બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Politics / વિશ્વ / afghan woman rangina kargar who was member of parliament flew to delhi last week

નિવેદન / અફઘાનિસ્તાનના મહિલા સાંસદે કહ્યું, ગાંધીના ભારતમાં મારી સાથે ગુનેગાર જેવું વર્તન થયું, મને દિલ્હીથી ડિપોર્ટ કરી

Dharmishtha

Last Updated: 01:34 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન સંસદની એક મહિલા સભ્યએ ભારતમાં તેની સાથે ગુનેગાર જેવુ વર્તન થયાનો આરોપ લગાવ્યો છે.

  • 20 ઓગસ્ટે અફઘાનિ મહિલા સાંસદ દિલ્હી આવ્યા હતા
  • દિલ્હી એરપોર્ટથી મહિલા સાંસદને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા 
  • એરપોર્ટ પર કહેવામાં આવ્યું‘માફ કરો, અમે તમારા માટે કંઈ નથી કરી શકતા’

20 ઓગસ્ટે અફઘાનિ મહિલા સાંસદ દિલ્હી આવ્યા હતા

મહિલાએ કહ્યું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાના 5 દિવસ બાદ 20 ઓગસ્ટે તેમને નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા. 

ફરયાબ પ્રાંતના પ્રતિનિધિત્વ કરનારા વોલેસી જિરગાની સભ્ય રંગીના કારગરે કહ્યું કે તે 20 ઓગસ્ટની શરુઆતમાં ઈસ્તમબુલથી ઉડનાર દૂબઈ ફ્લાઈટથી ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા. તેમની પાસે રાજનાયિક/ સત્તાવાર પાસપોર્ટ હતો. જે ભારત સાથે પારસ્પરિક વ્યવસ્થા અંતર્ગત વીઝા મુક્ત પ્રવાસની સુવિધા પ્રદાન કરે છે. એક દિવસ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતુ કે ભારતનું ધ્યાન અફઘાનિસ્તાન અને તેમના લોકોની સાથે પોતાના ઐતિહાસિક સંબંધોને સંરક્ષિત કરવા પર રહેશે.

 ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને રોકી લીધા અને રાહ જોવા કહ્યું હતુ

2010થી સાંસદ કારગરે એક ન્યૂઝ પેપરને જણાવ્યું કે તેમને પહેલા પણ પાસપોર્ટ પર અનેક વાર ભારતનો પ્રવાસ કર્યો છે. તેમણે કહ્યું કે પહેલા ક્યારેક સમસ્યા આવી નથી. પરંતુ આ વખતે ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને રોકી લીધા અને રાહ જોવા કહ્યું હતુ.  કારગરે કહ્યું કે અધિકારીએ તેમને કહ્યું કે તેમણે કહ્યું કે તેમને આને લઈને પોતાના સિનિયર સાથે વાત કરવી પડશે. તેમને 2 કલાક  રાહ જોવડાવી અને પછી તે બાદ તેમની એરલાઈન દ્વારા દુબઈના રસ્તે ઈસ્તામ્બુલ પાછા મોકલી દીદા. મહિલાએ જણાવ્યું કે તેમણે મને ડિપોર્ટ કરી દીધા. મારી સાથે ગુનેગાર જેવું વર્તન કર્યુ. મને દુબઈમાં મારો પાસપોર્ટ ન આપવામાં આવ્યો. તેમણે મને સીધી ઈસ્તમ્બુલ પાછી મોકલી દીધી.

તેમને ડિપોર્ટકરવાને લઈને કોઈ કારણ જણાવવામાં નથી આવ્યુ

કારગરે કહ્યુ કે તેમણે મારી સાથે જે કર્યુ તે સારુ નથી કર્યુ. કાબુલમાં સ્થિતિ બદલાઈ ગઈ છે મને આશા છે કે ભારત સરકાર અફઘાનિ મહિલાઓને મદદ કરશે. તેમણે કહ્યું કે તેમને ડિપોર્ટકરવાને લઈને કોઈ કારણ જણાવવામાં નથી આવ્યુ. પરંતુ કદાચ કાબૂલમાં બદલાયેલી રાજનીતિક સ્થિતિ અને સુરક્ષા સંબંધિત હતુ.

વિદેશ મંત્રાલયે કહ્યું કારગરની ઘટના અંગે જાણકારી નથી

વિદેશ મંત્રાલયના એક સૂત્રએ કહ્યું કે તેમને કારગર સાથે જોડાયેલી આ ઘટનાની જાણકારી નથી. મહિલાના ડિપોર્ટ થયાના 2 દિવસ બાદ ભારતે 2 અફઘાન શીખ સાંસદો નરિંદર સિંહ ખાલસા અને અનારકલી કૌર હોનારયારનું ભારતમાં સ્વાગત કરવામાં આવ્યું. હોનારયાર પહેલી શીખ ભારતીય મહિલા છે જેમણે અફઘાન સંસદમાં પ્રવેશ કર્યો છે.

એરપોર્ટ પર કહેવામાં આવ્યું‘માફ કરો, અમે તમારા માટે કંઈ નથી કરી શકતા’

મહિલા સાંસદે કહ્યું કે મને ગાંધીજીના ભારત પાસેથી ક્યારેય આવી આશા નહોંતી. અમે હંમેશા ભારતના મિત્ર છીએ. ભારતની સાથે અમારા સામરિક સંબંધ છે. ભારત સાથે અમારો ઐતિહાસિક સંબંધ છે. પરંતુ આ સ્થિતિમાં તેમણે એક મહિલા અને એક સાંસદની સાથે આવો વ્યવહાર કર્યો છે. કારગતે કહ્યું કે તેમને એરપોર્ટથી મને કહ્યું કે ‘માફ કરો, અમે તમારા માટે કંઈ નથી કરી શકતા’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ