બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / After the spying incident in the police department other departments as well

આશંકા / ગુજરાતમાં જાસૂસીકાંડના ડાકલા વાગ્યા, પોલીસ બાદ આ મહત્વના વિભાગમાં પણ અધિકારીઓ રડારમાં, થશે મોટા નેટવર્કનો પર્દાફાશ?

Kishor

Last Updated: 05:57 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખનીજ વિભાગમાં અધિકારીઓની જાસુસી થતી હોવાની રાવ ઉઠી રહી છે. ખનીજ માફિયાઓ અધિકારીઓની જાસુસી કરતા હોવાથી આગામી સમયમાં પર્દાફાશ થાય તો નવાઈ નહિ!

  • ખનીજ વિભાગમાં પણ જાસૂસીકાંડ!
  • અધિકારીઓની જાસૂસી થતી હોવાની આશંકા
  • તપાસ થાય તો જાસૂસીકાંડ બહાર આવી શકે

પોલીસ વિભાગમાં જાસૂસીકાંડ બાદ અન્ય વિભાગમાં પણ જાસૂસીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે જેમાં ખનીજ વિભાગમાં પણ અધિકારીઓની જાસૂસી થતી હોવાની શંકા દર્શાવાઇ રહી છે. આ મામલે તપાસ થાય તો ખનીજ ચોરીમાં જાસૂસીકાંડ બહાર આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ખનીજ માફિયાઓ અધિકારીઓની જાસૂસી કરવા માટે માણસો રાખે છે જેની રડારમાં ખનીજ ખાતાના અધિકારી હોય છે અને આ અધિકારીઓ ક્યાં છે, ક્યાં જવાના છે, ક્યાં કપડાં પહેર્યા છે તે સહિતની માહિતી આપતા હોય તેવી રાવ ઉઠી રહી છે.

જાસૂસીકાંડના નેટવર્કનો થઇ શકે છે પર્દાફાશ

આ અંગે ઊંડી તપાસની માંગ ઉઠી છે. ખનીજ માફિયાના ખબરી અને જાસૂસી અંગે તપાસ કરવામાં આવે તો મોટું ષડયંત્ર ઉઘાડું પડી શકે છે. બીજી બાજુ જાસૂસી અંગેની જાણ અને ઉઠતી રાવને લઈને ખનીજ ખાતાના અધિકારીઓ પણ સજાગ બન્યા છે. તંત્ર પણ જાસૂસીનો ભેદ ખોલવા અંદર ખાને પુરાવાઓ એકઠા કરવાની કામગીરીમા જોતરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રના અધિકારી નામ, મોબાઈલ નંબર સહિત પુરાવા એકત્રિત કરી આવા જાસૂસના ષડયંત્રને છતું કરી શકે છે. જેને લઈને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરીમાં જાસૂસીકાંડના મોટા નેટવર્કનો પર્દાફાશ થઇ શકે છે.


પોલીસમાં જાસૂસી કૌભાંડ સામે આવ્યું

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ગુજરાત પોલીસમાં જાસૂસી કૌભાંડ સામે આવ્યું છે. ભરૂચના ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મચારીઓ પોલીસ અધિકારીઓની જાસૂસી કરતા હોવાની માહિતી સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચમાં ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બુટલેગરોની જે બાતમી મળતી હતી, તે લાંબા સમયથી નિષ્ફળ જઈ રહી હતી. ગુજરાતમાં પોલીસકર્મીઓની જ થઈ જાસૂસી નિષ્ફળતા પાછળનું શોધવા માટે પોલીસે તખ્તો તૈયાર કર્યો હતો. આ દરમિયાન બંને પોલીસકર્મીઓ ગુજરાતના મોટા અધિકારીઓ સહિત ભરૂચની આજુબાજુના પોલીસકર્મીઓની જાસૂસી કરતા હતા અને બૂટલેગરોને આ માહિતી પહોંચાડતા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ