બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / After the India-Sri Lanka match, some fans were seen fighting badly with each other in the stadium

જોરદાર હંગામો / ભારત-શ્રીલંકા મેચમાં મોટી બબાલ, સ્ટેડિયમમાં ગદડાપાટાનો વરસાદ, મારપીટનો વીડિયો થયો વાયરલ

Pravin Joshi

Last Updated: 06:30 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs SL: ભારતીય ટીમે સુપર-4માં શ્રીલંકાને 41 રને હરાવીને એશિયા કપ 2023ની ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ મેચ બાદ સ્ટેડિયમમાં પ્રશંસકો વચ્ચે લડાઈ પણ જોવા મળી હતી.

  • ભારતીય ટીમે એશિયા કપ 2023ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું 
  • ભારતીય ટીમે સુપર-4માં શ્રીલંકાને 41 રને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો
  • આ મેચ બાદ સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે ખરાખરીની લડાઈનો વીડિયો થયો વાયરલ

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે એશિયા કપ 2023ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. શ્રીલંકા સામે સુપર-4ની તેની બીજી મેચમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. આ મેચમાં બંને ટીમોએ ચોક્કસપણે પોતાની રમતથી તમામ ચાહકોના દિલ જીતી લીધા હતા. જો કે, મેચ સમાપ્ત થયા પછી, કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેની કોઈને અપેક્ષા નહોતી. ભારત-શ્રીલંકા મેચ બાદ સ્ટેડિયમમાં કેટલાક પ્રશંસકો એકબીજાની વચ્ચે ખરાબ રીતે લડતા જોવા મળ્યા હતા. જ્યારથી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પહેલા ચાહકો વચ્ચે થોડી દલીલ થઈ અને પછી બધા એકબીજા સાથે લડવા લાગ્યા. આ પછી ત્યાં હાજર કેટલાક લોકો ઝઘડાને રોકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

 

એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 213 રનના સ્કોર સુધી જ સિમિત રહી હતી. આમાં શ્રીલંકાના સ્પિનરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તમામ 10 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી 20 વર્ષીય યુવા ખેલાડી દુનિથા વેલાલેગે સૌથી વધુ 5 વિકેટ લીધી, જેમાં રોહિત, ગિલ, કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાની વિકેટ સામેલ છે.

શ્રીલંકાના બેટ્સમેનો કુલદીપ અને જાડેજાની સ્પિન સામે ઝૂકી ગયા હતા.

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમની આ પીચ પર શ્રીલંકા માટે આ લક્ષ્ય હાંસલ કરવું ઘણું મુશ્કેલ હતું. શ્રીલંકાએ પ્રથમ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કુલદીપ યાદવે 4 અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લઈને શ્રીલંકાની ઈનિંગ્સને 172 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ભારતીય ટીમને સુપર-4માં વધુ એક મેચ રમવાની છે જે 15 સપ્ટેમ્બરે આ જ મેદાન પર બાંગ્લાદેશ સામે રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ