બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush New Poster: Devdutt 'Hanuman' look revealed from film Adipurush

મનોરંજન / 'હનુમાન જયંતિ'ના પાવન પર્વ પર 'આદિપુરૂષ'નું પોસ્ટર રિલીઝ, ભક્તિમાં લીન દેખાયા સંકટમોચક હનુમાન

Megha

Last Updated: 08:53 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adipurush new poster: હનુમાન જયંતીના આ ખાસ અવસર પર આજે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આદિપુરુષ'ના મેકર્સે પવનપુત્ર હનુમાનના લૂકનું પોસ્ટર રિલીઝ કર્યું છે.

  • ફિલ્મ 'આદિપુરુષ'થી રિલીઝ થયું 'હનુમાન'નું પોસ્ટર 
  • હનુમાનનું પાત્ર ભજવતા દેવદત્ત ગજાનન નાગે કોણ છે?
  • પ્રભાસે લખ્યું, 'રામના ભક્ત અને રામ કથાના પ્રાણ.. જય પવનપુત્ર હનુમાન!'

Adipurush new poster: આજે દેશભરમાં 'હનુમાન જયંતિ' નિમિત્તે મંદિરમાં ભક્તોની ઘણી ભીડ જોવા મળી મળશે અને આ ખાસ દિવસે વિવિધ સ્થળોએ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ભંડારોનું પણ આયોજન કરવામાં આવે છે. સંકટમોચન બજરંગ બલીનો જન્મ દિવસના આ ખાસ અવસર પર આજે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આદિપુરુષ'ના મેકર્સે પવનપુત્ર હનુમાનના લૂકનું પોસ્ટર રિલીઝ કર્યું છે. 

ફિલ્મ 'આદિપુરુષ'થી રિલીઝ થયું 'હનુમાન'નું પોસ્ટર 
મેકર્સ દ્વારા શેર કરાયેલ એ પોસ્ટરમાં હનુમાનના પાત્રમાં દેવદત્ત ગજાનન નાગે જોવા મળી રહ્યો છે.  દેવદત્ત ગજાનન નાગે પવનપુત્ર હનુમાનના પાત્રમાં ભગવાન શ્રીરામની ભક્તિમાં તલ્લીન ભક્તિની મુદ્રામાં બેઠેલા જોવા મળે છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. 'હનુમાન જયંતિ'ના શુભ દિવસે રિલીઝ થયેલું આ પોસ્ટર પ્રભાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. પ્રભાસે પોસ્ટર સાથે લખ્યું, 'રામના ભક્ત અને રામ કથાના પ્રાણ.. જય પવનપુત્ર હનુમાન!'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

હનુમાનનું પાત્ર ભજવતા દેવદત્ત ગજાનન નાગે કોણ છે?
ઓમ રાઉત દિગ્દર્શિત ફિલ્મ 'આદિપુરુષ'માં પ્રભાસ રામ તરીકે, સૈફ અલી ખાન રાવણના રોલમાં અને કૃતિ સેનન માતા સીતાના રોલમાં અને દેવદત્ત ગજાનન નાગે રામ ભક્ત હનુમાનના પાત્રમાં જોવા મળે છે. હનુમાનની ભૂમિકામાં દેવદત્ત ગજાનન નાગેને દર્શકો પહેલી નજરે ઓળખી શક્યા નહીં. દેવદત્ત ગજાનન નાગે મરાઠી ફિલ્મો અને સિરિયલોના પ્રખ્યાત અભિનેતા છે. તેણે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

રામ નવમીની સવારે બાહુબલી ફિલ્મના ફેમ એકટર પ્રભાષ એ આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં તમામ સ્ટાર્સ રામ દરબારના પોઝમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટર બહાર આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. 

રામ નવમીના અવસર પર પ્રમોશન શરૂ કર્યું 
નોંધનીય છે કે રામનવમી ભગવાન શ્રી રામની જન્મજયંતિ અને સારા કામની શરૂઆત તરીકે ઉજવવામાં આવી રહી છે.  ફિલ્મના પોસ્ટર સાથે નિર્માતાઓનું કહેવું છે કે આ ફિલ્મ અધર્મ પર ધર્મના વિજયની સ્થાપનાને દર્શાવે છે. સાથે જ જણાવી દઈએ કે ભારતીય મહાકાવ્ય રામાયણ પર આધારિત ફિલ્મ આદિપુરુષ 16 જૂન, 2023 ના રોજ IMAX અને 3D માં મોટા પડદા પર રિલીઝ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ