બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Adultery No Offence rules punjab and highcourt

કેસની સુનાવણી / આ હાઈકોર્ટનો ગજબનો ચુકાદો, પરિણિતોના લગ્નેતર સંબંધો વ્યભિચાર ન ગણાય, જુઓ કેવું આપ્યું કારણ

Hiralal

Last Updated: 10:41 PM, 8 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે વ્યભિચારને લઈને એક મોટો ચુકાદો આપ્યો છે.

  • વ્યભિચારને લઈને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટનો મોટો ચુકાદો
  • પરિણિત લોકો બીજા કોઈને સાથે સંબંધ રાખે તો તે વ્યભિચાર નથી 
  • પરિણિત પુરુષ કે સ્ત્રીનું પરસ્પર સંમતિથી બીજા કોઈની સાથે રહેવું વ્યભિચારનો ગુનો નહીં 

પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે ગત અઠવાડિયે આપેલા ચુકાદામાં એવું જણાવ્યું કે બે લોકો એકબીજા સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હોય પછી ભલેને તેઓ બીજા કોઈની સાથે પરણિત હોય તો તેમની વચ્ચેના સંબંધો વ્યભિચારનો ગુનો બનતા નથી. 

વ્યભિચાર માટેની સજા આપતી આઈપીસીની કલમ 497 ને રદ કરાઈ-હાઈકોર્ટ

જસ્ટિસ આમોલ રત્તન સિંહે એવો ચુકાદો આપ્યો કે વ્યભિચાર માટેની સજા આપતી આઈપીસીની કલમ 497 ને જોસેફ શાઈન વિરૃદ્ધ ભારત સંઘના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય જાહેર કરીને રદબાતલ ઠેરવાઈ છે. 

શું છે મામલો 

લીવ ઈન રિલેશનપમાં રહેનાર એક પરણિત પુરુષે હાઈકોર્ટમાં અરજી કરીને એવો આક્ષેપ કર્યો હતો કે તેની પત્નીના ઈશારે તેમને બન્નેને (લીન ઈન પાર્ટનર) ની હેરાનગતિ ન કરવામાં આવે. અરજદારના વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી કે અરજદાર નંબર 2 (પુરુષ) અને પ્રતિવાદી નં. 4 (પત્ની) બન્ને પરિણિત છે જોકે પતિએ છુટાછેડાની અરજી કરી છે જેને ફગાવી દેવામાં આવી છે. ત્યાર બાદ અરજદાર નંબર 2 એ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને હાલમાં તે પેન્ડીંગ છે. 

અરજદારો પુખ્તવયના, તેઓ બીજા સાથે લીવ ઈનમાં રહી શકે છે

તમામ પક્ષકારોની દલીલો અને કેસના સંજોગોને ધ્યાનમાં રાખીને કોર્ટે એવું જણાવ્યું કે પ્રત્યર્ક્ષદર્શી પુરાવા એવું સુચવે છે કે અરજદારોએ કોઈ ગુનો કર્યો નથી. તેઓ પુખ્તવયના છે અને તેઓ એકબીજા સાથે છૂટથી રહી શકે છે પછી ભલેને આ કોર્ટમાં તેમની છૂટાછેડાની અરજી પેન્ડીંગ હોય કે નહીં. પુખ્તવયના બે લોકો લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હોય પછી ભલેને તે બીજા કોઈની સાથે પરણિત હોય તો તેમની વચ્ચેનો સંબંધ વ્યભિચાર ગણાતો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ