બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad birthday: Heritage places to visit in Ahmedabad tourism

હેપ્પી બર્થ ડે અ'વાદ / અમદાવાદની હેરિટેજ જગ્યાઓ: એક એક જગ્યાઓ ચાડી ખાય છે ઐતિહાસિક વારસાની, આટલા રૂપિયામાં ટુર

Vaidehi

Last Updated: 07:45 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ સુંદરતા અને કલા કારીગરીથી છલકે છે. મોટા-મોટા ઉદ્યોગોની સાથે જૂનાં અમદાવાદની સાંકળી ગલીઓમાં હજુ પણ ઐતિહાસિક અમદાવાદ જીવંત છે.

  • 26 ફેબ્રુઆરી 1411ની સાલમાં અમદાવાદનો જન્મ થયો હતો
  • વૈવિધ્યસભર અને ગૌરવવંતી ઈતિહાસ અમદાવાદનાં ખોળે રમે છે
  • હેરિટેજ સિટી અમદાવાદમાં અઢળક જોવાલાયક ઐતિહાસિક સ્થલો છે

Vaidehi Bhinde VTV: UNESCO દ્વારા અમદાવાદને દુનિયાનાં પ્રથમ હેરિટેજ સિટી તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આપણાં અમદાવાદમાં અનેક એવી જગ્યાઓ હશે કે જે પોતાની પ્રાચીન ધરોહર અને સંસ્કૃતિને આગળ ધપાવતી હશે. તેવામાં શું તમે જાણો છો કે શહેરની અઢળક આવી ઐતિહાસિક જગ્યાઓનો ઈતિહાસ જાણવા અને સમજવા માટે સરકાર દ્વારા હેરિટેજ વૉક નામક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે હેઠળ અમદાવાદ ફરવા આવતાં પ્રવાસીઓને વિવિધ હેરિટેજ સ્થળોની મુલાકાત ગાઈડ સાથે બારેમાસ કરાવવામાં આવે છે. 

હેરિટેજ વૉક પેકેજ
AMC દ્વારા હેરિટેડ વૉક નામક એક સત્તાવાર વેબસાઈટ બનાવવામાં આવી છે જેમાં આ વૉક વિશેની માહિતી આપવામાં આવે છે. વૉક માટે મોર્નિંગ, નાઈટ તેમજ જૈન પેકેજ તૈયાર કરવામાં આવ્યાં છે જેમાં ગ્રુપ સાથે એક ગાઈડ તમને તમામ સ્થળોની મુલાકાત કરાવે છે અને તમામ માહિતી પણ આપે છે. 2થી 3 કિમી લાંબા આ હેરિટેજ વૉકનાં વિવિધ પેકેજની કિંમત પણ અલગ-અલગ છે જેમાં 200થી લઈને 500 રૂપિયા વ્યક્તિદીઠ ચાર્જિસ છે. આ પેકેજમાં 10થી 20 જેટલા વિવિધ હેરિટેજ પોઈન્ટસ્ પર મુલાકાતીઓને લઈ જવામાં આવે છે.

તેવામાં આજે એટલે કે અમદાવાદ શહેરનાં જન્મદિવસે આપણે VTV વિશેષમાં શહેરનાં એવા તમામ હેરિટેજ સ્થળો વિશે વાત કરશું કે જેની મુલાકાત અમદાવાદ આવતાં તમામ પ્રવાસીએ જીવનમાં એકવખત તો લેવી જ જોઈએ.

કાલુપુર સ્વામીનારાયણ મંદિર


સ્વામીનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર જે આશરે 200 વર્ષોથી પણ વધારે જૂનું છે.

કવિ દલપત્તરામ ચોક


લોકપ્રખ્યાત ગુજરાતી કવિ દલપત્તરામનું ઘર કે જ્યાં 19મી સદીમાં તેઓ રહેતાં હતાં.

અમદાવાદની પોળ


વિશ્વભરમાં પ્રખ્યાત એવી વૈવિધ્યસભર કેટલીક પોળની મુલાકાત

રાણીનો હજીરો

undefined


અહમદ શાહની રાણી એટલે કે મુઘલાઈ બીબીનો હજીરો માણેક ચોકની નજીક આવેલો છે.

જામા મસ્જિદ

Jama Masjid


1424ની સાલમાં અહમદ શાહ 1 દ્વારા જામા મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

હરકુંવર શેઠાણીની હવેલી


અમદાવાદની મોટી હવેલીઓમાંની એક હરકુંવર શેઠાણીની હવેલી તેની રમણીય કોતરણી અને આર્કિટેક્ચર માટે વખણાય છે.

માણેકબાબાનું મંદિર


15મી સદીમાં થઈ ગયેલાં અમદાવાદનાં પ્રખ્યાત સંત માણેકબાબાનાં મંદિર એટલે કે તેમની સમાધિનાં દર્શન કરવા લોકો દૂર-દૂરથી આવતાં હોય છે.

ફર્નાન્ડિઝ બ્રિજ


બ્રિટિશો દ્વારા આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું હતું. માન્યતા અનુસાર કોઈ ખ્રિસ્તી સંતનાં નામ પરથી આ બ્રિજને ફર્નાન્ડિઝ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ