બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / After MLA's presentation, Chief Minister orders inquiry into Savali land scam, what happened to widow woman

કાર્યવાહી / MLAની રજૂઆત બાદ સાવલી જમીન કૌભાંડમાં મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ, વિધવા મહિલા સાથે થયું છે આવું

Vishal Khamar

Last Updated: 06:45 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં સાવલીમાં વિધવા બહેનોનાં દસ્તાવેજો સાથે ચેડા કરવા મામલે ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા આ સમગ્ર મામલે CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા તપાસનાં આદેશ આપ્યા હતા.

  • સાવલીમાં વિધવા બહેનોનાં જમીનનાં ખોટા દસ્તાવેજ ઉભા કરવાનો મામલો
  • સમગ્રે મામલે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીની રજૂઆત કરવામાં આવી
  • મુખ્યમંત્રી દ્વારા વડોદરા જીલ્લા કલેક્ટરને તપાસનાં આદેશ અપાયા

વડોદરાનાં સાવલીમાં વિધવા બહેનનાં દસ્તાવેજો સાથે ચેડા કરવા મામલે વિધવા બહેનો દ્વારા આ મામલે ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય દ્વારા આ સમગ્ર મામલે મુખ્યમંત્રીની રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા સમગ્ર મામલે તપાસનાં આદેશ આપ્યા છે. દસ્તાવેજો સાથે ચેડા કરી જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલે વિધવા બહેનો દ્વારા આ મામલે ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય કેતન ઈનામદારે આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા આ બાબતે વડોદરા જીલ્લા કલેક્ટરને તપાસનાં આદેશ આપ્યા છે. સાવલીનાં ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા રેવન્યું અધિકારીઓની મિલીભગતથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી દ્વારા સમગ્ર મામલે કડક કાર્યવાહિ કરવા કલેક્ટરને સૂચના આપી
સમગ્ર જમીન કૌભાંડ મામલે ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા જણાવ્યું હતું કે, મારા મત વિસ્તાર સામંતપુરા (ગોઠડા) ગામમાં આઠ-આઠ વિધવા બહેનની જમીનની અંદર ખોટું પેઢી નામું, ખોટા મરણનાં દાખલા અને ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી ભોગૌલિક ખેડૂત ખાતેદાર બનાવવાનો જે કારસો રચ્યો ચે તે કિસ્સો ખૂબ જ શરમજનક છે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં મહેસુલ વિભાગનાં જ અધિકારીઓ સંડોવાયેલા છે. એમનું જ આ માસ્ટર માઈન્ડ છે. તેમજ ગઈકાલે જ મે સમગ્ર વિગત મુખ્યમંત્રીને આપી છે.  ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કલેક્ટરને આ બાબતે સૂચનાં આપીને તેની તપાસ કરી તપાસમાં જે પણ તથ્ય છે. એ નિષ્પક્ષ રીતે બહાર કાઢી અને ગમે તેવો ચરમબંધી અધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને નહી છોડી કડકમાં કડક સજા કરવા માટે સૂચના આપી છે.  

મહિલાઓ દ્વારા અગાઉ ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી

વડોદરાનાં સાવલીનાં સામંતપુરા ગામમાં કરોડોની જમીન કૌભાંડ મામલે ખુલાસો થવા પામ્યો છે. ત્યારે બોગસ ખેડૂત ખાતેદારો બની જમીન પચાવી પાડવાની ઘટનાં સામે આવી છે. જેમાં 8 જેટલી વિધવા મહિલાઓની જમીનોમાં અજાણ્યા ઈસમોનાં નામ દાખલ થયા છે. ત્યારે મરણનો ખોટો દાખલો અને બોગસ પેઢીનામું બનાવી મિલકતમાં નામ દાખલ કરી દીધું હતું. ભોગ બનનાર વિધવા મહિલા ખેડૂતોએ સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ