બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Advertisement for the recruitment of Knowledge Assistant in Secondary School

મહત્વના સમાચાર / જલ્દી કરો: માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી બહાર પડી, આ છે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ

Malay

Last Updated: 09:28 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત, ઉમેદવારો 26 ઓગસ્ટથી કરી શકશે ઓનલાઈન અરજી.

  • માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટે જાહેરાત
  • સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળા માટે જાહેરાત કરાઈ
  • ઉમેદવારો 26 ઓગસ્ટથી કરી શકશે ઓનલાઈન અરજી
  • 11 મહિના કરાર આધારિત જ્ઞાનસહાયકની કરાશે ભરતી 

શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (માધ્યમિક)ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉમેદવારો ઓનલાઈન 26 ઓગસ્ટથી અરજી કરી શકશે. ઉમેદવારો 4 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પસંદગી પામેલા ઉમેદવારને માસિક ફિક્સ 24 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

11 મહિનાના કરાર આધરિત કરાશે ભરતી
જેમાં જણાવ્યા મુજબ, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક (માધ્યમિક)ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 

ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે
ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી વેબસાઇટ પર જઈને કરવાની રહેશે. રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

માર્ગદર્શિકા વાંચી લેવા કરાઈ વિનંતી
પરિપત્રમાં ઉમેદવારને અરજી કરતા પહેલા વેબસાઇટ પર ભરતીને લઈને મુકવામાં આવેલી માર્ગદર્શિકા અને સૂચનાઓ વાંચી લેવાની પણ વિનંતી કરવામાં આવી છે.  ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. 

જરૂરી માહિતી
જગ્યાનું નામઃ જ્ઞાન સહાયક (માધ્યમિક)
ઓનલાઈન અરજી કરવાની તારીખઃ 26/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખઃ 04/09/2023
પગાર ધોરણઃ રૂ.24,000/- ફિક્સ
વય મર્યાદાઃ 40 વર્ષ (વધુમાં વધુ 40 વર્ષ)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ