બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / After years Sunny Deol will celebrate Rakshabandhan with her step sisters

ફિલ્મ જગત / અપને તો અપને હોતે હૈ! ગદર-2ના કારણે દૂર થઈ તિરાડ, વર્ષો બાદ સાવકી બહેનો સાથે રક્ષાબંધન મનાવશે સની દેઓલ

Kishor

Last Updated: 11:06 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગદર 2 ફિલ્મે જૂના સંબંધોને પણ જીવંત કરી દિધા છે. જેમાં હેમા માલિનીની અને સનીની સાવકી બન્ને બહેનો તેમના ભાઈની ફિલ્મ ગદર 2 ના સ્ક્રીનિંગમાં હાજર રહી હતી.

  • બોલિવૂડ એક્ટર સની દેઓલ હાલમાં ખૂબ ચર્ચામાં
  • ગદર 2 ફિલ્મે જૂના સંબંધોને પણ જીવંત કરી દિધા
  • ઇશાએ પહેલીવાર તેના સાવકાભાઈ સાથે તસ્વીર લીધી

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગદર 2ની ભવ્ય  સફળતાને લઈને હાલ બોલિવૂડ એક્ટર સની દેઓલ જોરદાર ચર્ચામાં છે. બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતી આ ધમાકેદાર ફિલ્મ ત્રણસો કરોડનો આંકડો પાર કરી લીધો છે અને આ ધમાલ અકબંધ રહી તો ફિલ્મ 500 કરોડને પણ આંબી શકે છે. ફિલ્મની સફળતાને લઈ સની દેઓલનો આખો પરિવાર ખુશ છે. બીજી બાજુ આ ખુશી બમણી થવા જઇ રહી છે. ગદર 2 ફિલ્મે જૂના સંબંધોને પણ જીવંત કરી દિધા છે. જેમાં હેમા માલિનીની અને સનીની સાવકી બન્ને બહેનો તેમના ભાઈની ફિલ્મ ગદર 2 ના સ્ક્રીનિંગમાં હાજર રહી હતી. બંને પોતાના ભાઈને ચીયર કરતી દેખાઇ હતી. હવે એવું પણ જાણવા મળી રહ્યું છે કે સની તેની બંને બહેનો સાથે રક્ષાબંધન ઉજવશે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ESHA DEOL (@imeshadeol)

કડવાશને ભૂલીને સંબંધોને સુધારવા પ્રયાસ

 

ભાઈ-બહેનના તહેવાર 'રક્ષાબંધન'ની ઉજવણીને લઈને સની દેઓલ તેમની સાવકી બહેન એશા અને આહાનાની મુલાકાત લઈ શકે છે. સની દેઓલ ભૂતકાળની તમામ કડવાશને ભૂલીને સંબંધોને સુધારવા માંગતો હોવાનું પણ માનવામાં આવે છે. એટલું જ નહીં, સનીની સાથે તેના બંને ભાઈઓ એટલે કે બોબી દેઓલ અને અભય દેઓલ પણ બહેનોના ઘરે રક્ષાબંધન ઉજવી શકે છે.

ઈશાએ ભાઈઓ સાથેની શેર કરી તસવીર

ઇશાએ પહેલીવાર તેના સાવકાભાઈ સાથે તસ્વીર લીધી હતી. ગદર 2 ની સ્ક્રિનિંગ પછી પહેલીવાર એશા દેઓલે સની અને બોબી દેઓલ સાથે તેની તસવીર લીધી હતી. જેને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. ઈશાએ આ તસવીર સાથે હાર્ટ અને એવિલ આઈ સાથેનું ઈમોજી શેર કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ