રચાર પ્રસાર ના ચિત્રો, ગીતો, તથા ભીંતચિત્રો, હોર્ડીગ્સ, બસમાં લખવાની જાહેરાતો, તથા ચિત્રપ્રદર્શનો નક્કી કરતાં. આજે પણ તેઓએ સંબંધો જાળવી રાખ્યા છે.
ભાતીગળ લોક સંસ્કૃતિનાં અનેક ચિત્રો પ્રદર્શિત થયા
ગામડાથી માંડી રાજ્ય કક્ષાના પ્રદર્શનોમાં મારા ગામડાની ભાતીગળ સંસ્કૃતિ, પહેરવેશ, રીતરિવાજો  અંગે ના અસંખ્ય ચિત્રો પ્રદર્શિત થતાં રહ્યાં. જેમાંથી મારા ૫૦ શ્રેષ્ઠ ચિત્રોનો સંગ્રહ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયો. જેને હું મારા જીવનની શ્રેષ્ઠ ઉપલબ્ધિ ગણું છું.
ફરીથી શાળા કક્ષાએ બદલી થતાં શિક્ષણ કાર્ય માં જોડાયો. વિદ્યાર્થીઓને ચિત્રો દ્વારા શિક્ષણ આપવાના નવા પ્રયોગો કર્યા. વિષય સાથે ચિત્રકામ માં પણ વિદ્યાર્થીઓ નો વિકાસ થતો મેં અનુભવ્યો.

અનેક કાર્ટૂન ચિત્રો પર પણ હાથ અજમાવ્યો
કલા પ્રત્યે નો શોખ કે વળગણ નાનપણથી જ હતું. ઘરના સોફા સેટ જાતે બનાવ્યા. લગ્નનો કોટ અને કપડાં જાતે શીવ્યા. કાર્ટૂન ચિત્રો પર પણ હાથ અજમાવ્યો. નોકરી સમયબાદ મોટાભાગનો સમય પેઈન્ટિંગ માં વ્યતિત થતો. ૧૦૦ ઉપરાંત કેનવાસ પેઈન્ટિંગ, ૨૦૦ ઉપરાંત માનવ ચહેરા નાં ચિત્રો, ૩૦૦ ઉપરાંત પેન્સિલ ચિત્રો દોર્યા. 
રવિશંકર આર્ટ ગેલરી ખાતે ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું
"To Day"  "आज"  નામનું ચાર ભાગમાં અંગ્રેજી અને હિંદીમાં પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. જીવન શિક્ષણ મળી રહે તે હેતુથી સત્ય ઘટનાઓને વાર્તા સ્વરૂપે વણી ૫૭ વાર્તાઓ નું પુસ્તક "વેળા" નામનું પુસ્તક પ્રકાશિત કરવાનું કામ પૂર્ણતાના આરે છે. જુલાઈ-૨૩  ના અંતમાં શ્રી રવિશંકર રાવળ આર્ટ ગેલેરી અમદાવાદ ખાતે મારા ચિત્રોનું  પ્રદર્શન યોજાયું હતું.
ચિંતન માં ઊભરતી આકૃતિઓ ને રંગ -રેખા ના માધ્યમથી કેનવાસ પર ચીતરી રહ્યો છું. સમય નું ભાન રહેતું નથી અને થાક પણ લાગતો નથી. ચિત્રોના માધ્યમથી થી મારી ધ્યાન સાધના અવિરતપણે ચાલી રહી છે. આપ મારી કલાયાત્રા ના હમસફર બન્યા તેનો આનંદ છે. આપનો ખુબ ખુબ આભાર. 
                                     -પ.લ.વાઢેર 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ