બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Civil Hospital for diagnosis and treatment will be informed by SMS

અમદાવાદ / સિવિલ હોસ્પિટલની ડિજીટલ પહેલ: દર્દીઓના ફોલો અપ માટે શરૂ થશે SMS સેવા

Kishor

Last Updated: 12:18 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓને SMS કરીને જાણ કરવામાં આવશે.

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલની નવતર પહેલ
  • ૧ એપ્રિલ થી દર્દીઓના હિતાર્થે  ફોલો અપ માટે SMS સેવા શરૂ કરાશે
  • ઓ.પી.ડી.ની  સેવા  લીધા બાદ નિદાન અર્થે ફોલોપમાં આવવા માટે SMS થી જાણ કરાશે 

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧  એપ્રિલ થી દર્દીઓના હિતાર્થે નવતર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જેના અંતર્ગત હોસ્પિટલમાં નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓ એક વખત ડોક્ટરની મુલાકાત લીધા બાદ ફરી વખત તપાસ માટે આવવા  તેઓને SMS કરીને જાણ કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું રાજીનામું , જાણો શું આપ્યું  કારણ | Superintendent of Ahmedabad Civil Hospital resigns

દર્દીઓની સુવિધા માટે વધુ એક પહેલ હાથ ધરવામાં આવી

વધુમાં દર્દીઓએ ફરી વખત હોસ્પિટલમાં આવતી વેળાએ આગળની સારવારના કાગળ ઓપીડી વિભાગમાં સવારે ૮:૩૦ કલાકે બતાવવાના રહેશે. સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ  ડૉ. રાકેશ જોશી એ જણાવ્યું છે કે , દર્દીઓને સત્વરે અને સરળતાથી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બને તે માટે દર્દીઓના સુખાકારીમાં વધારો કરતી પહેલ હાથ ધરવામાં આવી છે. સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા ને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ