બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / after hitting the head constable in ghaziabad a minor car rider dragged the policeman on the bonnet

વાયરલ / VIDEO : સગીરને કદી કાર ન અપાય, ગમે તે કરી મૂકે, ગાઝિયાબાદમાં ભયાનક ઘટના બનતા વાલીઓ ચેતે

Hiralal

Last Updated: 05:15 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર હાથમાં આવતા જ ગાઝિયાબાદના એક સગીર ચાલકે એવો કાંડ કર્યો કે જાણીને ધ્રૂજી જવાય છે અને સગીરોને કદી કાર ન આપવી જોઈએ તેવું લાગે.

  • ગાઝિયાબાદમાં સગીર કાર ચાલકનું કૃત્ય
  • પહેલા સાઈકલ સવારને મારી ટક્કર
  • ત્યાર બાદ હેડ કોન્સ્ટેબલને બોનેટ પર બેસાડીને 2 કિમી ઢસડ્યો 

સગીરોને કાર આપવામાં બહુ મોટું જોખમ છે. તેઓ કાર ચલાવવામાં ક્યારેક બહુ મોટો અકસ્માત કરી શકે છે અને તેથી વાલીઓએ ચેતવા જેવું છે અથવા તો ત્યારે જ આપી શકાય કે જ્યારે તેમને પ્રોપર ડ્રાઈવિંગ આવડતું હોય. યુપીના ગાઝિયાબાદમાં આવી જ એક ઘટના બનતા ફફડાટ ફેલાયો છે. 

કાર હાથમાં આવતા બેફામ બન્યો સગીર ચાલક 
યુપીના ગાઝિયાબાદમાં 17 વર્ષીય સગીર ઘેરથી કાર લઈને નીકળ્યો હતો. કાર હાથમાં આવતા તે બેફામ બન્યો હતો અને તેણે સૌથી પહેલા સાઈકલ સવારને ટક્કર મારીને ઝડપી ગતિએ ભાગી ગયો હતો પરંતુ આગળના ટ્રાફિક પોઈન્ટ પર જ્યારે ટ્રાફિક પોલીસકર્મીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તે રોકાયો નહોતો અને પોલીસકર્મીને બોનેટ પર 2 કિમી દૂર ઘસડી ગયો હતો. 

ગાઝિયાબાદમાં સગીરોનો મોટો કાંડ 
આ મામલો ગાઝિયાબાદના પોલીસ સ્ટેશન સિહાની ગેટ વિસ્તારનો છે, જ્યાંથી કારમાં સવાર કેટલાક યુવકો હોલી ચાઇલ્ડ સ્કૂલ નજીક એક આંતરછેદ પર સાઇકલ સવાર સાથે અથડાય છે. આ પછી કારમાં સવાર યુવક ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે પરંતુ સામે ઉભેલા ટ્રાફિક પોલીસકર્મી તેમને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ યુવકોની ધૃષ્ટતા આ તસવીરોમાં જોઇ શકાય છે કે તેઓ ટ્રાફિક પોલીસકર્મીને કચડી નાખવાનો પ્રયાસ કરે છે. ટ્રાફિક પોલીસકર્મી બચવા કૂદકો મારીને બોનેટ પર લટકી જાય છે અને યુવાનોને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ યુવકો ક્યાં માનવાના હતા? ટ્રાફિક પોલીસકર્મીઓ બોનેટ પર લટકીને કારને દોઢથી બે કિલોમીટર સુધી પૂરઝડપે હંકારે છે. કાર ત્યાંથી ભાગીને યશોદા હોસ્પિટલ પહોંચે છે. ત્યાં એક વ્યક્તિ ભાગી રહેલી કારની સામે બલેનો કાર મૂકે છે અને ટ્રાફિક પોલીસનો જીવ બચાવે છે.

સગીર કાર ચાલકની ધરપકડ 
આ પછી પણ ટ્રાફિક પોલીસ અને કારમાં બેઠેલા યુવકો ભીડને ચકમો આપીને ત્યાંથી ફરાર થઇ જાય છે. પોલીસે હવે કારમાં સવાર યુવકની ધરપકડ કરી લીધી છે. કાર ચાલક સગીર હોવાનું કહેવાય છે. પોલીસે કાર પણ જપ્ત કરી લીધી છે અને હવે કારમાં સવાર અન્ય યુવકોની શોધખોળ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ