બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush Box Office fuss in second weekend, difficult to earn 300 crores in indian box office

મનોરંજન / સતત બીજા વીકએન્ડમાં ફિલ્મ 'આદિપુરુષ'ની લંકા લાગી ગઈ! કમાણી બાબતે હાલત કફોડી, દર્શકો પણ ગાયબ!

Megha

Last Updated: 01:33 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આદિપુરુષનું કલેક્શન દરરોજ ઘટી રહ્યું છે. પહેલા વીકએન્ડમાં નક્કર કમાણી કરનાર આદિપુરુષની હાલત બીજા વીકએન્ડમાં કફોળી થઈ ગઈ છે.

  • ફિલ્મ આદિપુરુષ કી લંકા લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે
  • ફિલ્મે 10 દિવસમાં 274.55 કરોડનો બિઝનેસ કર્યો છે
  • બીજા શનિવારે 5.25 કરોડ અને રવિવારે 6 કરોડની કમાણી કરી હતી

પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ આદિપુરુષ કી લંકા લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે. ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે 500 કરોડના જંગી બજેટમાં બનેલી ફિલ્મ આવી રીતે ફ્લોપ જશે. ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મનું કલેક્શન દરરોજ ઘટી રહ્યું છે. પહેલા વીકએન્ડમાં નક્કર કમાણી કરનાર આદિપુરુષની હાલત બીજા વીકએન્ડમાં  કફોળી થઈ ગઈ છે. જણાવી દઈએ કે ફિલ્મે 10 દિવસમાં 274.55 કરોડનો બિઝનેસ કર્યો છે.

ફિલ્મ આદિપુરુષ થઈ ફેલ 
આદિપુરુષે બીજા શનિવારે 5.25 કરોડ અને રવિવારે 6 કરોડની કમાણી કરી હતી. શનિવારની સરખામણીએ કલેક્શનમાં નજીવી વૃદ્ધિ જોવા મળી હતી. જો કે ભારતમાં પહેલા 3 દિવસમાં 220 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પછી ધીરે ધીરે વિવાદ એ રીતે ફિલ્મ પર હાવી થયો કે 500 કરોડમાં બનેલી ફિલ્મ દરરોજ ડૂબવા લાગી. હવે પ્રભાસની ફિલ્મ માટે ભારતમાં 300 કરોડની કમાણી કરવી મુશ્કેલ બની રહી છે. 

ફિલ્મને દર્શકો નથી મળી રહ્યા
ફિલ્મને ડૂબતી બચાવવા માટે મેકર્સે બજરંગબલીના ડાયલોગ બદલ્યા, ટિકિટ સસ્તી કરવામાં આવી છે. આમ છતાં આદિપુરુષને દર્શકો મળતા નથી. એમ છતાં પણ ફિલ્મે બીજા અઠવાડિયામાં 100 કરોડની કમાણી કરી શકી નહતી. 

કાર્તિકની ફિલ્મ ટક્કર આપશે
એવામાં હવે કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થયા બાદ આદિપુરુષને દર્શકો નહીં મળે એવું લાગી રહ્યું છે. હાલમાં વિકી કૌશલની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેને આદિપુરુષને દર્શકો ન મળવાનો ફાયદો થઈ રહ્યો છે. આ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ