બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After Salangpur, the Hanuman idol was removed from the Kundal Swaminarayan temple

બોટાદ / સાળંગપુર બાદ હવે કુંડળમાંથી હટાવાઈ ફળાહાર અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ, આજે સંતોનું મહાસંમેલન

Malay

Last Updated: 01:14 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Botad News: આજે વહેલી સવારે સૂર્યોદય પહેલા સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંતચિત્રોને હટાવવામાં આવ્યા બાદ હવે કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી નીલકંઠવર્ણીને ફળ અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ હટાવાઈ.

  • કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હટાવાઈ મૂર્તિ 
  • નીલકંઠવર્ણીને ફળ અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ હટાવાઈ 
  • સાળંગપુરમાં પણ હનુમાનજીના ભીંતચિત્રોને હટાવાયા

Botad News: સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં કંડારવામાં આવેલા હનુમાનજીના ભીંતચિત્રોને મંદિર તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા બાદ હવે બોટાદ કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ હટાવવામાં આવી છે. 

વધતા વિવાદ વચ્ચે હટાવાઈ મૂર્તિ
મંદિર પરિસરમાં લગાવવામાં આવેલી નીલકંઠવર્ણીને ફળ અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિને લઈ વધતા વિવાદ વચ્ચે કુંડળ સ્વામિનારાયણ મંદિરના વહીવટી તંત્ર દ્વારા આ મૂર્તિને હટાવવામાં આવી છે. કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં માત્ર નીલકંઠવર્ણીની મૂર્તિ જોવા મળી રહી છે. 

હનુમાન ભક્તોમાં જોવા મળ્યો હતો વિરોધનો વંટોળ
બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પાર્કિંગ પાસે બનાવાયેલા બગીચામાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ હતી. જે મૂર્તિમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના નિલકંઠવર્ણીને ફળ અર્પણ કરતા દર્શાવાયા હતા. આ મૂર્તિને લઈને સનાતની સાધુ-સંતો, હિન્દુ સંગઠનો અને હનુમાન ભક્તોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો હતો. ધર્મ ગુરુઓ અને હિન્દુ સંગઠનોએ આ મૂર્તિને હટાવવાની માંગ કરી હતી. તો કેટલાક સાધુએ તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. 

No description available.

લંબે આશ્રમ ખાતે યોજાઈ હતી બેઠક 
આ મુદ્દે સનાતની સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોનો બેઠકો દોર શરૂ થઈ ગયો હતો. અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમ ખાતે બે દિવસ અગાઉ રાજ્યભરના સાધુ-સંતો એકઠા થયા હતા. લંબે નારાયણ આશ્રમ ખાતે ડૉ. જ્યોતિર્નાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સાધુ-સંતોની બેઠકમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કેટલાંક નિર્ણયો લીધા હતા. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સાધુ-સંતોએ નિર્ણય લીધો હતો કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં. સાધુ-સંતોએ સ્વામિનારાણ સંપ્રદાયના સંતોના કાર્યક્રમમાં ન જવાના શપથ લીધા હતા.

સાળંગપુર મંદિરમાંથી હટાવાયા ભીંતચિત્રો
વિવાદ વધતા સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો, VHP તથા સાધુ-સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી અને આખરે મંદિર પરિસરમાંથી બંને વિવાદિત ચિત્રો દૂરનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રો હટાવાયા હતા, ત્યારબાદ હવે કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી નીલકંઠવર્ણીને ફળ અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ હટાવવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ