બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / After a year and a half of Corona knocking in the state, how is the new version different from the previous version? What precautions should be taken?

મહામંથન / દોઢ વર્ષ બાદ કોરોનાની રાજ્યમાં દસ્તક, નવો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટથી અલગ કઈ રીતે? શું શું સાવધાની રાખવી?

Vishal Khamar

Last Updated: 09:03 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાં વાયરસે ફરી દેખાદીધી છે. ત્યારે કેરળ બાદ હવે ગુજરાતમાં નવા વેરિઅન્ટને કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા બંને કોરોનાં સંક્રમિતને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર હાથ ધરી છે. દોઢ વર્ષ બાદ કોરોનાની રાજ્યમાં દસ્તક, ફરી ધ્યાન રાખવાનો સમય?

2020થી લઈને 2022 સુધીનો સમયગાળો દેશ અને દુનિયા યાદ રાખશે તેમા બે મત નથી. કોરોનાનો કપરો સમય જે લોકોએ પ્રત્યક્ષ અનુભવ્યો છે તેની સ્થિતિ કેવી હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય. રાજ્યમાં જાન્યુઆરી 11 2023ના દિવસે કોરોનાનો એકપણ નહતો નોંધાયો પણ હવે લગભગ એક વર્ષના સમયગાળા બાદ રાજ્યમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. રાજ્યના પાટનગરમાં કોરોનાના બે કેસ આવ્યા છે. આ કેસ કોરોનાના અગાઉ બહુ ગાજેલા ઓમિક્રોન વેરિઅન્ટના સબ વેરિઅન્ટનો પણ ઉપવંશ છે.

  • ગુજરાતમાં કોરોના ફરી દેખાયો
  • ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા
  • કોરોના સંક્રમિત બંને વ્યક્તિ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા

 હાલ નિષ્ણાંતો તેને JN.1 નામ આપી રહ્યા છે. પહેલા સિંગાપોર, પછી ભારતમાં કેરળથી હવે ગુજરાતમાં નવા વેરિઅન્ટનો કેસ નોંધાયો છે. હાલ તો નવા વેરિઅન્ટ ઉપર અભ્યાસ થઈ રહ્યો છે. કેન્દ્રિય આરોગ્યમંત્રીએ પણ સતર્કતા દાખવીને રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજવાનું નક્કી કર્યું છે. તમામ ઘટનાક્રમની વચ્ચે મહત્વની વાત એ છે કે કોરોનાનો આ વેરિઅન્ટ ઘાતક નથી જણાતો અને હોસ્પિટલમાં દાખલ થવું પડે એવી સ્થિતિ ઉભી નથી કરતો. તેમ છતા કોરોના છે એટલે સતર્કતા દાખવવી સ્વભાવિક છે. 

  • સેમ્પલને જિનોમ સિકવન્સ માટે મોકલી દેવાયા
  • કેન્દ્રિય આરોગ્યમંત્રી તમામ રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે
  • દોઢ વર્ષ બાદ ફરી કોરોનાની દસ્તક

ગુજરાતમાં કોરોના ફરી દેખાયો છે.  ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે.  કોરોના સંક્રમિત બંને વ્યક્તિ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. કોરોના સંક્રમિત બંને વ્યક્તિ ગાંધીનગરમાં સેક્ટર-6ના રહેવાસી છે.  સેમ્પલને જિનોમ સિકવન્સ માટે મોકલી દેવાયા છે.  કેન્દ્રિય આરોગ્યમંત્રી તમામ રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. દોઢ વર્ષ બાદ ફરી કોરોનાની દસ્તક હતી. 

  • ભારતમાં કોરોનાનો નવો વેરિઅન્ટ JN.1 જોવા મળ્યો
  • કોરોનાના અગાઉના વેરિઅન્ટ ઓમિક્રોનનો ઉપવંશ છે JN.1
  • અગાઉ સિંગાપોર એરપોર્ટ ઉપર કેટલાક ભારતીયમાં JN.1ની પુષ્ટિ થઈ

કોરોનાનો નવો વેરિઅન્ટ શું છે?
ભારતમાં કોરોનાનો નવો વેરિઅન્ટ JN.1 જોવા મળ્યો છે.  કોરોનાના અગાઉના વેરિઅન્ટ ઓમિક્રોનનો ઉપવંશ JN.1 છે. અગાઉ સિંગાપોર એરપોર્ટ ઉપર કેટલાક ભારતીયમાં JN.1ની પુષ્ટિ થઈ
JN.1 સબ વેરિઅન્ટને પિરોલા પણ કહે છે. સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં JN.1નો પહેલો કેસ મળ્યો હતો.  8 ડિસેમ્બરે કેરળમાં JN.1નો પહેલો કેસ મળ્યો હતો.  15 ડિસેમ્બરે ચીનમાં JN.1ના 7 કેસ સામે આવ્યા છે.  કેરળમાં જે મહિલામાં JN.1 જોવા મળ્યો તે હવે રિકવર થઈ ચુકી છે. કર્ણાટક સરકારે વૃદ્ધો માટે ફરજિયાત માસ્કના આદેશ જારી કર્યા છે.

JN.1 વેરિઅન્ટના લક્ષણ

તાવ
માથું દુ:ખવું
ઉધરસ
નાકમાંથી પાણી વહેવું
ગળામાં બળતરા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ