બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / After being a victim of online fraud, immediately file an online complaint at home, know the step by step process

સાયબર ક્રાઈમ / કદાચ! ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની ગયા બાદ તાત્કાલિક ઘરે બેઠા આવી રીતે કરો ઓનલાઈન ફરિયાદ, જાણી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Megha

Last Updated: 12:32 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર ફ્રોડનો શિકાર બની જાઓ એ પછી શું કરવું જોઈએ? અમે તમને સરળ સ્ટેપ્સમાં સમજાવીશું કે જો કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઈમ અંગે ફરિયાદ કરવા માંગે છે, તો ઘરે બેઠા કેવી રીતે ફરિયાદ કરી શકાય.

  • એક નાની ભૂલ પણ તમને સાયબર ઠગનો ભોગ બનાવી શકે છે
  • સાયબર ફ્રોડનો શિકાર બની ગયા બાદ ઘરે બેઠા ફરિયાદ કરી શકાય
  • ફરિયાદ નોંધાવવા https://cybercrime.gov.in/ પર જાઓ 

ટેકનોલોજીએ આપણા કામને ઘણું સહેલું બનાવી દીધું છે. આજે સ્માર્ટફોન અને બીજા ઘણા ઉપકરણો આપણા જીવનનાનો મહત્વનો હિસ્સો બની ગયો છે. આજે આપણે ઘણા નાણાકીય વ્યવહારો આપણે સ્માર્ટ ફોનની મદદથી કરીએ છીએ. આજે ડિજિટલ ઇકોસિસ્ટમ સમગ્ર વિશ્વમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે એવામાં લોકો વધુ હોશિયાર બનીને એક પગલું આગળ ભરી ડિજિટલ રીતે ફ્રોડ પણ કરી રહ્યા છે. જેમ જેમ ડિજિટલ અને ટેકનોલોજી આગળ વધી રહી છે એમ એમ લોકોને વધુ સચેત રહેવાની જરૂર છે. 

Money taken from bank account in online fraud how to bring it back

એક નાની ભૂલ પણ તમને સાયબર ઠગનો ભોગ બનાવી શકે છે. ઘણી વખત ઘણા લોકો આ સાયબર ફ્રોડનો શિકાર બની જતાં હોય છે એવામાં આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે પણ આ સાયબર ફ્રોડનો શિકાર બની જાઓ એ પછી શું કરવું જોઈએ. આજે અમે તમને ખૂબ જ સરળ સ્ટેપ્સમાં સમજાવીશું કે જો કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઈમ અંગે ફરિયાદ કરવા માંગે છે, તો ઘરે બેઠા કેવી રીતે ફરિયાદ કરી શકાય.

સરકારની એક ઓફિશિયલ સાઈટ છે જે આવી ઘટનાઓ બને ત્યારે ખૂબ જ ઉપયોગી છે કારણ કે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, ઘરે બેઠા સરળતાથી ફરિયાદ નોંધાવી શકાય છે.

- જો તમારી સાથે સાયબર ક્રાઈમ સંબંધિત કોઈ ઘટના બની હોય અને તમે ફરિયાદ નોંધાવવા ઈચ્છો છો, તો તેના માટે તમારે પહેલા https://cybercrime.gov.in/ પર જવું પડશે. જો તમે ઈચ્છો તો તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો. તમારું નામ જાહેર કર્યા વિના.

- વેબસાઇટની મુલાકાત લીધા પછી, હોમપેજ પર File a complaint વિકલ્પ પર ક્લિક કરો, નિયમો અને શરતો સ્વીકારો અને આગલા પેજ પર જાઓ. આ પછી Report other cybercrimeબટન પર ટેપ કરો.

અમદાવાદના અમિતાબહેનને આ એક ભૂલ કરીને ટુકડે ટુકડે 1.23 લાખ રૂપિયા ખાતામાંથી  થઇ ગયા ગાયબ | Fraud with women Ahmedabad KYC cyber crime

- આ પછી લોગિન વિકલ્પ પર ટેપ કરો અને નામ, ઇમેઇલ અને ફોન નંબર જેવી વિગતો ભરો. આ પછી, તમારા રજિસ્ટર્ડ ફોન નંબર પર OTP આવશે, કેપ્ચા દાખલ કર્યા પછી, સબમિટ બટન દબાવો.

- આગળના પેજ પર તમે ચાર વિભાગો જોશો, General Information, Cybercrime Information, Victim Information અને Preview દરેક વિભાગમાં તમારે જરૂરી વિગતો ભરવાની રહેશે.

- માહિતી ભર્યા પછી, તેને એકવાર વાંચો અને પછી સબમિટ બટન દબાવો, આ પછી તમે આગલા પેજ પર પહોંચી જશો જ્યાં તમારે ઘટના સાથે સંબંધિત સ્ક્રીનશોટ અથવા ફાઇલો શેર કરવાની રહેશે. વિગતો દાખલ કર્યા પછી, સેવ અને નેક્સ્ટ પર ટેપ કરો.

- જો તમને કોઈના વિશે શંકા હોય તો તમારે આગળના પેજ પર આ માહિતી આપવાની રહેશે. માહિતીની ચકાસણી કર્યા પછી, સબમિટ બટન દબાવો. ફરિયાદ નોંધ્યા પછી, તમને એક મેસેજ અને ઇમેઇલ પ્રાપ્ત થશે જેમાં તમને ફરિયાદ ID અને અન્ય વિગતો લખવામાં આવશે.

સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબરઃ નંબર નોંધી લો
- જો તમે ઓનલાઈનને બદલે હેલ્પલાઈન નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવવા માંગતા હો, તો તમે 1930 પર કોલ કરી શકો છો, આ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર છે.

- જો તમારી સાથે નાણાકીય છેતરપિંડી થઈ હોય, તો તમે આ નંબર પર કૉલ કરી શકો છો અને નામ, સંપર્ક વિગતો, તમારા ખાતાની વિગતો અને જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેની વિગતો જેવી કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીને ફરિયાદ નોંધાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ