બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / After G20, will India enter the UNSC? 'We will be proud', Pakistan worried after Turkey's support

G20 Summit / G20 બાદ શું હવે UNSCમાં થશે ભારતની એન્ટ્રી? 'અમને ગર્વ થશે', તુર્કીયેના સમર્થન બાદ પાકિસ્તાન ચિંતિત

Megha

Last Updated: 11:00 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 સમિટના છેલ્લા દિવસે તુર્કીયેના રાષ્ટ્રપતિએ કહ્યું કે UNSCના પાંચ સ્થાયી સભ્યો કરતાં દુનિયા ઘણી મોટી છે, જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બને તો તેમના દેશને ગર્વ થશે.

  • G20 સમિટ બાદ ભારતને UNSCમાં કાયમી સભ્યપદ આપવાની માંગ ઉઠવા લાગી
  • ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્ય બનવાની તક મળવી જોઈએ
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો કરતાં દુનિયા ઘણી મોટી છે - તુર્કીયેના રાષ્ટ્રપતિ 

G20 સમિટનું ભારતમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ આયોજિત આ સમિટમાં વિશ્વભરના દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો.  G20 સમિટનું ભવ્ય આયોજન કરીને ભારતે આખી દુનિયાને બતાવ્યું કે ભવિષ્ય આપણું છે. આ જ કારણ છે કે આ સમિટ બાદ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ આપવાની માંગ ઉઠવા લાગી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્ય બનવાની તક મળવી જોઈએ
G20 સમિટના છેલ્લા દિવસે રવિવારે તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગને કહ્યું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નો કાયમી સભ્ય બને તો તેમના દેશને ગર્વ થશે.' મીડિયા બ્રીફિંગમાં આ સવાલનો જવાબ આપતા એર્દોઆને કહ્યું કે 'તમામ બિન-P5 સભ્યોને એક પછી એક એમ સુરક્ષા પરિષદના સભ્ય બનવાની તક મળવી જોઈએ.'

UNSCના પાંચ સ્થાયી સભ્યો કરતાં દુનિયા ઘણી મોટી છે
P5 અથવા સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનો ઉલ્લેખ કરતા તુર્કીયેના રાષ્ટ્રપતિએ કહ્યું કે દુનિયા પાંચથી ઘણી મોટી છે. તેમણે કહ્યું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બને તો અમને ગર્વ થશે. એર્દોગને પીએમ મોદી સાથે વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધોને મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી. એર્દોગને બંને દેશો વચ્ચે સહકારની વિશાળ સંભાવનાઓનો લાભ લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

15 અસ્થાયી સભ્યો સ્થાયી બનાવવાના પક્ષમાં છે એર્દોઆન
તેમણે કહ્યું કે 'ભારત દક્ષિણ એશિયામાં અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને અમે આ વર્ષની શરૂઆતમાં તુર્કીયેમાં યોજાયેલી ચૂંટણી પછી મુખ્યત્વે અર્થતંત્ર અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સહકારની વિશાળ સંભાવનાનો ઉપયોગ કરી શકીશું.' એર્દોઆને કહ્યું કે તે ગર્વની વાત છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભૂમિકા ભજવી રહ્યું છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ સ્થાયી અને 15 અસ્થાયી સભ્યો સ્થાયી બનાવવાના પક્ષમાં છે. એર્દોઆને કહ્યું, 'તે 20 (5+15)ને એક પછી એક એમ વારાફરતી UNSCના સ્થાયી સભ્યો હોવા જોઈએ.' 

આ નિવેદન બાદ પાકિસ્તાનને લાગશે મરચાં 
રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના આ નિવેદનથી પાકિસ્તાન ચિંતામાં મુકાઇ શકે છે કારણ કે તુર્કીયે અત્યાર સુધી પાકિસ્તાનનું સમર્થન કરતું હતું. તુર્કીયે સરકાર આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરી રહી છે. રાષ્ટ્રપ્રમુખ એર્દોગને પોતે ઘણી વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. જો કે દર વખતે ભારતે તેની બોલતી બંધ કરી દીધી હતી. 

આવી સ્થિતિમાં તુર્કીયેનું UNSCમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થનને તેની વિદેશ નીતિનો મજબૂત મુદ્દો માનવામાં આવી રહ્યો છે. ભારત અને તુર્કીયેના વધતા મજબૂત સંબંધોને જોઈને પાકિસ્તાનને મરચાં લાગી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ