બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Sumankumari is india bsf first female sniper

શક્તિને સલામ / ભારતને મળી પહેલી મહિલા સ્નાઈપર સૈનિક, દેશના દુશ્મનોને કરશે ઠાર

Published By: Bhavin Rawal

Last Updated: 03:51 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

56 પુરુષો વચ્ચે એક માત્ર મહિલા તરીકે તાલીમ લીધી અને ટ્રેનર ગ્રેડ સાથે 8 અઠવાડિયાની આકરી ટ્રેનિંગ પૂરી કરી. હવે સુમનકુમારી આ દેશના સૌથી પહેલા મહિલા સ્નાઈપર છે.

8 માર્ચે મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં થશે. મહિલાઓને સમાનતાની વાતો થશે. મહિલાને શક્તિનું કેન્દ્ર પણ ગણવામાં આવી છે. આ બધાની વચ્ચે ભારતની મહિલાઓ ખરેખર શક્તિ સાબિત થઈ રહી છે. આપણા દેશની મહિલાઓ દેશની સરહદોનું રક્ષણ કરે છે, પછી તે દરિયામાં હોય, આકાશમાં હોય કે જમીન પર. હવે ભારતીય સૈન્યને તેની પહેલી મહિલા સ્નાઈપર મળી છે.

મહિલાઓ જ્યારે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં દેશની પહેલી મહિલા સ્નાઈપર સૈનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. BSFના સબ ઈન્સ્પેક્ટર સુમન કીમારી સીમા સુરક્ષા દલના પહેલા સ્નાઈપર બન્યા છે.

સુમનકુમારીએ તાજેતરમાં જ ઈન્દોરની સેન્ટ્રલ સ્કૂલ ઓફ વેપન્સ એન્ડ ટેક્ટિક્સમાં આઠ મહિનાનોસ્નાઈપર કોર્સ પૂરો કર્યો છે, અને તેમાં પ્રશિક્ષક ગ્રેડ મેળવ્યો છે. સુમનકુમારીની આ અચીવમેન્ટ મામલે CSWT ઈન્દોર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે,'BSF હવે એવી ફોર્સ બની રહી છે, જેમાં દરેકનો સમાવેશ થાય છે, જ્યાં મહિલાઓ પણ ઝડપથી પ્રગતિ કરી રહી છે. આ જ દિશામાં આગળ વધતા આકરી તાલીમ બાદ BSFને પહેલી મહિલા સ્નાઈપર મળી છે.'

સુમનકુમારી દ્રઢ સંકલ્પ ધરાવતા મહિલા છે અને દેશસેવામાં સમર્પિત થવાના દ્રઢ નિશ્ચયથી તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે.  પરંતુ આ રાહ સરળ નહોતી. સુમને ખૂબ મહેનત કરીને આ આકરો કોર્સ પૂરો કર્યો છે. જેમાં 17 કિલો વજન સાથે લાંબા અંતર સુધી દોડવું, 100 મીટર સ્ટૉકિંગ કરવા જેવી ચેલેન્જિંગ ટ્રેઈનિંગ સામેલ હતી. આ કોર્સનો દરેક તબક્કો અઘરો હતો, પરંતુ સુમનકુમારીએ બધું જ પુરુ કર્યું. 

સામાન્ય કદ કાઠી ધરાવતા સુમનકુમારી જ્યારે ઈન્દોરની સેન્ટ્રલ સ્કૂલ ઓફ વેપન્સ એન્ડ ટેક્ટિક્સમાં આઠ અઠવાડિયાના કોર્સ માટે સામેલ થયા, ત્યારે તે 56 પુરુષો વચ્ચે એકમાત્ર મહિલા હતા. 

વધુ વાંચો: ભારતીય સૈન્યમાં કોને મળે છે કેટલો પગાર, જાણો આખું માળખું

સુમન મૂળ હિમાચલના મંડી જિલ્લાના સાધારણ પરિવારમાંથી આવે છે. તેમના પિતા ઈલેક્ટ્રિશિયન છે, અને માં હાઉસવાઈફ છે. એક સાધારણ શરૂઆતથી લઈને પહેલા મહિલા સ્નાઈપર બનવાની તેમની જર્ની પ્રેરણાદાયક છે.  2021માં BSFમાં સામેલ થનારી સુમનકુમારી શરૂઆતમાં પંજાબમાં એક પ્લાટૂનની કમાન સંભાળતા હતા. પરંતુ સરહદપારથી થતા સ્નાઈપર હુમલાનો ખતરો જોઈને તેમની અંદર પણ તેનો જવાબ આપવાની ઈચ્છા થઈ. તેમણે સ્નાઈપર કોર્સ માટે સીનિયર્સ સાથે વાત કરી. તેમના સીનિયર્સે પણ મંજૂરી આપી અને 56 પરુષોની વચ્ચે સુમનકુમારીએ જબરજસ્ત કામગીરી કરી અને દેશની રક્ષા માટે સ્નાઈપર તરીકે તૈયાર થયા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Suman Kumari female sniper indian army sniper ભારતીય સૈન્ય મહિલા સ્નાઈપર સુમન કુમારી સ્નાઈપર First female sniper

Published by

Bhavin Rawal

Bhavin Rawal

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ