બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Actor percy hynes who became popular in Netflix accused of sexual abuse people said remove from the series

શૉકિંગ / Netflix માં પોપ્યુલર થઈ ગયેલ એક્ટર પર લાગ્યા યૌન શોષણના આરોપ, લોકોએ કહ્યું-સીરિઝમાંથી બહાર કરો

Arohi

Last Updated: 12:19 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Netflixના પોપ્યુલર શો 'વેડનેસડે'માં જેવિયરની ભુમિકા નિભાવી ચુકેલા એક્ટર પર્સી હાયન્સ વ્હાઈટને લઈને સીરિઝમાંથી બહાર કાઠવાની માંગ ઉઠી રહી છે. ચર્ચા અનુસાર 21 વર્ષના પર્સી હાયન્સ વ્હાઈટ પર તેમના હાઈ સ્કૂલની મહિલાઓના યૌન શોષણનો આરોપ છે. સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓને પોતાની આપવીતિ શેર કરી છે.

  • પર્સી હાયન્સ વ્હાઈટ પર લાગ્યા ગંભીર આરોપ 
  • લોકોએ કહ્યું-સીરિઝમાંથી બહાર કરો
  • જાણો શું છે સમગ્ર મામલો 

નેટફ્લિક્સની પોપ્યુલર સીરિઝ 'વેડનેસડે'ના ચર્ચા થઈ રહ્યા છે. હોલિવુડ એક્ટ્રેસ જેના ઓર્ટેગાએ આ સીરિઝમાં વેડનેસડે એડમ્સની ભુમિકા નિભાવીને દુનિયાભરમાં હેડલાઈન્સમાં આવી ગયા છે. જેનાના કામને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તેના પરફોર્મન્સ અને ડાન્સના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. તેની સાથે જ તેને ગ્લોબલ સ્ટારના રૂપમાં પણ ઓળખ મળી. જોકે હવે સીરિઝ ના એક એક્ટરને હટાવવાની માંગ સોશિયલ મીડિયા પર ઉઠી રહી છે. 

એક્ટર પર લાગ્યા છે આ આરોપ 
'વેડનેસડે'માં જેવિયરની ભુમિકા નિભાવનાર એક્ટર પર્સી હાયન્સ વ્હાઈટને લઈને એવી માંગ ઉઠી રહી છે. પર્સીને શોમાં લીડ હીરોઈન વેડનેસડે એડમ્સના લવ ઈન્ટેરેસ્ટમાંથી એકનો રોલ નિભાવ્યો હતો. હવે ખબર છે કે 21 વર્ષની પર્સી હાયન્સ વ્હાઈટ પર તેની હાઈ સ્કૂલની મહિલાઓના યૌન શોષણનો આરોપ લગ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓએ પોતાની આપવીતીને શેર કરી છે. 

એક રિપોર્ટ અનુસાર ટ્વીટર પર એક યુઝરે પોતાની આપવીતી જણાવતા એક્ટર અને તેમના મિત્રો પર મોટા આરોપ લગાવ્યા છે. યુઝર અનુસાર, 'પર્સી હાયન્સ વ્હાઈટ અને તેમના મિત્ર ખાસકરીને તે મહિલાઓને મળવા બોલાવતા હતા જે તેને હોટ લાગતી હતી. જેથી તે તેમને નશો કરાવીને તેમની સાથે સેક્સ કરી શકે.'

મહિલાએ જણાવી પોતાની આપવીતી 
યંગ મહિલા દ્વારા પોતાના એક્સપીરિયન્સની સાથે સામે આવ્યા બાદ ઘણી બીજી મહિલાઓ સામે આવી છે અને તેમણે પોતાની સ્ટોરી દુનિયાના સામે મુકી છે. મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે એક્ટરે 17 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના યુવતીઓ પર પણ તે પોતાની આવી હરકતો કરતો હતો. 

પર્સી પર આરોપ છે કે તેણે મહિલાઓનું યૌન શોષણ કર્યું, મહિલાઓની સાથે ગાળો બોલી અને રંગના આધાર પર તેમને અપશબ્દો પણ કહ્યું. આટલું જ નહીં અમુક આરોપ છે કે એક્ટરે તેમને વગર તેમની મરજીએ પોતાની ન્યૂડ ફોટો ઓનલાઈન મોકલી હતી. 

સોશિયલ મીડિયા યુઝર્સ આપી રહ્યા છે મહિલાઓનો સાથ 
હવે આરોપ લગાવનાર મહિલાઓનું કહેવું છે કે હિટ સીરિઝ વેડનેસડેમાંથી પર્સી હાયન્સ વ્હાઈટને હટાવી લેવામાં આવે. એવામાં સોશિયલ મીડિયા યુઝર્સ પણ મહિલાનો સાથ આપી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે પર્સી એક ખરાબ માણસ છે. એક્ટ્રેસ જેના ઓર્ટેગાની સાથે પર્સીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

યુઝર્સે કહ્યું કે પહેલા તે બન્નેની મસ્કીને ક્યૂટ માનતી હતી. પરંતુ હવે એક્ટરની હકીકત જાણ્યા બાદ તેને એક્ટ્રેસ સાથે જોઈને તેને ચીડ ચડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ