બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / Adani will return the loan of these banks ahead of time, will pay Rs 4100 crore

બિઝનેસ / વિવાદો વચ્ચે અદાણીની મોટી તૈયારી: સમય પહેલાં ચૂકવી દેશે આટલી બેંકોની લોન, ચૂકવશે અધધધ...રકમ

Megha

Last Updated: 12:24 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગનાં નેગેટિવ રિપોર્ટનાં કારણે અદાણી સમૂહની ઈમેજને ઘણું નુક્સાન પહોંચ્યું છે ત્યારે કંપની પોતાની ઈમેજ સુધારવામાં લાગી ગઈ છે.

  • અદાણી ગ્રુપ સમય પહેલા ચૂકવશે 500 મિલિયન ડોલર
  • કુલ 27000 કરોડની રકમ ચૂકવશે અદાણી ગ્રુપ
  • અદાણીના શેરમાં $117 બિલિયનનું નુકસાન થયું હતું 

હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા પછી વિવાદોમાં ઘેરાયેલી ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રુપ સતત તેના પર રહેલ દેવાને ઓછું કરવાની કોશિશ કરી રહી છે. અદાણી ગ્રૂપે આવતા મહિને બેંકોના એક સમૂહને 500 મિલિયન ડોલર એટલે કે 41,31,40,00,000 ની લોન સમય પહેલા ચૂકવવાનું નક્કી કર્યું છે. આ પાછળનું કારણ એ છે કે  અદાણી ગ્રુપ ભારતીય જૂથ શોર્ટ સેલરના હુમલા પછી તેની છાપ અને સંપતિને મજબૂત કરવા માંગે છે. બાર્કલેઝ પીએલસી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસી અને ડ્યુશ બેંક એજી પણ એ બેંકોમાં સામેલ છે. આ બેંકોએ ગયા વર્ષે હોલસીમ લિમિટેડની સિમેન્ટ એસેટ ખરીદવા માટે અદાણી ગ્રુપને 4.5 બિલિયન ડોલરની લોન આપી હતી અને એ લોનનો એક હિસ્સો તેઓ 9 માર્ચે ચૂકવવાના હતા. 

અદાણી ગ્રુપ સમય પહેલા ચૂકવશે 500 મિલિયન ડોલર
આ વિશે વાત કરતાં અદાણીના પ્રવક્તાએ કહ્યું કે અમે બેંક સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને તેમની લોનના એક ભાગને સમય પહેલા ચૂકવવા પર વિચારણા કરી રહ્યા છીએ. જો કે, આ અંગે બેંકો સાથે હજુ સુધી ચર્ચા શરૂ થઈ નથી. નોંધનીય છે કે હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા પછી અદાણી ગ્રુપની 10 કંપનીઓના શેર ખરાબ રીતે તૂટ્યા હતા જેમાંઆ જેના કારણે અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણીના શેરમાં $117 બિલિયનનું નુકસાન થયું છે. સાથે જ લોકોની ભારે વેચવાલીથી શેરના ભાવમાં જબરદસ્ત ઘટાડો પણ જોવા મળ્યો હતો. 

કુલ 27000 કરોડની રકમ ચૂકવશે અદાણી ગ્રુપ
અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગનાં નેગેટિવ રિપોર્ટનાં કારણે અદાણી સમૂહની ઈમેજને ઘણું નુક્સાન પહોંચ્યું છે ત્યારે કંપની પોતાની ઈમેજ સુધારવામાં લાગી ગઈ છે. સૌ પ્રથમ અદાણી જૂથે રોકાણકારોને અગાઉથી 18000 કરોડ પાછા આપવાનું વચન આપ્યું હતું અને એમનું એ વચન પૂરું કર્યું હતું. અદાણીના આ પગલાથી રોકાણકારો અને અદાણીના શેર બંને ઉત્સાહિત થઈ ગયા. જો કે આ પછી વિદેશી બેંકોનો વારો આવ્યો. અદાણીએ ક્રેડિટ સુઈસ, જેપી મોર્ગન, જેએમ ફાઈનાન્શિયલ અને કેટલીક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ જેવી મોટી વિદેશી બેંકોની લોન ચૂકવવા માટે 7000 કરોડ પાછા આપવાનું વચન આપ્યું હતું.  હવે બાર્કલેઝ પીએલસી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસી અને ડ્યુશ બેંક એજીને નાણાં પરત કરવાની નવી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે તે આ બેંકોને લગભગ 4100 કરોડની રકમ પરત કરવા જઈ રહી છે. આ રીતે, માત્ર 4 દિવસમાં 27000 કરોડની રકમ પરત કરવાની ઓફર કરીને છે 

અદાણી પોર્ટ્સની કમાન હવે દીકરાનાં હાથમાં
ગઈ કાલે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશન ઈકોનોમિક ઝોનનાં CEO કરણ અદાણીએ એક રિર્કોડેડ વીડિયો મેસેજની મદદથી જણાવ્યું કે અમે માર્ચ 2024 સુધી આશરે 5000 કરોડની લોનનું પેમેન્ટ કરવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે અમે પ્રીપેમેન્ટની યોજના તૈયાર કરી રહ્યાં છીએ. તેમણે આગળ કહ્યું કે અમે લોનનો બોજ ઘટાડવામાં લાગી ગયાં છે. લોનનાં પ્રીપેમેન્ટ સિવાય નાણાકીય વર્ષ 2023 દરમિયાન અદાણી પોર્ટ્સી કેપિટલ એક્સપેંડિચર અંતર્ગત 4000-5000 કરોડ રૂપિયાનાં રોકાણની યોજના બનાવી રહ્યું છે. 

અદાણીનાં શેરોમાં તેજી જોવા મળી 
કરણ અદાણીએ એવા સમયે આ ઘોષણા કરી છે જ્યારે હિંડનબર્ગનાં રિપોર્ટનાં કારણે અદાણીને મોટું આર્થિક નુક્સાન ભોગવવું પડી રહ્યું છે. રિપોર્ટનાં કારણે કંપનીને 20 હજાર કરોડ રૂપિયાનાં પોતાના એફ.પી.ઓ પણ પાછા ખેંચવા પડ્યાં હતાં. જો કે હવે અદાણીનાં શેરોમાં તેજી જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ