બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush movie proved to be a hit even before its release, it has earned 210 crores

મનોરંજન / રિલીઝ પહેલાં જ 'આદિપુરૂષ' ફિલ્મ હિટ સાબિત થઇ, એકઝાટકે કમાઇ લીધા આટલાં કરોડ, શું તોડશે 'દંગલ'નો રેકોર્ડ!

Megha

Last Updated: 09:35 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'આદિપુરૂષ' 500 કરોડના બજેટમાં બની છે. આ સાથે જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મની રિલીઝ પહેલા જ નિર્માતાઓએ 210 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

  • 16 જૂને દેશભરમાં રિલીઝ થશે ફિલ્મ 'આદિપુરૂષ'
  • રિલીઝ પહેલા જ 210 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી
  • ફિલ્મનું એડવાન્સ બુકિંગ થયું આટલું 

ફિલ્મ 'આદિપુરૂષ' ભારતીય સિનેમાની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે જેને જોવા માટે દેશભરના લોકો રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં પ્રભાસ શ્રીરામ અને કૃતિ સેનન માતા સીતાની ભુમિકામાં જોવા મળવાના છે. ત્યાં જ રાવણની ભુમિકા માટે સૈફ અલી ખાન અને હનુમાનજીની ભુમિકામાં અભિનેતા દેવદત્ત નાગે જોવા મળશે. 

16 જૂને દેશભરમાં રિલીઝ થશે ફિલ્મ 'આદિપુરૂષ'
હવે ફિલ્મની રિલીઝ માટે માત્ર 1 દિવસ બાકી છે અને તે 16 જૂને દેશભરમાં રિલીઝ થશે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે. આ સાથે જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મની રિલીઝ પહેલા જ નિર્માતાઓએ 210 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

રિલીઝ પહેલા જ 210 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી
વાત એમ છે કે ફિલ્મની રિલીઝ પહેલા, ફિલ્મના OTT અને ટીવી અધિકારો માટે એક મોટી ડીલ કરવામાં આવી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, 'તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ફિલ્મના રાઇટ્સ લગભગ 150 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યા છે. તે જ સમયે, હિન્દી બેલ્ટમાં 120 કરોડ રૂપિયામાં રાઇટ્સ વેચવામાં આવ્યા છે, આવી સ્થિતિમાં, ફિલ્મે તેની રિલીઝ પહેલા જ 210 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

OTT પર રિલીઝ થશે ફિલ્મ
થિયેટરમાં આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર રિલીઝ થયાના 50 દિવસ પછી આ ફિલ્મ OTT પર રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેકર્સે OTT પર રિલીઝ માટેની ડીલ પૂર્ણ કરી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘આદિપુરુષ’ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સાથે જ વધુ એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મે મ્યુઝિક, સેટેલાઈટ અને અન્ય ડિજિટલ રાઈટ્સ વેચીને 432 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

ફિલ્મનું એડવાન્સ બુકિંગ
પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. 11 જૂનના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસમાં આ ફિલ્મની લગભગ 18,000 ટિકીટ વેચાઈ ગઈ છે. 23,000થી 25,000 ટિકીટના વેચાણ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’ના કાઉન્ટર રાત્રે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ફિલ્મે પહેલા જ દિવસે એડવાન્સ બુકિંગમાં 1 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. રામ ચરણ, રણબીર કપૂર અને અભિષેક અગ્રવાલે જાહેરાત કરી હતી કે, આ ફિલ્મની 10,000 ટિકીટ ખરીદીને વેચશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ