બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ahmedabad Arthritis Builder: If you go to buy or buy a flat, you will not fall into the trap of this person.

'સોદા'ગર / અમદાવાદનો ગઠીયો બિલ્ડરઃ ફ્લેટ લેવા જાવ કે ખરીદવા જાવ તો જોજો આ વ્યક્તિની જાળમાં ન આવતા

Mehul

Last Updated: 11:17 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરનું ઘર હોવાના સ્વપ્ન કોને નાં હોય ? પણ તમારા આ જ સપનાનો 'સોદો' કરી નાખીને પૈસા ઓળવી જવાય ત્યારે કેવું લાગી આવે ? આવું જ કઈક થયું છે એક ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે.

  • અમદાવાદનો મહાઠગ બિલ્ડર મિહિર દેસાઈ 
  • પતિ-પત્ની બંને નીકળ્યા 'સપનાના સોદાગર' 
  • ઘરના ઘરનું સ્વપ્ન એક બાજુ,ચૂનો ચોપડી ગયા 

ઘરનું ઘર હોવાના સ્વપ્ન કોને નાં હોય ? પણ તમારા આ જ સપનાનો 'સોદો' કરી નાખીને પૈસા ઓળવી જવાય ત્યારે કેવું લાગી આવે ? આવું જ કઈક થયું છે એક ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે. અને એક સાથે આ કર્યા પછી બિલ્ડરની પત્નીએ સંખ્યાબંધ  લોકોના ફલેટનું બુકિંગ લઇ લીધું.બિલ્ડર અને તેની પત્નીએ જાણે, મકાનોની શ્રુંખલા સર્જી હોય તેમ, ચૂનો લગાવાનું શરુ કરી દીધું. અને આરોપી મિહિર દેસાઈ સામે એક ફરિયાદ હોય તો હજુ સમજાય.પણ અમદાવાદના જ 10 પોલીસ મથકમાં અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. 

મહાઠગ મિહિર દેસાઈ 

અમદાવાદમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી ચૂનો લગાવનાર બિલ્ડર વધુ એકવાર પોલીસ સકંજામાં આવ્યો છે. આનંદનગર પોલીસે આરોપી બિલ્ડર મિહીર દેસાઈની ધરપકડ કરી છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ મલ્હાર મહેતાએ બિલ્ડર મિહીર દેસાઈ પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો.જે મિહીર દેસાઈએ અન્યને વેચી 40 લાખની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસ તપાસમાં  બિલ્ડર મિહિર દેસાઈ અને તેમની પત્ની તોશલે આ પ્રકારની જ મોડસ ઓપરેન્ડી આચરીને સંખ્યા બંધ લોકોના બુકિંગ પેમેન્ટ લઈ ફ્લેટનું પઝેશન કે રિફન્ડમાંથી કશું આપ્યું ન હોવાનું સામે આવ્યું છે.આરોપી મિહીર દેસાઈ સામે અલગ અલગ 10 પોલીસ સ્ટેશનમાં આ રીતની જ ફરિયાદ નોંધાઈ છે..હાલ આનંદનગર પોલીસે આરોપી બિલ્ડર મિહીર દેસાઈની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ