બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad bapunagar cyber crime incident, accused blackmailed couple with nudes to repay the loan amount

અમદાવાદ / આવી એપથી લોન લેતા વિચારજોઃ ઠગ ટોળકીએ દંપતીને ન્યૂડ ફોટા મોકલી ધમકી આપી અને કર્યા બ્લેકમેલ મામલો પોલીસમાં પહોચ્યો

Vaidehi

Last Updated: 07:46 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં એક દંપતીને ઓનલાઈન એપથી લોન લેવું પડ્યું ભારે! અજાણ્યાં શખ્સે ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ઊઘરાણી કરી. જાણો સમગ્ર ઘટના.

  • ઓનલાઈન એપલિકેશનથી લોન લેવું પડ્યું ભારે
  • દંપતી અજાણી એપ પરથી લીધી 18000ની લોન
  • અજાણ્યા શખ્સોએ ન્યૂડ ફોટા બનાવી કર્યું બ્લેકમેઈલ

અમદાવાદ:બાપુનગરમાં રહેતા દંપતીને ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોન લેવાનું મોંઘું પડ્યું છે. દંપતીએ ઓનલાઈન એપમાંથી ૧૮ હજારની લોન લીધી હતી, જેમાં અજાણ્યા શખ્સોએ કડક ઉઘરાણી કરી દંપતીના ફોટો મો‌ર્ફિંગ કરી ન્યૂડ ફોટા બનાવી વોટ્સએપ પર મોકલી બ્લેકમેલ કર્યાં હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે યુવતીએ બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બાપુનગરમાં રહેતાં ખુશબૂ ઠક્કરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ખુશબૂ ઘેરબેઠાં ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે. ખુશબૂને પૈસાની જરૂરિયાત હોવાથી તે એક એપ્લિકેશનમાંથી લોન લેવાનું વિચારતી હતી, જેથી ખુશબૂએ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ખુશબૂએ મોબાઈલમાં ફેસબુક પર સર્ફિંગ કરતાં Cashpity નામની એપ્લિકેશન ધ્યાનમાં આવતાં તે એપ ડાઉનલોડ કરી. આ એપ ડાઉનલોડ કરતાં Coolrupee, Walma finance, HotBotloan app, Trade cash app અન્ય ચાર આપમેળે ડાઉનલોડ થઈ ગઈ હતી.

આટલા રૂપિયાની લીધી લોન
Cashpity ડાઉન લોડ કરતી વખતે તેમનો જ મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યાર બાદ આ એપ્લિકેશનમાંથી એપ્રિલ મહિનાની રપ તારીખે ૪,પ૪૯ રૂપિયા, ર૬ તારીખે Coolrupee loan appમાંથી ર,ર૭૪, ર૯ તારીખે Walma finance લોનની એપમાંથી ૪,પપ૦ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત ખુશબૂના પતિ તેજસભાઈ સુરેશભાઈના ફોન પરથી HotBot નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ૩૦ તારીખના રોજ ૬,૮રપ રૂપિયાની લોન લીધી હતી. આ તમામ એપમાંથી લોનના રૂપિયા બેન્ક ઓફ ઇન્ડિયાના તેમના ખાતામાં જમા થયા હતા. 

બદનામી ન થાય તે માટે કરી પોલીસ ફરિયાદ
ખુશબૂ અને તેના પતિએ જુદી જુદી એપ મારફતે લોન લીધી હતી. લોન લીધા બાદ તેમના પર ફોન આવવા લાગ્યા કે તમે મારા ખાતામાં પૈસા જમા કરાવો, નહીં તો તમારા કોન્ટેક્ટ નંબર પર ન્યૂડ ફોટાઓનું મોર્ફિંગ કરી તમને મોકલી આપીશ અને તમને બદનામ કરી દઈશ.આથી ખુશબૂ અને તેના પતિ તેજસે ખોટી બદનામી ના થાય તે માટે તમામ અલગ અલગ લોન એપ્લિકેશન પર હોલ્ડિંગ ધરાવનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ   નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લોન ભરવા માટે અઠવાડિયામાં જ ફોન કરી ઉઘરાણી શરૂ
ગ્રાહક લોન લેવા માટે એપ્લાય કરે છે ત્યારે તેમને લોનની રકમ ભરપાઇ   કરવા જુદા જુદા વર્ચ્યુઅલ વોટ્સએપ નંબરોથી તેમજ વર્ચ્યુઅલ નંબરના નોર્મલ કોલથી પોતાની સાચી ઓળખ છુપાવી ગ્રાહકને ફોન કરે છે, જેમાં જેટલી રકમની લોન લેવા એપ્લાય કરેલી તે પૂરેપૂરી લોન ભરી દેવા કહેવાય છે. ગ્રાહક સમયસર લોનની ભરપાઈ ન કરે તો તેની પર્સનલ તસવીરો કે વીડિયોનું બીભત્સ તસવીરો સાથે મોર્ફિંગ કરી બીભત્સ તસવીરો-વીડિયો તેના સગાંસંબંધીઓ અને પરિવારજનોને મોકલી દેવાના મેસેજથી ધમકી આપે છે. 

લોન ન ચૂકવે ત્યાં સુધી બ્લેકમેઈલ કરે છે
બીભત્સ ભાષા અને લખાણ લખેલા વોટ્સએપ મેસેજથી ગ્રાહકના બનાવેલા પર્સનલ ફોટોને મોર્ફ કરી ન્યૂઝ બનાવી લોનનાં નાણાંની ભરપાઈ કરવા માટે દબાણ કરાય છે. દબાણવશ કોઈ કસ્ટમર લોનની ભરપાઇ કરે છતાં તેણે લીધેલી લોન ક્લોઝ ન કરી તો લોનનું બાકી રહેલું પેમેન્ટ ભરવાનું કહી તેમની પાસે બીજાં વધુ નાણાં ભરવા માટે દબાણ કરાય છે, જેથી ગ્રાહકો પાસે લોન ભરપાઈ કરવાના પૈસા ન હોય તેવી સ્થિતિમાં આરોપીઓ તેમના જેવી બીજી ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશનમાંથી લોન મેળવી પોતાની જૂની લોન ભરપાઈ કરવા સજેશન આપે છે. ગ્રાહકોને પોતાની માયાજાળમાં ફસાવી એક કરતાં વધુ લોન એપ્લિકેશનમાંથી લોન લેવડાવી તેમને આપેલી લોન કરતાં વધુ પૈસા ભરાવી છેતરપિંડી કરવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ