બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / Actor Prakash Raj reacts after the success of Chandrayaan 3

ભાન પડી / ચંદ્રયાન 3ની સફળતા બાદ અભિનેતા પ્રકાશ રાજ અંજાયો, હવે લેન્ડિંગ પર આપ્યું આવું રીએક્શન

Kishor

Last Updated: 10:21 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થયા બાદ ફિલ્મના ફેમસ એક્ટર પ્રકાશ રાજે એક પોસ્ટ મૂકી ગર્વ વ્યક્ત કર્યો હતો.

  • ફિલ્મના ફેમસ એક્ટર પ્રકાશ રાજની પ્રતિક્રિયા
  • સિદ્ધિ બદલ પ્રકાશ રાજે ઇસરોને અભિનંદન પણ પાઠવ્યા
  • વિવાદિત પોસ્ટ મામલે ફોડ પાળ્યો

ફિલ્મના ફેમસ એક્ટર પ્રકાશ રાજ તાજેતરમાં ચંદ્રયાન 3 અંગેના વિવાદિત નિવેદનને પગલે લોક રોષનો ભોગ બન્યા હતા. ટ્રોલ થયા બાદ તેમની સામે પોલીસ કેસ પણ નોંધાયો છે. ત્યારે હવે ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થયા બાદ ભારતે ઇતિહાસ રચી દીધો છે. ત્યારે આ મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે. પ્રકાશ રાજે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઇસરોને અભિનંદન પણ પાઠવ્યા હતાં. આ ગૌરવવંતો અવસર પ્રાપ્ત કરનાર તમામ લોકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

બનાહટ્ટી પોલીસ સ્ટેશનમાં તેમની સામે કાર્યવાહી

મહત્વનું છે કે 20 ઓગસ્ટના રોજ પ્રકાશ રાજે પોતાના ટ્વિટર પર એક કાર્ટૂનનો ફોટો શેર કર્યો હતો અને આ તસવીરમાં એક વ્યક્તિ શર્ટ અને લૂંગી સાથે ચા રેડતો જોવા મળ્યો હતો. પ્રકાશ રાજે શેર કરેલી આ તસ્વીરના કેપ્શનમાં લખ્યું હતું કે બ્રેકિંગ ન્યુઝ વિક્રમ દ્વારા ચંદ્ર પરથી પહેલી તસવીર સામે આવી. તેમની આ પોસ્ટને લઈને લોકોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો. તેમની સામે પોલીસ કેસ પણ નોંધાયો હતો અને મજાક ઉડાવવાના આરોપસર બાગલકોટ બનાહટ્ટી પોલીસ સ્ટેશનમાં તેમની સામે કાર્યવાહી કરાઇ છે.

રીટ્વીટ કરતા પ્રકાશ રાજે જણાવ્યું
પોસ્ટમાં રીટ્વીટ કરતા પ્રકાશ રાજે જણાવ્યું હતું કે જે લોકો નેગેટિવ છે તેને તેવી જ વસ્તુઓ દેખાય છે. કેરળના ચા વાળાને જોડી હું આર્મસ્ટ્રોંગના સમયની મજાક કરી રહ્યો હતો. ટ્રોલ કરનારાઓએ ક્યાં ચા વેચનારને જોયો? જો તમે મજાક સમજી શકતા નથી તો તો એ મજાક તમારા પર છે. તેવું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇસરોની મોટી સફળતાને પગલે શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગન સહિતના બોલીવુડના મોટાભાગના સ્ટાર્સ ઈસરોને અભિનંદન પાઠવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ