બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Agneepath Yojana: Shankar Chaudhary, chairman of Banas Dairy, announced to provide jobs for Agniveer

નિર્ણય / અગ્નિવીરો માટે ચારેયકોરથી નોકરીની લ્હાણીઓ, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી મોટી જાહેરાત

Vishnu

Last Updated: 11:24 PM, 23 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલગ સ્કીલવાળા અગ્નિવીર યુવાનોને મળશે બનાસ ડેરીમાં નોકરીની તક,  ટ્રેનિંગ માટે તાલીમ કેમ્પનું  પણ આયોજન

  • બનાસડેરીનો અગ્નિવીર યુવાનોની પડખે
  • "અગ્નિવીર યુવાનોને આપશે તાલીમ અને માર્ગદર્શન"
  • "નોકરીના 4 વર્ષ બાદ મળશે નોકરીની તક"

એક તરફ દેશના ઘણા રાજ્યોમાં અગ્નિવીર યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. યુવાનો નોકરીના 25 વર્ષ બાદ શું કરશે તેના પર વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે. તેને લઈને સરકાર દ્વારા પણ ફેરફાર કરી સ્પષ્ટતા કરવામાં આવી છે. બીજી તરફ નાના મોટા ઉદ્યોગો પણ અગ્નિવીરો માટે નોકરી જાહેરાત કરી રહ્યા છે ત્યારે અગ્નિવીરને લઈને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે બનાસડેરી અગ્નિવીર યુવાનો માટે તાલીમ કેમ્પનું આયોજન કરશે. આ કેમ્પમાં અગ્નિવીર યુવાનોને તાલીમ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે તેમજ આર્મીની નોકરીના 4 વર્ષ બાદ બનાસડેરી યુવાનોને નોકરીની તકમાં પહેલી પ્રાથમિકતા આપશે તેવો નિર્ણય પણ આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.

આર્મીની અંદર જે ગ્રેડ પર હોય તેનાથી એક સ્ટેપ વધારાનું આપી નોકરી પર રાખીશું: શંકર ચૌધરી
વધુમાં શંકર ચૌધરીએ કહ્યું કે ડેરીની અંદર અમારે 21થી 22 વર્ષની ઉંમરના લોકોની ભરતી કરી જ રહ્યા છીએ. પણ અગ્નિવીર યોજનાના સ્કિલ યુવાનો 4 વર્ષ પછી બનાસડેરીમાં કામ કરવાનું પસંદ કરશે તો અમે આવકારીએ છીએ. અમે આર્મીની અંદર જે ગ્રેડ પર હોય તેનાથી એક ગ્રેડ વધુ આપી તેમની આવડતનો ઉપયોગ બનાસડેરીમાં કરી નોકરી આપીશું. 

CREDAI રિયલ એસ્ટેટમાં દર વર્ષે 3000 અગ્નિવીરોને આપશે નોકરી
એક તરફ દેશભરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ક્રેડાઇ ગુજરાત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સ્થિત ડેવલપર્સે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને આવકારી છે. CREDAI (Confederation of Real Estate Developers’ Associations of India), ગુજરાત ચેપ્ટર, દર વર્ષે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અગ્નિવીરોને  3,000 નોકરીઓ પ્રદાન કરવાનું વચન આપ્યું છે. 

CREDAIના હોદ્દેદારોની રાજ્ય સરકાર સાથે મળી હતી બેઠક 
CREDAIના હોદ્દેદારોએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી અને અગ્નિપથ યોજના વિશે વિગતો મેળવી હતી. CREDAI ગુજરાતના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે, “અમે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી અગ્નિપથ યોજનાને આવકારીએ છીએ. અમારી સેના શિસ્ત અને સમર્પણ માટે જાણીતી છે અને તે દર વર્ષે 50,000 યુવાનોને શારીરિક અને કૌશલ્યની તાલીમ આપશે. ઉપરાંત, સરકાર આ યુવાનોને ચાર વર્ષની તાલીમ દરમિયાન આકર્ષક પેકેજ આપશે અને તેઓને અગ્નવીર ગ્રેજ્યુએટ ડિગ્રી મળશે.

3000 અગ્નિવીરોને રોજગાર, 50,000 યુવાનોને ટ્રેનિંગ 
તેમણે કહ્યું કે CREDAI ગુજરાત ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દર વર્ષે 3,000 અગ્નિવીરોને રોજગાર આપશે. “CREDAIના સમગ્ર ભારતમાં 26 રાજ્ય પ્રકરણો છે અને CREDAI ગુજરાતની ટીમ આ તમામ પ્રકરણોને આ યોજના સમજાવશે અને અમે પ્રયાસ કરીશું કે ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર દર વર્ષે 30,000 અગ્નિવીરોને કાયમી રોજગારી આપે. સરકારે આ યોજના રજૂ કર્યા પછી, સંખ્યાબંધ સરકારી વિભાગો અને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ અગ્નિવીર માટે નોકરીઓની જાહેરાત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ