બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Admirable work of Ukraine in the midst of war! New arrangements made to save Indians, see what was announced

યુદ્ધમાં માનવતા / યુદ્ધની વચ્ચે યુક્રેનનું પ્રશંસનીય કામ ! ભારતીયોને બચાવવા નવી વ્યવસ્થા કરી, જુઓ શું કરી જાહેરાત

Hiralal

Last Updated: 03:38 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન ફસાયેલા ભારતીયોને એક મોટી રાહત આપી તેમને માટે રેલવે ચલાવવાની વ્યવસ્થા કરી છે.

  • યુક્રેન સરકારે ભારતીયો માટે શરુ કરી ખાસ વ્યવસ્થા
  • રાજધાની કીવથી ઈમરજન્સી ટ્રેન દોડાવવાની યુક્રેન રેલવેની જાહેરાત
  • ઈમરજન્સી ટ્રેનમાં બેસીને ભારતીયો પશ્ચિમી વિસ્તારોમાં જઈ શકશે

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક રાહતભરી ખબર આવી છે. યુક્રેન રેલવેએ રાજધાની કીવમાંથી ઈમરજન્સી ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ઈમરજન્સી ટ્રેન દ્વારા ભારતીયોને પશ્ચિમ વિસ્તારમાં લઈ જવામાં આવશે અને ત્યાંથી તેમને ભારત સરકારની વ્યવસ્થા પ્રમાણે તેમને સ્વદેશ લઈ જવામાં આવશે. યુક્રેન પ્રવાસી ભારતીયોને પશ્ચિમી વિસ્તારોમાં જવાની સલાહ આપી છે.

યુક્રેન રેલવેએ ભારતીયો માટે શરુ કરી ઈમરજન્સી રેલવે
યુક્રેન રેલવેની જાહેરાત અનુસાર, રાજધાની કીવથી ઈમરજન્સી ટ્રેન ચલાવવામાં આવશે અને તેમાં બેસીને વિદ્યાર્થીઓ અને ભારતીયો પશ્ચિમી વિસ્તારો સુધી જઈ શકશે. યુક્રેન સરકારે દેશમાં વસતા ભારતીયોને ઈમરજન્સી ટ્રેનમાં બેસીને પશ્ચિમી વિસ્તારો તરફ જતા રહેવાનો નિર્દેશ આપ્યો છે જેથી કરીને તેમને કોઈ હાની ન પહોંચે અને તેઓ સુરક્ષિત રીતે સ્વદેશ તરફ જતા રહે. 

યુક્રેન રેલવેની આ નવી વ્યવસ્થાથી ભારતીયોને થશે ખૂબ મોટી રાહત

ઈમરજન્સી ટ્રેન દોડાવવાની યુક્રેન રેલવેની જાહેરાત બાદ ત્યાં વસતા ભારતીયોને ખૂબ મોટી રાહત મળશે અને તેઓ સરળતાથી પશ્ચિમી વિસ્તારો તરફ જઈ શકશે. યુક્રેનના પશ્ચિમી વિસ્તારો હજુ રશિયાની નજરે ચડ્યાં નથી અને ત્યાં બાકીના વિસ્તારો કરતા એકંદરે શાંતિ પ્રવર્તી રહી છે. 

જુડો ફેડરેશને પુતિનની હકાલપટ્ટી કરી
યુક્રેન પર હુમલો કરનારા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આંતરરાષ્ટ્રીય જુડો ફેડરેશને માનદ પ્રમુખ પદેથી હકાલપટ્ટી કરી છે.

યુક્રેનના બજારોમાં લૂંટફાટ
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની યુક્રેન પર ઝડપથી અસર પડી રહી છે. આલમ એ છે કે, ઘણી જગ્યાએ, બજારોમાં લૂંટફાટ થઈ છે. સામાન પૂરો થઈ ગયો. ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે બંકરોમાં પણ બેસવાની જગ્યા નથી.

યુક્રેને વાટાઘાટો માટે નામ સૂચવ્યા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ બેલારુસમાં વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે બેલારુસનો ઉપયોગ લોન્ચપેડ તરીકે કરવામાં આવી રહ્યો છે. તેથી, પોલેન્ડ, તુર્કી, હંગેરી, અઝરબૈજાન, સ્લોવેકિયામાં વાટાઘાટો થવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ