બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Agenda of Mumbai INDIA meeting ready, meeting of 28 parties together today

રાજનીતિ / INDIA Alliance Meeting : મુંબઇ બેઠકનો એજન્ડા તૈયાર, એકસાથે 28 પાર્ટીઓની આજે મિટિંગ, સાંજના 4 વાગ્યે રાહુલ ગાંધી કરશે PC!

Priyakant

Last Updated: 03:29 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INDIA Alliance Meeting News: વિપક્ષની પાર્ટીઓનું ગઠબંધન એટલે કે ઈન્ડિયા નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ની ત્રીજી બેઠક આજથી મુંબઈમાં શરૂ થઈ રહી છે

  • મુંબઇમાં આજે INDIA ગઠબંધનની ત્રીજી બેઠક  
  • બેઠક પહેલા સાંજના 4 વાગ્યે રાહુલ ગાંધી કરશે PC
  • બેઠકમાં 28 પક્ષના લગભગ 63 નેતા ભાગ લેશે

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો અત્યારથી જ કવાયતમાં લાગી ગયા છે. આ બધાની વચ્ચે હવે વિપક્ષની પાર્ટીઓનું ગઠબંધન એટલે કે ઈન્ડિયા નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ની ત્રીજી બેઠક આજથી મુંબઈમાં શરૂ થઈ રહી છે. આ બેઠક બે દિવસ એટલે કે 31 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ તરફ હવે NCPના સુપ્રીમો શરદ પવારે કહ્યું છે કે, આ બેઠકમાં 28 પક્ષના લગભગ 63 નેતા ભાગ લેશે.

આજે INDIAની બેઠકની શરૂઆત પહેલાં રાહુલ ગાંધી સાંજે 4 વાગે પ્રેસ-કોન્ફરન્સ કરશે. સૂત્રો મુજબ આ પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધી અદાણી મુદ્દે બોલશે. આ પછી ઉદ્ધવ ઠાકરે રાત્રે 8 વાગ્યે ડિનરનું આયોજન કરશે. આવતીકાલે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે સત્તાવાર બેઠક શરૂ થશે જેમાં મહાગઠબંધનનો લોગો અને કન્વીનરનું નામ જાહેર થઈ શકે છે.

INDIAની આગળની કાર્યવાહી શું રહેશે ? 
વિપક્ષી ગઠબંધન માટે જોવા જઈએ તો સૌથી મોટી અવઢવ કે કાર્યવાહી એ છે કે, કયો પક્ષ, ક્યાંથી અને મોટી વાત કે કેટલી બેઠકો (સીટ વહેંચણી) પર ચૂંટણી લડશે ? નોંધનીય છે કે, ઘણાં રાજ્યોમાં મહાગઠબંધનમાં સામેલ પક્ષો એકબીજાના વિરોધી છે. આ દરમિયાન તાજેતરમાં જ કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં ગઠબંધન જીત્યા બાદ જ PM પદ માટેના નામનો નિર્ણય લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટાયેલા સાંસદો જ PMની પસંદગી કરશે.

અનેક દિગ્ગજો પહોંચ્યા છે મુંબઈ 
INDIA ની બેઠકમાં ભાગ લેવા બંગાળનાં સીએમ મમતા બેનર્જી, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ 30 ઓગસ્ટના રોજ દિવસ દરમિયાન મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન મમતા બેનરજીએ અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી, સાથે જ મમતાએ ઉદ્ધવ ઠાકરેને રાખડી પણ બાંધી હતી. 
 
INDIAની ત્રીજી બેઠકના 3 મુદ્દા 

  • બેઠક વહેંચણી અંગે ચર્ચા : મુંબઈમાં યોજાનારી ત્રીજી બેઠકમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થવાની છે, જેમાં 11 સભ્યોની કો-ઓર્ડિનેશન સમિતિને પણ આખરી ઓપ આપવામાં આવશે. એમાં કોંગ્રેસ, TMC, DMK, AAP, JDU, RJD, શિવસેના (UBT), NCP, ઝારખંડ મુક્તિ મોરચા, સમાજવાદી પાર્ટી અને CPI(M)માંથી એક-એક સભ્ય હશે.
  • સંયુક્ત સચિવાલયની જાહેરાત થઈ શકે: 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંયુક્ત વિરોધ પ્રદર્શન અને રેલીઓનું આયોજન કરવા માટે બીજી પેનલની જાહેરાત કરવામાં આવે એવી પણ શક્યતા છે. પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી પાર્ટીઓ વચ્ચે વધુ સારો તાલમેલ જાળવવા માટે ટૂંક સમયમાં સંયુક્ત સચિવાલયની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. 
  • પરસ્પર મતભેદો દૂર કરવા કવાયત : મહત્વનું છે કે, બેઠક દરમિયાન તમામ પક્ષોના પરસ્પર મતભેદો દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવાં રાજ્યોમાં જ્યાં તેઓ સીધા ચૂંટણીજંગમાં છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરી અને ટીએમસી, કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ, પંજાબ-દિલ્હીમાં AAP અને કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ અને જમ્મુ-કાશ્મીરમાં PDP અને નેશનલ કોન્ફરન્સ કટ્ટર હરીફ છે.  

આ પક્ષો I.N.D.I.A.નો ભાગ 
આ ગઠબંધનમાં કોંગ્રેસ, TMC, DMK, AAP, JDU, RJD, JMM, NCP (શરદ જૂથ), શિવસેના (ઉદ્ધવ જૂથ), SP, NC, PDP, CPM, CPI, RLD, MDMK, KMDK, VCK, RSP, સામેલ છે. CPI- ML (લિબરેશન), ફોરવર્ડ બ્લોક, IUML, કેરળ કોંગ્રેસ (જોસેફ), કેરળ કોંગ્રેસ (મણિ), અપના દળ (કામેરાવાડી) અને MMK.

અનેક દિગ્ગજો પહોંચ્યા છે મુંબઈ 
INDIA ની બેઠકમાં ભાગ લેવા બંગાળનાં સીએમ મમતા બેનર્જી, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ 30 ઓગસ્ટના રોજ દિવસ દરમિયાન મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન મમતા બેનરજીએ અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી, સાથે જ મમતાએ ઉદ્ધવ ઠાકરેને રાખડી પણ બાંધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ