બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / After 400 years a rare Mahayoga with Pushyankshatra will happen before Diwali

તક / 400 વર્ષ બાદ દિવાળી પહેલા બનશે પુષ્યનક્ષત્ર સાથે દુર્લભ મહાયોગ, રોકાણ કરવાનો આવશે ઉત્તમ અવસર, સમૃદ્ધિના ભરાશે ભંડાર

Kishor

Last Updated: 05:16 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી શનિ પુષ્ય યોગ અને રવિવારે હોવાથી રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. ત્યારે આ બંને યોગનો સંયોગ થવાથી તમે આ દિવસે ખરીદી અને રોકાણ કરી શકો છો.

  • પ્રકાસના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી
  • 400 વર્ષ બાદ રચાવવા જઈ રહ્યો છે મહાસંયોગ
  • શનિ પુષ્ય યોગ અને રવિવારે હોવાથી રવિ પુષ્ય યોગ 

પ્રકાસના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે 400 વર્ષ બાદ એક મહાસંયોગ રચાવવા જઈ રહ્યો છે. દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર સાથે અષ્ટ મહાયોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. 400 વર્ષ બાદ શનિ પુષ્ય યોગ અને રવિ પુષ્ય યોગ સાથે અષ્ટ મહાયોગ રચાઈ રહ્યો છે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગાધ્યક્ષ ડો. મૃત્યુંજય તિવારીએ કહ્યું કે આ વર્ષે દિવાળી પહેલા 4 નવેમ્બર શનિવારે પુષ્ય નક્ષત્ર સવારે 7 વાગ્યે 57 મિનિટથી શરૂ થશે. જે 5 નવેમ્બર રવિવારે સવારે 10 વાગ્યાને 29 મિનિટ સુધી છે. શનિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી શનિ પુષ્ય યોગ અને રવિવારે હોવાથી રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. ત્યારે આ બંને યોગનો સંયોગ થવાથી તમે આ દિવસે ખરીદી અને રોકાણ કરી શકો છો. આ યોગમાં તમે જે પણ કાર્ય કરશો તે કાર્ય શુભ ફળદાયી થશે. 

Topic | VTV Gujarati

જાણો ક્યારે છે શનિ પુષ્ય યોગ 2023?
આપણા કેલેન્ડર મુજબ 4 નવેમ્બર શનિવારે પુષ્ય યોગ 7-57 મિનિટથી શરૂ થશે.. બીજા દિવસે એટલે કે 5 નવેમ્બર 7-57 સુધી રહેશે.. આ દિવસે તમે ખરીદી અને રોકાણ કરી શકો છો.. 

ક્યારે છે રવિ પુષ્ય યોગ 2023?
5 નવેમ્બર એટલે કે  રવિવારે વહેલી સવારથી લઈને 10 વાગ્યાને 29 મિનિટ સુધી રવિ પુષ્ય યોગ છે. જો તમે રવિવારે ખરીદી કરવા માંગતા હોય તો તમે 10:29 વાગ્યા સુધીમાં ખરીદી કે રોકાણ કરી શકો છો..

શનિ-રવિ પુષ્ય યોગ પર બનનાર અષ્યમહાયોગ ક્યા છે?
શનિ પુષ્ય યોગના દિવસે હર્ષ, સરલ, શંખ, લક્ષ્મી, શશ, સાધ્ય, મિત્ર અને ગજકેસરી જેવા આઠ મહાયોગ બની રહ્યાં છે... 4 નવેમ્બરે શનિ પુષ્ય યોગના દિવસે સાધ્ય યોગ, શુભ યોગ, ત્રિપુષ્કર યોગ અને રવિ યોગ પણ બની રહ્યો છે.

  • સાધ્ય યોગ: વહેલી સવારથી બપોરે 01:03 વાગ્યા સુધી
  • શુભ યોગ: બપોરે 01:03 થી રમોડી રાત સુધી
  • ત્રિપુષ્કર યોગ: સવારે 06:35 થી 07:57 વાગ્યા સુધી
  • રવિ યોગ: સવારે 06:35 થી 07:57 વાગ્યા સુધી

5 નવેમ્બર એટલે કે રવિવારે  રવિ પુષ્ય નક્ષત્ર સાથે સર્વાર્થ સિદ્ધિ, શુક્લ, શુભ, વશી, સરલ, શ્રીવત્સ, અમલા અને ગજકેસરી યોગ બની રહ્યો છે.

  • શુભ યોગ: સવારથી બપોરે 01:37 વાગ્યા સુધી
  • શુક્લ યોગ: બપોરે 01:37 થી બીજા દિવસે બપોર સુધી
  • રવિ પુષ્ય યોગ: સવારે 06:36 થી 10:29 વાગ્યા સુધી
  • સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે 06:36 થી 10:29 વાગ્યા સુધી

શનિ-સૂર્ય પુષ્ય યોગમાં શું કરવું જોઈએ?
શનિ-રવિ પુષ્ય યોગમાં તમે સોનું, ચાંદી, આભૂષણો, વાહન, મકાન, કપડા સહિતની ખરીદી તમે કરી શકો છો.. આ સાથે જ તમે પ્રોપર્ટીમાં પણ રોકાણ કરી શકો છો.. આ દિવસે કરવામાં આવેલી ખરીદી શાશ્વત લાભ આપે છે.

જાણો પુષ્ય નક્ષત્ર શુભ કેમ છે?
જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને તમામ નક્ષત્રોનો રાજા ગણવામાં આવે છે..  કારણ કે પુષ્ય નક્ષત્રના દેવતા દુરૂ છે અને સ્વામી શનિ છે.. ગુરૂ ધન લાવે, શનિ સ્થિરતા લાવે છે.. જેથી આ બંનેની હાજરી ખુબ જ શુભ માનવામાં આવે છે.. પુષ્ય નક્ષત્ર યોગમાં તમે જે પણ કાર્ય કરો છો તેનું શુભ અને કાયમી પરિણામ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ