બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Adulteration of milk in a local society near Rajkot

કૌભાંડ / ચેતજો.! રાજકોટ ગ્રામજનોએ વીડિયો ઉતારી દૂધના ભેળસેળિયાઓને ઉઘાડા પાડ્યા, આવી રીતે થતી હતી ભેળસેળ

Kishor

Last Updated: 05:46 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ પંથકમા દૂધમા ભેળસેળ કૌભાંડ ઉઘાડું પડ્યું છે. જેમાં સ્થાનિક મંડળીનું દૂધ રાજકોટ ડેરીમાં પહોંચે તે પહેલા ગાડીના ડ્રાઇવર સહિતનાઓ દ્વારા કેનમાંથી દૂધ કાઢી પાણી ભેળવી દેવામાં આવતું હતું.

  • રાજકોટ નજીક સ્થાનિક મંડળીમાં દૂધમાં ભેળસેળ
  • ગ્રામજનોએ વીડિયો ઉતારી ભેળસેળિયાઓને ઉઘાડા પાડ્યા
  • મંડળીનું દૂધ રાજકોટ ડેરીમાં પહોંચે એ પહેલા થતી હતી ભેળસેળ 

રાજકોટમાં અનેક વખત દૂધમાં ભેળસેળ થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે દૂધમાં ભેળસેળ અટકાવવા સ્થાનિક તંત્ર વધુ એક વખત નિષ્ફળ નીવડ્યું હોવાના બોલતા પુરાવારૂપ વધુ એક વીડિયો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. જેમાં રાજકોટ નજીક સ્થાનિક મંડળીમાં દૂધમાં ભેળસેળ થતી હોવાના કૌભાંડનો ગ્રામજનોએ પર્દાફાશ કર્યો છે. બેડી, હાડાના વાચકપરના દૂધના કેનમાંથી થોડું ઘણું દૂધ કાઢી લેવામાં આવતું હતું. ત્યારબાદ તેમાં પાણી ભેળસેળ કરવામાં આવતું હતું. દૂધ જેવી પવિત્ર વસ્તુમા ભેળસેળની અભડછટ્ટ કેટલા સમયથી કરવામાં આવતી હતી. તે સહિતના સવાલો ઉભા થયા છે. 

કેનમાંથી દૂધ કાઢી પાણી નાખવામાં આવતું હતું
આ મામલો ગામના જાગૃત નાગરિકને ધ્યાને આવતા તેઓએ વીડિયો વાયરલ કરી સમગ્ર કૌભાંડને ઉઘાડું પાડ્યું હતું. જેમાં વિજાપુર દૂધ મંડળીના મંત્રી દ્વારા જ આ સમગ્ર ભ્રષ્ટાચારને અંજામ આપવામાં આવતો હોવાના ધગધગતા આરોપ લાગી રહ્યા છે અને એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અઠવાડિયામાં લગભગ 10 થી 20,000 રૂપિયાનું દૂધ કાઢી તેના સ્થાને કેનમાં પાણી પધરાવી દેવામાં આવતું હતું. આમ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. હાલ આ કિસ્સાને લઈને ગ્રામજનોમાં આક્રોશનો જ્વાળા ભબુકી રહ્યો છે અને ભેળસેળિયા સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે. 

સળગતા સવાલો ?

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે ક્યારે કાર્યવાહી થશે?
થોડા પૈસા માટે લોકોની જિંદગી સામે કેમ રમે છે રમત?
આવી દૂધ મંડળીઓ પર ક્યારે થશે યોગ્ય તપાસ?
આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હશે?
ભેળસેળ અટકાવવા સ્થાનિક તંત્ર કેમ નિષ્ફળ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ