બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / After Bajrang Punia Virendra Singh also came in the support of sakshi malik

દેશ / હું પણ મારો પદ્મશ્રી પરત કરું છું...: બજરંગ પુનિયા બાદ વધુ એક રેસલર આવ્યો સાક્ષી મલિકના સમર્થનમાં, PM મોદીને પૂછ્યા સવાલ

Vaidehi

Last Updated: 05:10 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજરંગ પૂનિયા બાદ હવે વીરેન્દ્ર સિંહે સાક્ષી મલિકનો સપોર્ટ કરતાં પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની વાત કરી છે.

  • બજરંગ પૂનિયા બાદ હવે વીરેન્દ્ર સિંહે કર્યો સપોર્ટ
  • સાક્ષી મલિકનાં નિર્ણયનું કર્યું સમર્થન
  • કહ્યું હું પણ મારો પદ્મશ્રી પરત કરીશ...

સંજય સિંહને ભારતીય કુશ્તી મહાસંઘનાં નવા અધ્યક્ષ તરીકે પસંદ કરાયા બાદ ફરી એકવાર પહેલાવાનોમાં ગુસ્સો તેમજ દુખની લાગણી જોવા મળી છે. પહેલા ઓલપિંક બ્રોન્ઝ પદક વિજેતા સાક્ષી મલિકે પ્રેસ કોન્ફેરેન્સ કરીને કુશ્તી છોડવાનું એલાન કર્યું તો એ બાદ પહેલવાન બજરંગ પૂનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો. હવે આ કડીમાં વધુ એક પહેલવાનનું નામ જોડાઈ ગયું છે. રેસલર વીરેન્દ્ર સિંહે પહેલવાનોનો સપોર્ટ કરતાં પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત આપવાની વાત કરી છે. 

વીરેન્દ્ર સિંહે પદક પરત કરવાની ચેતવણી આપી
વીરેન્દ્ર સિંહે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે હું પણ મારી બહેન અને દેશની દીકરી માટે પદ્મશ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પરત કરીશ. મને તમારી દીકરી અને પોતાની બહેન સાક્ષી મલિક પર ગર્વ છે.આ સિવાય દેશનાં સૌથી ઉચ્ચ ખેલાડીઓને પણ અનુરોધ કરીશ કે તે પણ પોતાનો નિર્ણય આપે.

બજરંગ પૂનિયાએ PM મોદીને પરત કર્યું પદક
શુક્રવારે રેસલર બજરંગ પૂનિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને પોતાનો પદ્મશ્રી પરત કર્યો હતો. આ અંગે બજરંગ પૂનિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને પછી દિલ્હીનાં કર્તવ્ય પથ પર જઈને ફૂટપાથ પર પોતાનું પદક રાખી દીધું હતું.

21 ડિસેમ્બરનાં થયું હતું એલાન
21 ડિસેમ્બરનાં ભારતીય કુશ્તી મહાસંઘનાં નવા અધ્યક્ષનું એલાન થયું હતું. પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ સિંહ શરણનાં નજીકી સંજય સિંહને આ જવાબદારી સોંપવામાં આવી. સંજય સિંહ વર્ષ 2008માં કુશ્તી સંઘમાં જોડાયા હતાં. તેમને પહેલાં વારાણસી જિલ્લા કુશ્તી સંઘનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતાં જે બાદ આ મોટી જવાબદારી તેમને આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ