બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / adipurush 8 biggest mistakes ravan look tapori dialogues upset netizens brutally trolled om raut

આકરી ટીકા / સોનાની લંકા કાળી, કંગાળ ડાયલોગ્સ, Adipurushમાં આ 8 મોટી ભૂલ, શું ડૂબશે કરોડો?

Bijal Vyas

Last Updated: 10:45 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ આખરે થિયેટરમાં પહોંચી, પરંતુ ભગવાન રામની કથા સાથે મેકર્સ દ્વારા કરવામાં આવેલ પ્રયોગ લોકોને પસંદ આવ્યો નથી. તેથી જ દર્શકો તેની આકરી ટીકા કરી રહ્યા છે.

  • ફિલ્મના VFXની ઘણા સમયથી ટીકા થઈ રહી હતી
  • દર્શકોને આ વીએફએક્સ બિલકુલ પસંદ ન આવ્યા
  • ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણની દાઢી અને રાવણની હેરસ્ટાઈલ પર લોકો ગુસ્સે થયા

Adipurush 8 biggest mistakes: મોસ્ટ અવેટેડ ફિલ્મ આદિપુરુષ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને જબરદસ્ત ચકચાર મચી ગઈ હતી. પરંતુ દિગ્દર્શક ઓમ રાઉત ફિલ્મ પાસેથી અપેક્ષા પર ખરા ઉતરી શક્યા નથી. ફિલ્મના VFXની ઘણા સમયથી ટીકા થઈ રહી હતી. હવે ફિલ્મ રિલીઝ થયા બાદ લોકો વધુ હેરાન થઈ ગયા છે. હકીકતમાં મેકર્સ દ્વારા ભગવાન રામની વાર્તા સાથે કરવામાં આવેલ પ્રયોગોને પસંદ આવ્યો ન હતો. તેથી જ દર્શકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. દર્શકોએ ફિલ્મ જોયા પછી એવી મોટી ભૂલો દેખાડી છે, જેના પર કદાચ મેકર્સ ધ્યાન ન આપી શક્યા અથવા તેઓ કહી શકે કે આ એક એક્સપેરિમેન્ટ હતો.

1. VFX આ ફિલ્મની યુએસપી હોવાનું કહેવાય છે. પરંતુ દર્શકોને આ વીએફએક્સ બિલકુલ પસંદ ન આવ્યા. ઘણા દર્શકો તેના VFX વર્કની આકરી ટીકા કરી રહ્યા છે.

2. માતા સીતા જ્યારે વનવાસ ગયા ત્યારે તેમણે શું પહેર્યું હતું? આ રામાનંદ સાગરની રામાયણ જોઈને હવે આ દાયકાના બાળકોને પણ ખબર પડી ગઈ છે. પરંતુ ફિલ્મમાં આદિપુરુષ માતા સીતાની સાડી સફેદ રંગની બતાવવામાં આવી હતી. જે લોકોની નારાજગીનું બીજું કારણ બન્યું હતું.

3. ભાઈ, બધા બાળકો પણ જાણે છે કે રાવણની લંકા સોનાની હતી. પરંતુ ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાં સોનાની લંકાને કાળી બતાવવા બદલ નિર્માતાઓને ખરી ખોટી સંભળાવવામાં આવે છે.

4. રાવણ સીતાનું અપહરણ કરીને પુષ્પક વિમાનમાં લંકા લઈ જાય છે. ગ્રંથોમાં પણ એવુ જ કહેવામાં આવ્યુ છે. પરંતુ આદિપુરુષમાં, રાવણ સીતા માતાને તેની સવારી પુષ્પક વિમાન નહીં પરંતુ કાળા રંગના ચામાચીડિયા જેવું પક્ષીની સવારી કરી લઈ જાય છે. આ દ્રશ્ય જોઈને લોકોએ આદિપુરુષને પણ ટ્રોલ કર્યા છે.

5. ફિલ્મમાં ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણની દાઢી અને રાવણની હેરસ્ટાઈલ પર લોકો ગુસ્સે થઈ રહ્યા છે. લોકો કહે છે કે શું મજાક છે બોસ...

6. જ્યારે હનુમાન લંકા પહોંચ્યા તો માતા સીતાને નમસ્કાર કરવાને બદલે તેમની છાતી પર હાથ રાખીને સલામ કરતા જોવા મળ્યા. 

7. પાછા ફરતી વખતે, જ્યારે સીતા માતા તેને ઓળખ તરીકે એક નિશાની આપે છે, ત્યારે તે ચૂડામણિને બદલે કડુ આપતી જોવા મળે છે.

8. આ ફિલ્મમાં ડાયલોગ્સ ખૂબ જ ખરાબ છે, જે રામાયણની ભાષાને અનુરૂપ પણ નથી. હનુમાનજીની તેમના ડાયલોગ્સ માટે ટીકા થઈ રહી છે. આ ભૂલો જોયા પછી એવું લાગે છે કે મેકર્સ 600 કરોડનું નુકસાન કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ