બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Action will be taken on who troll Shubman Gill sister, the head of Delhi Women's Commission gave a big statement

ક્રિકેટ / કોહલીના ફેન્સ પર લેવાશે એક્શન: મેચમાં હાર્યા તો વટાવી નાંખી હદ, હવે મહિલા આયોગ કરશે કાર્યવાહી

Megha

Last Updated: 10:31 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલે RCB સામે 52 બોલમાં અણનમ 104 રન બનાવ્યા હતા અને બેંગલોરને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધું હતું એ બાદ ટ્રોલર્સે શુભમનની બહેનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું

  • શુભમન ગિલની બહેનને ટ્રોલ કરવામાં આવી રહી છે
  • RCB સામેની મેચમાં શુભમને સદી ફટકારી હતી
  • DCW ચીફ સ્વાતિ માલીવાલે ટ્રોલર્સની આકરી ટીકા કરી

ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલની બહેનને ટ્રોલ કરવામાં આવી રહી છે. IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં શુભમને સદી ફટકારી હતી, જેના કારણે RCB ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું અને ટ્રોલર્સે શુભમનની બહેનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. DCW ચીફ સ્વાતિ માલીવાલે સોમવારે આ કૃત્ય કરનાર વ્યક્તિની આકરી ટીકા કરી હતી. તેણે કહ્યું કે શુભમનની બહેનને ટ્રોલ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

સ્વાતિ માલીવાલે પોતાના ટ્વીટમાં લખ્યું, 'ટ્રોલર્સને શુભમન ગિલની બહેન સાથે દુર્વ્યવહાર કરતા જોવું ખૂબ જ શરમજનક છે કારણ કે તેઓ જે ટીમને સપોર્ટ કરે છે તે મેચ હારી ગઈ. અગાઉ અમે વિરાટ કોહલીની પુત્રી સાથે દુર્વ્યવહાર કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. DCW એ તમામ લોકો સામે પગલાં લેશે જેમણે ગિલની બહેન સાથે પણ દુર્વ્યવહાર કર્યો છે. આ સહન કરવામાં આવશે નહીં.

જણાવી દઈએ કે રવિવારે ગુજરાત ટાઈટન્સે RCB લામે જોરદાર જીત મળેવી છે, આ મેચમાં ગિલે 52 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની સાથે અણનમ 104 રન બનાવ્યા અને બેંગલોરને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધું હતું. બેંગ્લોરના બહાર થવાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. આરસીબીની હાર તેના ચાહકોને સારી ન લાગી અને તેઓએ સોશિયલ મીડિયા પર શુભમન ગિલ અને તેની બહેન સાથે અપશબ્દો બોલ્યા હતા. આ મામલે દિલ્હી મહિલા આયોગ તેમની સામે કાર્યવાહી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ