બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / adipurush box office collection day 4 slowdown worldwide and monday

મનોરંજન / 'આદિપુરૂષ'ની રફ્તાર પર બ્રેક! જાણો સતત ચોથા દિવસે ફિલ્મે કરી કેટલા કરોડની કમાણી

Manisha Jogi

Last Updated: 10:49 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂનના રોજ 5 ભાષામાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે, તે અંગે અહીંયા જણાવી રહ્યા છીએ.

  • ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂનના રોજ 5 ભાષામાં રિલીઝ થઈ
  • મંડે ટેસ્ટમાં ફિલ્મ ‘આદિપુરુષ’ પાછળ રહી ગઈ છે
  • આવો જાણીએ આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થઈ તેને 4 દિવસ થઈ ચૂક્યા છે. ફિલ્મ ‘આદિપુરુષ’ વર્ષ 2023ની મોસ્ટ વેઈટેડ ફિલ્મ છે. આ ફિલ્મ 16 જૂનના રોજ 5 ભાષામાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મ ‘આદિપુરુષ’ના VFX અને ફની ડાયલોગ બાબતે ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે. વીકેન્ડ પર પણ આ ફિલ્મની કમાણી પર ખાસ અસર જોવા નથી મળી રહી. આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે, તે અંગે અહીંયા જણાવી રહ્યા છીએ. 

રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. આ ફિલ્મના ડાયલોગ્સ, VFX અને કેટલીક ભૂલના કારણે ફિલ્મ ‘આદિપુરુષ’ને નેગેટીવ રિવ્યૂ મળી રહ્યા છે. આ ફિલ્મે વીકેન્ડ પર સારી કમાણી કરી છે, પરંતુ મંડે ટેસ્ટમાં ફિલ્મ ‘આદિપુરુષ’ પાછળ રહી ગઈ છે. 

ફિલ્મ ‘આદિપુરુષ’ સોમવારે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નથી. વીકેન્ડની સરખામણીએ સોમવારે આ ફિલ્મની કમાણીમાં 70 ટકાનો ઘટાડો થયો છે. ફિલ્મ ‘આદિપુરુષ’એ સોમવારે માત્ર 20 કરોડની કમાણી કરી છે, જેની સરખામણીએ રવિવારે 70 ટકા વધુ કમાણી કરી હતી. 

ફિલ્મ ‘આદિપુરુષ’ના વીકેન્ડ કલેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મે રવિવારે 69.10 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’એ અત્યાર સુધીમાં કુલ 241.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વૈશ્વિક સત્તરે ફિલ્મ ‘આદિપુરુષ’એ ત્રીજા દિવસે 340 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

ફિલ્મ ‘આદિપુરુષ’નું બજેટ 600 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, ફિલ્મ ‘આદિપુરુષ’ના બજેટ જેટલી રકમ મેળવવી ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે. ફિલ્મના સેટેલાઈટ તથા અન્ય રાઈટ્સ વેચીને 400 કરોડ રૂપિયાની વધુ કમાણી કરવામાં આવી છે. ફિલ્મ ‘આદિપુરુષ’એ નફો કમાવા માટે 1,000 રૂપિયાની કમાણી કરવાની રહેશે. ફિલ્મ ‘આદિપુરુષ’ બીજા વીકેન્ડમાં કેટલી કમાણી કરશે તે જોવાનું રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ