બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After suicide by student, Nursing college students protest in Deesa

ડીસા / ડીસાના યુવકે આપઘાત કરતાં કૉલેજના વિદ્યાર્થીઓનો હોબાળો, પ્રોફેસર પર લગાવ્યા ગંભીર આરોપ

Kiran

Last Updated: 01:26 PM, 31 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીસામાં ભારત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીના આપઘાત મામલે આજે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર હોબાળો મચાવ્યો અને પ્રોફેસર અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરી

  • વિદ્યાર્થીના આપઘાત મામલે વિદ્યાર્થીઓનો હોબાળો
  • પ્રોફેસરના ટોર્ચરથી આપઘાત કર્યાનો આક્ષેપ
  • પ્રોફેસર અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માગ

ડીસામાં ભારત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ કરેલા આપઘાત મામલે આજે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો છે અને કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે.

મહત્વનું છે કે કોલેજના પ્રોફેસરના ટોર્ચરને લઈ વિદ્યાર્થીએ અમદાવાદ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓને ન્યાય અપવવા માટે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હોબોળો મચાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓએ બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કર્યો હતો પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે કોલેજના ટ્રસ્ટીઓે દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.


વિદ્યાર્થીના આપઘાત મામલે વિદ્યાર્થીઓનો હોબાળો

મહત્વનું છે કે ભારત નર્સિંગ કોલેજના આપઘાતને પગલે કોલેજના પ્રોફેસર સામે માર મારવાના અને ટોર્ચર કરી કોલેજમાંથી કાઢી મુકવાના આક્ષેપો લાગી રહ્યા છે, વિદ્યાર્થીને કોલેજમાંથી કાઢી મુકવામાં આવતા વિદ્યાર્થીએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે વદ્યાર્થીઓના વિરોધ અને હોબાળાને પગલે કોલેજમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જે બાદ કોલેજના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને સમજાવીને મામલે થાળે પાડ્યો હતો. 


પ્રોફેસર અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માગ

પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને માર મરાતા અને બાદમાં કોલેજમાંથી કાઢી મુકવામાં આવતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષપ ભારત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો 

કોલેજ બહાર એકઠા થઈને પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક કોલેજના પ્રોફેસર તેમજ પ્રિન્સિપાલ  સસ્પેન્ડ કરવામાં તેવી  માંગ કરી હતી. જો કે કોલેજના ટ્રસ્ટીઓએ આશ્વાસર આપી સમગ્ર મામલો થાળે પાડ્યો છે પરતું કોલેજ ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર મામલે શું નિર્ણય લેવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ