બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Cyber Crime Branch has arrested accused Amit Sindh

અમદાવાદ / ઘરનો ડખો શેર કરવો પડ્યો ભારે, નકલી સાયબર એક્સપર્ટએ દંપતીને અંગત રીતે બ્લેકમેઇલ કર્યા, બાઉન્સર મોકલી ન કરવાનું કર્યું

Dinesh

Last Updated: 06:40 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad crime : પકડાયેલ નકલી સાયબર એક્સપર્ટ અમિતસિંઘ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે, આરોપી કોઈ પણ વ્યક્તિને લિંક, વેબસાઈટ કે ફોટો મોકલીને લોકેશન તેમજ અંગત માહિતી ડોગસિંગ દ્વાર

  • નકલી સાયબર એક્સપર્ટથી ચેતી જજો
  • અંગત માહિતી મેળવી કરતો હતો ટાર્ગેટ
  • અનેક લોકોને બ્લેકમેઇલ કરીને ઉધરાવ્યાં પૈસા


ahmedabad crime : અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચએ આરોપી અમિતસિંધની ધરપકડ કરી છે. જે ખુદને સાયબર એક્સપર્ટ બતાવીને લોકોની અંગત માહિતી મેળવીને બ્લેકમેઇલિંગ કરતો હતો. પૂણેના એક દંપતીને ચાલતા ઝઘડામાં પતિ-પત્ની વચ્ચે સમાધાન બહાને આ સાયબર એક્સપર્ટ સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ પતિ-પત્ની અંગત માહિતી મેળવીને રૂપિયા 3 લાખ સમાધાનના નામે પડાવ્યા હતા. ફરિયાદી દ્વારા કેસનું સમાધાન નહી થતાં સાયબર એક્સપર્ટ અમિતસિંઘ સાથે સંપર્ક તોડી દીધો હતો. જેથી આરોપી અમિતસિંધ અંગત માહિતી મેળવી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ ફરિયાદી પૈસા ન આપતા નકલી સાયબર એક્સપર્ટ અમિતસિંધ બાઉન્સર સાથે પુણે ફરિયાદીના ઘરે ઘુસીને 4.50 કરોડની ખંડણી માંગી અને પૈસા નહી આપે તો રેપના કેસમાં ફસાઈ દેવાની ફરિયાદીને ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ગેરકાયદેસર ડોગસિંગથી માહિતી એકઠી કરતો
પકડાયેલ નકલી સાયબર એક્સપર્ટ અમિત કુમાર સિંઘ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. 15 વર્ષ પહેલાં પરિવારે ઘરેથી કાઢી મુકતા અમદાવાદમાં એક સંબંધીના ઘરે રહેવા આવ્યો હતો. જ્યાં તેને  કોમ્પ્યુટરના જુદા જુદા કોર્સ કર્યા હતા. આરોપી ટેકનોલોજીના ટર્મ અને શબ્દોનો ઉપયોગ કરીને ટેક્નિકલ એક્સપર્ટ હોવાની છાપ ઉભી કરતો હતો. એટલું જ નહીં આરોપી કોઈ પણ વ્યક્તિને લિંક, વેબસાઈટ કે ફોટો મોકલીને લોકેશન તેમજ અંગત માહિતી ડોગસિંગ દ્વારા મેળવતો હતો. ગેરકાયદેસર ડોગસિંગ વર્ડ દ્વારા અનેક લોકોની માહિતી એકત્ર કરી હોવાનો ખુલાસો તપાસમાં થયું છે. ખાસ કરીને કંપનીઓ વચ્ચે ચાલતા વિવાદો અને સ્પર્ધાને લઈને કંપનીનો સંપર્ક કરીને ખોટી માહિતી આપી પૈસા કમાતો હતો. 

આરોપી

 લોકો પાસેથી પૈસા પડાવતો
આ ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરમાં બ્લુ ટિક માટે પણ લોકો પાસેથી પૈસા પડાવતો હતો. આરોપી ખુદને એથીકલ હેકર કહીને પોતાનો પરિચય આપતો હતો. જે માટે તેને સોશિયલ મીડિયા પર પોતાની એક્સપર્ટની પ્રોફાઈલ ઉભી કરી હતી. ઇન્સ્ટિટયૂટમાં સાયબર ક્રાઇમના લેક્ચર આપવા અને પોલીસ સ્ટેશનમાં તાલીમ આપવા જવાના બહાને ફોટો પોતાની વેબસાઈટ પર મૂકીને વિશ્વાસ કેળવતો હતો. આ નકલી સાયબર એક્સપર્ટએ પોતાની સાયબર સિક્યુરિટી ઓફિસ અમીગો એથીકલ એન્ડ સાયબર નામે શરૂ કરી અને સરનામું પણ ડીસીપી કચેરીમાં હોય જેમ ગૂગલ પર ખોટું એડ્રેસ મૂક્યું છે. જેથી લોકોને સરળતાથી ટાર્ગેટ કરી શકે. આ પ્રકારે આરોપી લોકોનો સંપર્ક કરીને તેમની અંગત માહિતી મેળવીને બ્લેકમેઇલ કરવાનું નેટવર્ક ચલાવતો હતો.

આરોપી

નકલી સાયબર એક્સપર્ટ
સાયબર ક્રાઇમની તપાસમાં નકલી સાયબર એક્સપર્ટની ઓફિસમાંથી અનેક લોકોના અંગત માહિતીના ડેટા મળી આવ્યા છે. આ ઉપરાંત લાઇસન્સ વગર સાયબર સિક્યુરિટી શરૂ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં સાયબર ક્રાઇમને જે અંગત ડેટા મળ્યા છે જેમના સંપર્ક કરી નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે. બીજી બાજુ આ નકલી સાયબર એક્સપર્ટના ભોગ બન્યા હોય તેવા લોકોને સાયબર ક્રાઇમ ફરિયાદ કરવા અપીલ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ