બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / After the attack the Indian embassy issued an alert Leave the Israeli border immediately

એલર્ટ / ઈઝરાયેલ-હમાસ યુદ્ધ ભયાનક બન્યું, 1 ભારતીયનું મોત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

Pravin Joshi

Last Updated: 04:44 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયેલના માર્ગલિયોટ નજીક એન્ટી ટેન્ક મિસાઇલ હુમલા પછી ભારતીય દૂતાવાસે મંગળવારે એક એડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં ભારતીયોને ઈઝરાયેલ બોર્ડર છોડીને સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ આપવામાં આવી છે.

ઇઝરાયેલના માર્ગલિયોટ નજીક એન્ટી ટેન્ક મિસાઇલ હુમલા પછી ભારતીય દૂતાવાસે મંગળવારે એક એડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં ભારતીયોને ઈઝરાયેલ બોર્ડર છોડીને સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ આપવામાં આવી છે. ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં લખ્યું છે કે વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકો, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણના સરહદી વિસ્તારોમાં કામ કરતા અથવા મુલાકાત લેતા લોકોને દેશની અંદર સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવે છે. 

ભારતીય એમ્બેસીએ શું કહ્યું?

દૂતાવાસે વધુમાં કહ્યું કે અમે ભારતીયોની સુરક્ષાને લઈને ઈઝરાયેલના અધિકારીઓના સંપર્કમાં છીએ. તમે કોઈપણ સમયે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 97235226748 અને ઈમેલ [email protected] પર કૉલ કરી શકો છો. આ સિવાય એમ્બેસીએ ભારતીયોને તેમના સ્થાનિક નેટવર્ક દ્વારા એડવાઈઝરી ફેલાવવા જણાવ્યું હતું. લેબનોનના હિઝબુલ્લાહ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલની ઉત્તરીય સરહદ પર સ્થિત માર્ગલિયોટ નજીકના બગીચામાં એન્ટી ટેન્ક મિસાઇલ છોડવામાં આવી હતી. જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.

વધુ વાંચો : ભારતને મળી પહેલી મહિલા સ્નાઈપર સૈનિક, દેશના દુશ્મનોને કરશે ઠાર

ઈઝરાયેલે શું કહ્યું?

નવી દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસે હુમલા અંગે જણાવ્યું હતું કે, શિયા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા શાંતિપૂર્ણ કૃષિ કામદારો પર કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાને કારણે એક ભારતીય નાગરિકના મૃત્યુ અને અન્ય બે ઘાયલ થવાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ કામદારો ગઈકાલે બપોરે માર્ગલિયોટના ઉત્તરીય ગામમાં એક બગીચામાં ખેતી કરી રહ્યા હતા. શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલો માટે અમારી પ્રાર્થના અને સંવેદના. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ