બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / After the accident in Surat, Kumar Kanani accused the police

Video / 'કાર્યવાહીની જરૂર તો ખરા અર્થમાં મોડી રાત્રે...', સુરત અકસ્માત બાદ કુમાર કાનાણીના પોલીસને સવાલ

Dinesh

Last Updated: 03:48 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુમાર કાનાણીએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, અકસ્માત રાત્રે થાય છે અને પોલીસ દિવસે ઉભી રહે છે તેમજ લાયસન્સ જેવી બાબતમાં સામાન્ય માણસને દિવસે હેરાન કરાય છે અને કાર્યવાહીની જરૂર તો ખરા અર્થમાં મોડી રાત્રે છે

  • સુરતમાં અકસ્માત બાદ કુમાર કાનાણીનાં પોલીસ પર આક્ષેપ 
  • કુમાર કાનાણીએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ 
  • 'અકસ્માત રાત્રે થાય છે અને પોલીસ દિવસે ઉભી રહે છે'


સુરતમાં પણ અમદાવાદ ઇસ્કોન બ્રિજ જેવી ઘટના ઘટી હતી. બેફામ નબીરાએ કથિત રીતે દારૂના નશામાં BRTS રુટમાં કાર ચલાવી બાઇક સવાર યુવકોને અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે  હોસ્પિટલ ખસેડાયા છે. જે અકસ્માત બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ પર આક્ષેપ કર્યા છે.  

પોલીસ પર કાનાણીનાં આક્ષેપ 
કુમાર કાનાણીએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, અકસ્માત રાત્રે થાય છે અને પોલીસ દિવસે ઉભી રહે છે તેમણે કહ્યું કે, લાયસન્સ જેવી બાબતમાં સામાન્ય માણસને દિવસે હેરાન કરાય છે અને કાર્યવાહીની જરૂર તો ખરા અર્થમાં મોડી રાત્રે છે. કાનાણીએ કહ્યું કે, નશો કરીને બેફામ ફરતા લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ અને માતાપિતાએ પણ પોતાના સંતાનો પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. 

આ મુદ્દે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું ધ્યાન દોરીશું : કાનાણી
ધારાસભ્ય કાનાણીએ કહ્યું કે, હેલમેટ, લાયસન્સ. નંબર પ્લેટ જેવી બાબતે સામાન્ય પ્રજાને દંડવામાં આવે છે. તેમણે કહ્યું કે, આવી ઘટના રોકવાની ફરજ આપણા બધાની છે અને આ મુદ્દે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું ધ્યાન દોરીશું તેમ પણ કાનાણીએ જણાવ્યું હતું. 

'બાપને પણ ધ્યાને રાખવું પડશે'
કાનાણીએ જણાવ્યું કે, આ બાબતે મા બાપને પણ ધ્યાને રાખવું પડશે કે, આપણા દીકરા દીકરીઓ ક્યાં જાય છે, રાત્રે ઘરેથી નીકળે છે - ક્યાં જાય છે તેના પર નજર રાખવી પડશે. કેટલા વાગ્યા ઘરેથી જાય કેટલા વાગે ઘેર આવે છે તે બાબત મા બાપને પણ જોવી પડશે. વધુમાં તેમણે કહ્યું કે, વર્તમાનમાં સામાજિક દૂષણ ઉભું થયું છે. 

શુ છે સમગ્ર મામલો
વાયુ વેગે કાર ચલાવી સુરતમાં સાજન ઉર્ફે સન્ની પટેલે 3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા. જેને લઈને અફરાતફરી સર્જાઈ હતી. એટલું જ નહીં બાઈક ચાલકને 20 ફૂટ સુધી ઢસડ્યા બાદ કાર રોકાતા રૂવાટા ઉભા થઇ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં વિવેક અને કિશન હીરપરા તથા ઋષિત અને યશ નામના યુવાનોને ગંભીર ઈજા થવા પામી હતી. આરોપીએ નીતિ નિયમો નેવે મૂકી BRTS રૂટમાં ઓવરસ્પિડમાં કાર ચલાવી અકસ્માત સર્જયો હતો. આરોપી કારના ચાલકે એક બાદ એક ત્રણ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. બાદમાં કારની એરબેગ્સ ખુલી ગઈ હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ