બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Agriculture Minister Raghavji Patel paid a surprise visit to Krishi Bhavan

સરપ્રાઈઝ વિઝીટ / એવું શું થયું કે કૃષિ ભવનના અધિકારીઓને રાઘવજી પટેલે ખખડાવ્યાં? ખુલી એવી પોલ કે જાણીને ચોંકી જશો

Malay

Last Updated: 02:42 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સવારે કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિભવનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તેમણે આજે પોતાના જ વિભાગમાં અચાનક મુલાકાત ગોઠવતાં જ કૃષિભવનનું તંત્ર દોડતું થઈ ગયું હતું.

  • કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિ ભવનની લીધી સરપ્રાઈઝ વિઝીટ
  • અચાનક મુલાકાત ગોઠવતાં જ કૃષિભવનનું તંત્ર દોડતું થયું
  • રાઘવજી પટેલે મોડા આવનારા અધિકારીઓને તતડાવ્યા

ગુજરાતમાં નવી સરકાર બનતાની સાથે જ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. ત્યારે કૃષિમંત્રી તરીકેની કમાન સંભાળ્યા બાદ રાઘવજી પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. આજે રાઘવજી પટેલ ગાંધીનગરમાં આવેલા કૃષિ ભવનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા.

કૃષિમંત્રી રાઘવજી પટેલ અચાનક કૃષિભવન પહોંચ્યા
કૃષિભવનમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સરકારી બાબુઓ ત્યાંથી ગાયબ જોવા મળ્યા હતાં. એટલે કે અધિકારીઓ 11:30 સુધી ઓફિસમાં પહોંચ્યા નહોતા. રાઘવજી પટેલે કૃષિભવનમાં તમામ વિભાગના વડાઓ પાસે અધિકારીઓને લઈને સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો હતો.

તમામ વિભાગના વડાઓ પાસે ગેરહાજર અધિકારીઓનો રીપોર્ટ માંગ્યો
જે બાદ તેઓએ કહ્યું હતું કે, કોઈ પણ સરકારી કર્મચારી સમયસર નહીં આવે તો તે ચલાવી લેવાશે નહીં. હવે જો અધિકારીઓ કે કર્મચારીઓ મોડા પડશે તો તેમના સામે પગલા લેવામાં આવશે. આ સાથે કૃષિમંત્રીએ કૃષિ ભવનની ઓફિસમાં સ્વચ્છતા જાળવવા પણ સૂચનો કર્યા હતા. રાઘવજી પટેલની અચાનક મુલાકાતથી અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો.  

મંત્રીઓને પોતાના વિભાગની મુલાકાત કરવા માટે અપાઈ છે સૂચના
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ હાઈકમાન્ડે તમામ મંત્રીઓને પોતાના વિભાગોની સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટેની સૂચનાઓ આપી છે.  નવા મંત્રીઓને પણ તેમની ચેમ્બરમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓની કેબિનની બહાર પણ મુલાકાતીઓને મળવા માટેનો સમય લખવામાં આવ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ